SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઇરિયાવહી - સૂત્ર ૧૫૩ સૂત્ર-૫, ઇરિયાવહી-સૂત્ર ઐર્યાપથિકી-સૂત્ર પ સૂત્ર-વિષય :- જતાં કે આવતાં (ચાલતા-ચાલતા) એકેન્દ્રિય આદિ પાંચ પ્રકારના જીવોને પગે લાગવો આદિ કોઈપણ પ્રકારે દુઃખ પહોંચાડાયું હોય તે સર્વે ભૂલ (પાપ)ની આ સૂત્ર વડે માફી માંગવામાં આવે છે. – આ સૂત્ર લઘુપ્રતિક્રમણ સૂત્રરૂપ પણ ગણાય છે. | સૂત્ર-મૂળ :ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે, ઇચ્છામિ પડિક્કમિઉં ૧! ઇરિયાવડિયાએ, વિરાણાએ મુરા ગમણાગમણે 13 પાણક્કમસે, બીટક્કમણ, હરિયÆમણે, ઓસા-ઉનિંગ-૫ણગદગ-મટ્ટી-મકડા-સંતાણા-સંકમe l૪| જે મે જીવા વિરાહિંયા પિ એબિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિદિયા, પંચિંદિયા II અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘફિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. l૭ી v સૂત્ર-અર્થ : હે ભગવન્! (પૂજ્ય !) સ્વેચ્છાથી (ઇચ્છાએ કરીને) ઇર્યાપથિકી પ્રતિક્રમણ કરવાની (ચાલતાં પાપ-દોષ લાગ્યા હોય તેનાથી પાછો વળવાની) મને આજ્ઞા આપો. (ગુરુ પ્રત્યુત્તરમાં કહે– ‘ડિશ્નમેદ - પ્રતિક્રમણ કરો. ત્યારે શિષ્ય કહે-) હું ઇચ્છું છું (અર્થાત્ આપની આજ્ઞા સ્વીકારું છું.) હવે હું (રસ્તે ચાલતા થયેલ જીવ વિરાધનાનું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું. માર્ગમાં ચાલતા (જતા-આવતા) પ્રાણી-ત્રસજીવ ચંપાતા, બીજ ચંપાતા, લીલી વનસ્પતિ ચંપાતા, ઝાકળ, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી તથા કરોળીયા જાળા (આમાંની કંઈપણ) ચંપાતા-કચડાતા જે કાંઈ વિરાધના થઈ હોય, (જતાં આવતા) મારા વડે જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને / અથવા પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય;
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy