SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-અરિહંત પદ કષાયાદિ વૈરીઓને હણનાર તે “અરિહંત". સકલાત્ સ્તોત્રમાં શ્રી પદ્મપ્રભ સ્વામીની સ્તુતિ કરતા શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ પદ્મપ્રભ સ્વામીના દેહની કાંતિના લાલ વર્ણનું કારણ જણાવતા - “અંતર શત્રુઓનું મથન કરવા માટે કોપના આવેશ વડે” (યંતરડાર મથ) વાક્ય પ્રયોગ દ્વારા પણ અરિહંત શબ્દના અર્થની જ પુષ્ટી કરી છે. -૦- લઘુ દૃષ્ટાંત :- રાગ દ્વેષને હણનાર અર્થાત્ રાગ કે વેષના પ્રસંગમાં સમવૃત્તિ ધારણ કરનાર એવા શ્રી પાર્થપ્રભુને અત્રે યાદ કરવા જરૂરી છે. જ્યારે મેઘમાલી દેવ બનેલા કમઠે પૂર્વ ભવના દ્વેષને કારણે ભગવંત પાર્થને ઉપસર્ગ કરવા ભયંકર મેઘ વિકુળે, ચારે તરફ મુશળધાર મેઘ વરસવા લાગ્યો. ક્ષણવારમાં પાણી વધતા-વધતા પ્રભુની નાસિકા સુધી પહોંચી ગયું. તે વખતે પૂર્વ ભવના રાગ વશ ધરણેન્દ્રએ આવીને પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી, મસ્તક ઉપર સાત ફણાવાળું છત્ર બનાવી ઉપસર્ગનું નિવારણ કર્યું. પણ રાગનું નિમિત્ત આપનાર ધરણેન્દ્ર પર કે દ્વેષનું નિમિત્ત પૂરું પાડનાર કમઠ (મેઘમાલી) પરત્વે રાગ કે દ્વેષ ન કરીને પાર્શ્વનાથ સમદર્શી જ રહ્યા. આ રીતે રાગ-દ્વેષાદિ શત્રુને હણનારને અરિહંત કહે છે. ૦ અરહંત :- અરિહંતાણં શબ્દનું પાઠાન્તર “અરહંત' પણ થાય છે. વળી જુદા જુદા સંશોધકો અને સંપાદકોએ આગમોના જે કોઈ પ્રકાશનો પ્રકાશિત કર્યા તે સર્વેમાં “અરહંતાણં' પદ જ પ્રયોજેલ છે. આ અરહંતાણં શબ્દને સંસ્કૃતમાં સભ્ય: કહે છે. જેનો અર્થ અર્હતોને, અરડતોને અથવા અરહંતોને થાય છે. જેમાં રહેલ ગર્લ્ડ ક્રિયાપદ (ધાતુ)નો અર્થ છે “યોગ્ય હોવું” અથવા “લાયક હોવું જેઓ અન્યના સન્માન-સત્કાર કે પૂજા આદિને યોગ્ય છે તેમને અર્પ, અરહત અથવા અરહંત કહેવાય છે. (ભગવતી સૂત્ર-૧ની અભયદેવસૂરિ કૃતુ વૃત્તિમાં જણાવે છે કે –) શ્રેષ્ઠ દેવો દ્વારા રચિત અશોક આદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય હોવાથી તે અત્ત છે. બીજો અર્થ છે. “વિદ્યમાન રહૃ:” અર્થાત્ એકાંતરૂપે, દેશભાગે, અંતે, મધ્યે કે સર્વત્ર, પર્વત, ગુફા આદિ સર્વ સ્થાનોમાં પ્રગટ કે પ્રચ્છન્ન રૂપે સર્વ વસ્તુઓના જે કોઈ ભાવો હોય, તે સર્વેને જે જાણે છે એટલે કે જેમનાથી કોઈ રહસ્યનું અંતર નથી, તેથી તેઓ અરહતું કે અત્ કહેવાય છે. અથવા ‘વિદ્યાનો રથ:' જેમણે સકલ પરિગ્રહ ઉપલક્ષણ ભૂત રથનો અંત કર્યો છે એટલે કે જરા આદિ ઉપલક્ષણભૂત રથનો વિનાશ કર્યો છે તેથી તે અરહંત છે. અથવા ક્ષીણરાગત્વને લીધે અલ્પ પણ આસક્તિ રહેતી નથી તે. અથવા પ્રકૃષ્ટ રાગ આદિના હેતુભૂત મનોજ્ઞ કે અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થાય તો પણ જેઓ વીતરાગતાના કારણે પોતાનો સ્વભાવ ત્યજતા નથી. ( M:) આ રીતે શ્રી અભયદેવસૂરિજી ભગવતી સૂત્રની વૃત્તિમાં અરહંત શબ્દની
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy