SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ બાળક છે, તે આ શું ? આ શું? એમ કરતા સો વખત ભૂલે, વળી યાદ કરાવો, તેમ કરતા શીખે છે. તે રીતે જીવો પણ વાચના લે, પ્રવચન સાંભળે, ફરી પાછા ભૂલી જાય. તો વારંવાર સૂત્રાદિની વાચના દ્વારા તેમને યાદ રખાવે છે માટે તેમને ઉપાધ્યાય કહ્યા છે. – અહીં 35 + + ગાય શબ્દમાં ગાય શબ્દ ત્રણ વિભક્તિથી ઓળખાવેલ છે. ષષ્ઠી, પંચમી અને તૃતીય સમીપતાનો લાભ, સમીપતાથી લાભ, સમીપતા વડે લાભ પુસ્તક કે પ્રતનું સ્વઅધ્યયન કરો તો સૂત્ર તો આવડી પણ જાય, પણ ઉપાધ્યાયની સમીપતાના ઉક્ત ત્રણે લાભ માટે તો ઉપાધ્યાય જ જોઈએ. અરે! સતિ સપ્તમી કે આધાર અર્થમાં લઈએ તો ઉપાથી ગાય કહ્યું. જેના સમીપમાં રહેતા પણ શ્રુતજ્ઞાનનો લાભ થાય – મધ એટલે રોગ. તેને દૂર કરે તે ઉપાધ્યાય. - જેનાથી આધિઓ અર્થાત્ મનની પીડા નાશ પામે છે તે ઉપાધ્યાય, – ૩-ધિ માં ક ને કુત્સા અર્થમાં લેતા ધ એટલે કુબુદ્ધિ, કુબુદ્ધિનો જેની પાસે રહેવાથી નાશ થાય તેને ઉપાધ્યાય કહેવાય. - પછી ઐ નામક ક્રિયાપદ (ધાતુ) લેતા દુર્ગાન અર્થ થાય. આ દુર્ગાનનો જેની સમીપે નાશ થાય તે ઉપાધ્યાય. ૦ ઉપાધ્યાયના ગુણો : નમસ્કાર મંત્રમાં પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો કહ્યા છે. તેમાં ઉપાધ્યાય મહારાજાના ૨૫ ગુણો જણાવેલ છે. જેમના ગુણોને કારણે નમસ્કાર કરીએ છે તે ઉપાધ્યાયના આ ૨૫ ગુણો કયા છે ? બહુજ સંક્ષેપમાં આ ગુણોને જણાવતા એટલું જ કહ્યું કે, ૧૧ અંગસૂત્રો, ૧૨ ઉપાંગ સૂત્રો. બંને મળીને ૨૩ આગમ સૂત્રોનું જાણપણું, ચોવીશમું ચરણ સિત્તરી અને પચીસમું કરણ સિત્તરી આ પચીશ ગુણો જાણવા. (અલબત્ત આ ગણનાઓ આગમ કાળની નથી. ત્યાં તો દ્વાદશ અંગના સ્વાધ્યાયીને ઉપાધ્યાય કહ્યા છે. આ પચીશ ગુણની ગણના બારમું અંગ વિચ્છેદ થયા પછીની છે.) આ પચીશ ગુણોને થોડા વિસ્તારથી જાણવા જરૂરી છે. -૦- ૧૧ અંગ સૂત્રો :(નંદી સૂત્ર-૧૩૭ની વૃત્તિમાં તથા ચૂર્ણિમાં સૂત્ર નો અર્થ કહે છે...) આગમપુરુષ અથવા દ્વાદશ અંગાત્મક મૃતપુરુષના અંગોમાં અંગ ભાવે જે ગોઠવાયેલા છે, તેને પ્રવિદ અથવા સૂત્રો કહેવાય છે. તે આ પ્રમાણે છે – બે પગ, બે જંઘા, બે ઉરુ, બે ગાત્રાદ્ધ (પીઠ અને ઉદર) બે બાહુ, ગ્રીવા (ડોક) અને મસ્તક. આ બાર અંગોમાં આચાર આદિ બાર સૂત્રોની વ્યવસ્થા કરાઈ છે અથવા ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગુંથેલ છે, તે (બારે) અંગ સૂત્ર કહેવાય કેમકે ગણધરો જ મૂળભૂત એવા આચાર આદિ બાર સૂત્રોની રચના કરે છે. તેઓને એવી સર્વોત્કૃષ્ટ કૃતલબ્ધિ સંપન્નતા હોવાથી આવી રચના કરે છે તે સિવાય બીજું કોઈ અંગસૂત્રોની રચના કરી શકતું નથી. વળી આચારાંગ આદિ બારે સૂત્રો સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં (સર્વ અરિહંતોમાં પણ) અર્થને આશ્રિને સમાન જ હોય છે. તેથી પણ તેને અંગસૂત્ર કહેવાય છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy