________________
ર૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ હરિભદ્રસૂરિજી જેવાએ લલિત-વિસ્તરા ગ્રંથમાં લખ્યું કે, “ધર્મ પ્રતિ મૂલભૂતા વંદના” - ધર્મ પ્રતિ ગતિ કરવા માટે મૂળભૂત વંદના અર્થાત્ નમસ્કાર છે. કેમકે તેના વડે ઉત્પન્ન થતો ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મરૂપી બીજને વાવે છે, ધર્મ ચિંતનાદિ રૂપ અંકુરોને પ્રગટાવે છે, ધર્મ શ્રવણ અને ધર્માચારરૂપ શાખા-પ્રશાખાઓને વિસ્તારે છે. તેમ જ સ્વર્ગ અને મોક્ષના સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ અને ફળોને આપે છે.
-૦- નમો પણ કોને ? નમો (નમસ્કાર) શબ્દનો આટલો અર્થ જાણ્યા પછી આપણો પાયાનો પ્રશ્ન છે - નમો પણ કોને ? નમસ્કાર હો અરિહંત ભગવંતોને, નમસ્કાર હો સિદ્ધ ભગવંતોને, નમસ્કાર હો આચાર્ય ભગવંતોને, નમસ્કાર હો ઉપાધ્યાય ભગવંતોને, નમસ્કાર હો લોકમાં રહેલા સર્વે સાધુ ભગવંતોને. આ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુઓને સંપૂર્ણ આદરભાવથી કરેલો નમસ્કાર (પ્રણામ કે વંદના) જ અહીં ગ્રહણ કરવાના છે. કેમકે (શ્રી મહાનિશીથ સૂત્ર-૪૯૪માં જણાવે છે – ) સમગ્ર વિશ્વમાં જે કોઈ ઉત્તમ થઈ ગયા છે - થાય છે અને થશે તે સર્વે અરિહંત આદિ પાંચ પરમેષ્ઠી જ છે. (આવશ્યક નિર્યુક્તિ ૯૦૧ તથા તેની વૃત્તિમાં પણ) અરિહંતાદિ પાંચ ને જ નમસ્કાર યોગ્ય ગણેલા છે.
અરિહંત :- અહીં પ્રથમ પદમાં “નમો' સાથે “અરિહંતાણં' જોડાયેલ છે. અરિહંતાણંને સંસ્કૃતમાં રિહન્તુગ કહે છે. જેમાં “અરિ" શબ્દનો અર્થ શત્રુ છે અને “હંત” એટલે હણનાર થાય છે. અરિહંત એટલે જે શત્રુને હણે તે અથવા જેના વડે શત્રુ હણાય છે. આ તો માત્ર શબ્દાર્થ થયો. કેમકે એક યોદ્ધો પણ યુદ્ધમાં શત્રુને હણે છે, તેટલા માત્રથી તે અરિહંત થઈ જતો નથી. (ભગવતી સૂત્ર-૧ની વૃત્તિમાં અભયદેવસૂરિ જણાવે છે કે) કર્મરૂપી અરિ (શત્ર)ને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે. સર્વે જીવોને આઠ પ્રકારના કર્મો અરિ (શત્રુ) ભૂત હોય છે. તે કર્મરૂપી “અરિ"ને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.
આ રીતે આત્માના પૂર્ણ વિકાસમાં અંતરાયભૂત નીવડે તેને અરિ કહેવાય છે. આવા જ પ્રકારના અરિ (શત્રુ)ઓને ઓળખાવતા (શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિ ૯૧માં) કહ્યું છે કે – (“ઇંદિય-વિષય-કસાયે, પરીસ વેયણા ઉવસગ્ગ, એ એ અરિસો હતા, અરિહંતા તેણ વર્ચ્યુતિ.”) અર્થાત્ અપ્રશસ્ત ભાવમાં વર્તતી ઇન્દ્રિયો, કામભોગની ઈચ્છા, ક્રોધ-આદિ ભાવોરૂપી કષાય, શારીરિક અને માનસિક દુઃખના અનુભવરૂપ વેદના, મનુષ્ય-તિર્યંચ-દેવકૃત્ ઉપસર્ગો આ છે ભાવ શત્રુઓ છે. આ શત્રુઓને હણનારને “અરિહંત” કહેવાય છે.
(શ્રી મહાનિશીથ સૂત્ર-૪૯૪માં પણ કહ્યું છે કે-) અતિ દુઃખે કરી જેના ઉપર જીત મેળવી શકાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિમર્થન કરી હણી નાખ્યા છે, નિર્મલન-ચૂરેચૂરા કરી નાખ્યા છે, ઓગાળી નાખ્યા છે, અંત કર્યો છે, પરીભાવ કર્યો છે અર્થાત્ કર્મરૂપી શત્રુઓને જેમણે હંમેશ માટે હણી નાખ્યા છે - તે “અરિહંત” છે. આ જ અર્થને (ચઉસરણ પન્નામાં થોડી ભિન્ન રીતે જણાવે છે –) રાગ અને દ્વેષ રૂપે શત્રુઓના હણનાર, આઠ કર્માદિ શત્રુને હણનાર, વિષય