SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-ઉપાધ્યાય મનકમુનિને આવડી ગયા ત્રણે પાઠ. બાળક તો ધર્મમય બની ગયો. કારણ ધર્મ કરો તો દેવતા નમસ્કાર કરવાના છે ને ? ઊંડુ તત્વ નહીં, મોક્ષની વાતો નહીં. સામાન્ય વાતમાં જ ધર્મ ગળે ઉતારી દીધો. બાળક નાચવા લાગ્યો. વાડ-દેવતા પગમાં પડે, તો તો ધર્મ બહુ સારો. આ છે ઉપાધ્યાયનું ઉપાધ્યાયપણું તેથી જ ભગવતીજી સૂત્ર-૧-ની વૃત્તિમાં અભયદેવસૂરિજી મહારાજા જણાવે છે કે ઉપાધ્યાય શબ્દમાં ૩૫ + ધ + ૩ + 3ય રહેલ છે. જેમાં રૂ નામના ક્રિયાપદનો એક અર્થ છે - અધ્યયન અર્થાત્ ભણવું, બીજો અર્થ રૂપ તિ છે. ધિ + ૩ (નજીક જવાથી) વધારે બોધ થવો. ત્રીજો અર્થ છે જ઼ મરને તે અર્થથી જેમની પાસે જિનપ્રવચન સૂત્રરૂપે સ્મરણ કરાય છે તે ઉપાધ્યાય કહેવાય છે. ભગવતીજીની વૃત્તિમાં જ આવશ્યક નિર્યુક્તિનો સાક્ષી પાઠ આપ્યો છે– શ્રી જિનેશ્વર દેવોએ કહેલા બાર અંગોને - દ્વાદશાંગીને પંડિત પુરુષો “સ્વાધ્યાય” કહે છે. તેનો સૂત્રથી ઉપદેશ કરનારાને ઉપાધ્યાય કહેવાય છે. – જેની નિકટતા વડે કે જેની નિકટતામાં મૃતનો લાભ થાય તેને ઉપાધ્યાય કહેવાય અથવા જેનું સામીપ્ય જ ઇષ્ટફળનો લાભ આપનારું થાય છે, તે હેતુથી તેમને ઉપાધ્યાય કહેવાય છે. આવશ્યક નિર્યુક્તિ ૯૯૭થી ૯૯૯ની વૃત્તિ તેમજ વિશેષાવશ્યક ભાષ્ય મુજબ ઉપાધ્યાયનો અર્થ : – અરિહંત પ્રણિત જે આચારાંગ આદિ બાર અંગો તેનો વાચના, પૃચ્છના આદિ ભેદે પાંચ પ્રકારનો સ્વાધ્યાય જેઓ કરે છે, તેને ગણધર આદિ જ્ઞાની ભગવંતોએ ઉપાધ્યાય કહેલ છે. કેમકે તેઓ સ્વયં સ્વાધ્યાય કરે છે તેમજ વાચનારૂપે અન્ય (સાધુ/ સાધ્વી)ને પણ અધ્યાપન કરાવે છે. – ૩ અક્ષરનો અર્થ “ઉપયોગ કરવો” થાય છે. ા શબ્દનો અર્થ ધ્યાન થાય છે. તેથી હા એટલે ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો અર્થ થશે. એવા બીજા પણ ઉપાધ્યાય શબ્દના પર્યાયો છે. જેમકે જેને પામીને અથવા જેના પાસેથી ભણાય અથવા જે પાસે આવેલા શિષ્યોને ભણાવે, જે હિતનો ઉપાય ચિંતવનાર હોય તે ઉપાધ્યાય કહેવાય છે. - ૩ નો અર્થ ઉપયોગ કરવો, વ શબ્દથી પાપનું પરિવર્જન કરવું જ્ઞ થી ધ્યાન કરવું ૫ થી કર્મોને દૂર કરવા એવા અર્થ પણ થાય. તેથી “ઉપયોગપૂર્વક પાપનું પરિવર્જન કરતા (નિવારતા) ધ્યાનમાં આરૂઢ થઈને કર્મોનું નિવારણ કરે તેને ઉપાધ્યાય જાણવા. આચારનો ઉપદેશ કરવાથી જેમ આચાર્ય કહેવાય, તેમ સૂત્રોનું અધ્યયન કરાવવાથી તે ઉપાધ્યાય કહેવાય અથવા અર્થને દેનારા તે આચાર્ય અને સૂત્રને દેનારા તે ઉપાધ્યાય કહેવાય અન્ય ગ્રંથ આદિ સૂચક ઉપાધ્યાયના અર્થો – - જેમની પાસે આવી જિનવચન સંભારાય, યાદ કરાય તે ઉપાધ્યાય. જેમ નાનું
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy