________________
અમારા પ્રકાશનો
૧૨
K આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય :૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદન્તમાલા :– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય :૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
– આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિહાણ" નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચારિત્ર પણ પુરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય :૦ તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ