________________
ઈચ્છકાર સૂત્ર-વિવેચન
૧૫૧
ઉપશાંત થઈ. મનોજ્ઞ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો આહાર કરતા તેમના રોગાતંક શીઘતયા ઉપશાંત થતા તે હૃષ્ટ, પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થયા.
શ્રાવકો આ રીતે સાધુના શરીરની, સંયમની, તપની, સુખશાતાની ચિંતા કરે. આ વાત શ્રાદ્ધવિધિ પ્રકરણમાં “ગુરુવંદનાદિ અધિકારમાં' રત્નશેખર સૂરિજીએ પણ જણાવતા કહ્યું છે કે, તથા પૃચ્છતિ તિન્યનિર્વાહ-યથા...
“પછી શ્રાવક મુનિરાજને સંયમનો નિર્વાહ પૂછે – તે આ પ્રમાણે – હે સ્વામી! આપની સંયમ યાત્રા સુખે વર્તે છે ? આપની રાત્રિ (કે દિવસ) સુખે વીતેલ છે ? આપનું શરીર નિરાબાધ છે ? કોઈ રોગ કે વ્યાધિની પીડા તો નથી ને ? વૈદ્યનું પ્રયોજન છે ? ઔષધ આદિનો ખપ છે ? કંઈ પથ્યાદિની આવશ્યકતા છે ? વગેરે પ્રકારના પ્રશ્નો પૂછે. એવા પ્રશ્નો કરવાથી કર્મની મહાનિર્જરા થાય છે."
પહેલા સાધુઓને વંદના કરી હોય, ત્યારે સામાન્યથી સુંદર રૂ, સુઇતપ, શરીરનિરીવાધ ઇત્યાદિ પ્રશ્નો પૂર્વકનું શાતા-વંદન કર્યું હોય છે. તો પણ વિશેષે કરી અહીં પ્રશ્ન કરવાનું કહ્યું તે પ્રશ્રનું સ્વરૂપ સારી રીતે જણાવવાને માટે છે. તથા પ્રશ્નમાં કહેલા ઉપાયો કરવાને માટે છે એમ જાણવું. તેથી જ સાધુમુનિરાજને પગે લાગીને – પંચાંગ પ્રણામ કરીને પ્રકટ નિમંત્રણ કરવું તે આ રીતે છે–
ઇચ્છકારિ ભગવન્! પસાય કરી, પ્રાસુક અને એષણીય અર્થાત્ નિર્દોષ અને ગ્રહણ કરવા યોગ્ય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ (આહાર) વડે, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદuોંછનક (જોહરણ), પ્રાતિહાર્ય (આવશ્યકતા પુરતી વસ્તુ લઈને ઉપયોગ બાદ પરત કરવા યોગ્ય), પીઠ, ફલક, શય્યા, સંથારો, ઔષધ, ભેષજ આદિમાં જે વસ્તુનો ખપ હોય તેનો સ્વીકાર કરી હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરો.
શ્રાદ્ધદિનકૃત્યમાં પણ કહ્યું છે કે – સાધુ મુનિરાજને વંદના કરીને નિમંત્રણા કરવી. પછી અવસરનો યોગ હોય તે પ્રમાણે રોગની ચિકિત્સા કરાવે. ઔષધ આદિ આપો. ઉચિત એવો પથ્ય આહાર વહોરાવે અથવા સાધુ મુનિરાજની અન્ય કંઈ આવશ્યકતા હોય તે પૂર્ણ કરે.
યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં ૮૭માં શ્લોકમાં બારમાં વ્રતના વિવેચન પ્રસંગે શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજે એક સાક્ષી પાઠ આપેલ છે – “તેઓ શ્રમણનિર્ચન્થોને પ્રાસુક અને એષણીય (અચિત્ત અને નિર્દોષ) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, પીઠ, ફલક, શય્યા, સંસ્મારક, ઔષધ અને ભેષજ આદિથી પ્રતિલાભિત કરવા પૂર્વક (દાન કરવા પૂર્વક) તે શ્રાવકો વિચરતા હતા.
આ પાઠ ભગવતીજી સૂત્ર-૧૩૦ આદિ, નાયાધમ્મકહા-૧૫૦, ૧૬૫; ઉપાસકદસા૧૩, આદિ અનેક સ્થાને ઉપરોક્ત પાઠ આગમોમાં જોવા મળે છે.
ઉક્ત સમગ્ર વિવેચનનો સાર :
(૧) શ્રાવક સાધુ-સાધ્વીજીને "ઇચ્છકાર' સૂત્ર થકી માત્ર સુખ શાતાદિ ન પૂછે, પણ પૂણ્યા પછી જો સાધુ-સાધ્વીજીને કંઈક અસુખ કે અશાતા હોય તો તેના