________________
૯૧
નવકાર મંત્ર-ઉપાધ્યાયના ગુણો
આ બાર અંગોમાં આગમપુરુષના મસ્તકના સ્થાને દૃષ્ટિવાદ નામક બારમું અંગસૂત્ર ગોઠવાયેલ છે. પણ વર્તમાનકાળે દૃષ્ટિવાદનો વિચ્છેદ થયેલો છે. બાકી અગીયાર અંગસૂત્રો પ્રાપ્ત થાય છે. જે અહીં ૨૫-ગુણની ગણનામાં લેવાયેલા છે.
૧. આયાર - જે આચારાંગ નામે પ્રસિદ્ધ છે. તે પહેલું અંગ સૂત્ર છે. ૨. સૂયગડ - જે સૂત્રકૃતાંગ નામે પ્રસિદ્ધ છે, તે બીજું અંગ સૂત્ર છે. 3. ઠાણ - જે સ્થાનાંગ નામે પ્રસિદ્ધ છે. તે ત્રીજું અંગ સૂત્ર છે. ૪. સમવાય – જે સમવાયાંગ નામે પ્રસિદ્ધ છે, તે ચોથું અંગ સૂત્ર છે.
૫. વિવાહપન્નત્તિ - જેને સંસ્કૃતમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહે છે. વ્યવહારમાં આ પાંચમું અંગ સૂત્ર ભગવતી સૂત્ર નામે પ્રસિદ્ધ છે.
૬. નાયાધમ્મકહા - જે જ્ઞાતાધર્મકથા નામે પ્રસિદ્ધ છઠું અંગ સૂત્ર છે. ૭. ઉવાસગદસા - જે ઉપાશકદશા નામે પ્રસિદ્ધ સાતમું અંગ સૂત્ર છે. ૮. અંતગડદસા - જે અંતકૃદશા નામે પ્રસિદ્ધ આઠમું અંગ સૂત્ર છે.
૯. અનુત્તરોવવાઇયદસા - જે અનુત્તરૌપપાતિકદશા નામે પ્રસિદ્ધ છે, તે નવમું અંગસૂત્ર છે.
૧૦. પહાવાગરણ - જે પ્રશ્નવ્યાકરણ નામે પ્રસિદ્ધ દશમું અંગ સૂત્ર છે. ૧૧. વિવાગસુય - જે વિપાકકૃત નામે પ્રસિદ્ધ અગીયારમું અંગસૂત્ર છે.
(આ અગીયારે અંગ સૂત્રોનો વિસ્તૃત પરીચય નંદીસૂત્રની વૃત્તિમાં, ચૂર્ણિમાં, સમવાયાંગ સૂત્ર વૃત્તિમાં, પાક્ષિક સૂત્રની વૃત્તિમાં અપાયેલ છે.)
-૦- ૧૨ ઉપાંગ સૂત્રો :
નંદીસૂત્રના વૃત્તિકારે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્યસૂત્ર એવા બે ભાગ પ્રથમ બતાવેલા છે. જે અંગસૂત્ર છે, તે સિવાયના સૂત્રો અંગ બાહ્ય સૂત્રો કહેવાય છે. તેની રચના ગણધરો સિવાયના વિશિષ્ટ કૃતધરો આદિ કરે છે. આ અંગબાહ્ય સૂત્રોનો અંગસૂત્રોની જેમ કોઈ નિયમ નથી હોતો, તેની સંખ્યા વિશે પણ કોઈ નિશ્ચય હોતો નથી. તેમજ પ્રત્યેક ક્ષેત્ર, પ્રત્યેક કાળ અને પ્રત્યેક તીર્થકરમાં આ જ સૂત્રો અને આ જ પ્રમાણે તેની રચના થાય જ એવો કોઈ નિયમ હોતા નથી. આવા અંગ બાહ્ય સૂત્રો પણ કાલિક, ઉત્કાલિક આદિ પેટા વિભાગોથી ઓળખાતા હતા.
પરંતુ પછીથી અંગ બાહ્ય સૂત્રોની ઓળખ બદલાઈ અને ઉપાંગ, પન્ના ઇત્યાદિ નામે તે સૂત્રો ઓળખાવા લાગ્યા. જેમાંથી ઉપાધ્યાયના પચીશ ગુણોને આશ્રીને આપણે અહીં “ઉપાંગ” શબ્દની ઓળખ જોવાની છે.
ઉવવાઈ સૂત્ર વૃત્તિમાં કહે છે કે, અંગનો સમીપ ભાવ હોવાથી તે સૂત્રો ઉપાંગસૂત્રો રૂપે ઓળખાય છે અથવા અંગમાંથી ઉદ્ભવે તે ઉપાંગ (જંબૂતીપ પ્રાપ્તિની વૃત્તિમાં પણ કહ્યું છે કે – અંગસૂત્રના કોઈ એક દેશ (ખંડ કે સૂત્રવિશેષ) થકી વિસ્તાર કરાયેલ તે ઉપાંગ. તેથી આચારાંગ આદિ બાર અંગ સૂત્રો છે, તે પ્રત્યેકનું એક-એક ઉપાંગ ગણતા બાર ઉપાંગો થયા. (જેમાં પાંચમાં અને છટ્ઠા અંગના ઉપાંગના ક્રમમાં મતભેદ છે. આ વાત વૃત્તિકારે પણ સ્વીકારેલ છે. તેથી જ અમારા સંપાદિત આગમોમાં