SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૯. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં ‘“કથાનુયોગ’’ નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહ્નવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦ થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા ગોતવી અત્યંત સરળ બને છે. પાકા પૂંઠાના બાઈન્ડીંગમાં આ છ એ ભાગોમાં મેપલીથો વ્હાઈટ કાગળ વપરાયેલ છે, ડેમી સાઈઝમાં તૈયાર થયેલ અને સુંદર ઓફસેટ પ્રિન્ટીંગમાં છપાયેલ આ ‘આગમ કથાનુયોગ'' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશીત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. વર્તમાનકાળે લખાતા કે વંચાતા ચીલાચાલુ સાહિત્ય કે ધાર્મિક પુસ્તકોને નામે અંગત માન્યતાના પ્રક્ષેપપૂર્વક સર્જાતા સાહિત્યો કરતા આ ‘આગમ કથાનુયોગ'' વાંચન માટે શુદ્ધ-વિશુદ્ધ ધાર્મિક માહિતી અને રસિક કથાઓના સંગ્રહરૂપ હોવાથી તુરંત વસાવવા લાયક છે. બાળકોને વાર્તા કહેવામાં પણ ઉપયોગી છે. માટે આજે-જ વ-સા-વો આ ‘આ-ગ-મ ક-થા-નુ-યો-ગ'' —-X—X— આ હતી આગમ સંબંધી અમારા ૨૦૨ પ્રકાશનોની યાદી -X—X
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy