________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૨૯૩
આ પર્વતને હેમચંદ્રાચાર્યજીએ ભૂમિકાંડના ૯૪માં શ્લોકમાં કૈલાશ પર્વત પણ કહેલ છે. જિનપ્રભસૂરિજીએ અષ્ટાપદગિરિકલ્પમાં પણ કહ્યું છે કે, અયોધ્યાનગરીની ઉત્તર દિશાએ બાર યોજન દૂર અષ્ટાપદ નામનો રમ્ય પર્વતરાજ આવેલો છે. જે આઠ યોજન ઊંચો છે. જેનું બીજું નામ કૈલાસ પર્વત' પણ છે.
આગમશાસ્ત્રોની સાક્ષી મુજબ જે સ્વલબ્ધિ વડે આ પર્વતને આરોહે છે, તેઓ તે જ ભવે મોક્ષ જાય છે. બીજા શબ્દોમાં ઉત્તરાધ્યયન સૂત્ર બૃહવૃત્તિમાં કહ્યું છે કે, જે સાધુ ચરમશરીરી હોય અર્થાત્ તે જ ભવે મોક્ષે જનારા હોય તે જ આ શ્રેષ્ઠ પર્વત અર્થાત્ અષ્ટાપદ પર્વત પર ચડી શકે છે, અન્યો ચડી શકતા નથી. હેમચંદ્રાચાર્યજીએ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રના પર્વ-૧૦ના સર્ગ-૯માં પણ કહ્યું છે કે, જે અષ્ટાપદ પર્વત પર રહેલી જિનપ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે એ જ ભવે સિદ્ધ થાય છે. તે સંબંધમાં પ્રસિદ્ધ થયેલ કથા મુજબ ગૌતમસ્વામીજીએ ચારણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને ત્યાં એક રાત્રિ પસાર કરેલી. તેઓએ ભગવંતના વચનથી આ યાત્રા કરેલી અષ્ટાપદેથી પાછા વળતા ૧૫૦૦ તાપસોને પ્રતિબોધ કરેલા, બધાં જ મોક્ષે ગયા. ભરત ચક્રવર્તીની માફક સગર ચક્રવર્તીના ચરિત્રમાં પણ અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ આવે છે. તેના જનુકુમાર આદિ ૬૦,૦૦૦ પુત્રોએ તીર્થ રક્ષા માટે અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગાનદીનું પાણી વહેવડાવ્યું હતું, તેમ કરતા નાગકુમારદેવોના ભવનોમાં ખળભળાટ મચી ગયેલો. નાગકુમાર દેવોએ આ ૬૦,૦૦૦ કુમારોને એક સાથે જ મારી નાંખેલા હતા.
૦ સંવિય - એટલે સંસ્થાપિત સ્થાપના કરવી તે. આ શબ્દ ૨૪ તીર્થંકરોની પ્રતિમાની સ્થાપનાના સંદર્ભમાં વપરાયેલ છે.
૦ વ - રૂપ, સમાન આકૃતિ, પ્રતિમા, બિંબ, મૂર્તિ, પ્રતિકૃતિ
તીર્થંકર પરમાત્મા નામથી, આકૃતિથી, દ્રવ્યથી અને ભાવથી ત્રણ લોકના જીવોને પવિત્ર કરે છે. તેમાં આકૃતિનો એક અર્થ રૂપ કે પ્રતિમા થાય છે. જ્યારે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા મોજુદ ન હોય ત્યારે જીવોને પરમાત્માનું આલંબન કઈ રીતે લેવું ? તે માટે તીર્થંકરની પ્રતિકૃતિ કે પ્રતિમાજીનું સ્થાપન કરાય છે, પ્રતિમાને તીર્થંકરરૂપ માનીને તેની ભક્તિ, ઉપાસના, પૂજા આદિ કર્તવ્યો થઈ શકે છે.
મનને વશ કરવા માટે, અધ્યવસાયોની શુદ્ધિ માટે અને સબળ આલંબન માટે જ્ઞાની પુરુષોએ બતાવેલા ઉપાયોમાં પ્રતિમાજી એક પ્રબળ સાધન છે. તેના દર્શન, વંદન, પૂજન આદિ દ્વારા મૂળ પરમાત્માનું સન્માન, ભક્તિ આદિ થાય છે. આ પુષ્ટ આલંબનથી ધ્યાન પણ થઈ શકે છે. પ્રતિમાજીને આધારે પરમાત્મા સાથેનો તાદાત્મ્ય ભાવ કેળવાય છે.
પ્રતિમાજી પરિકર રહિત અને અષ્ટ પ્રાતિહાર્યો યુક્ત પરિકર સહિત એમ બંને પ્રકારે હોય છે. પરિકરરહિત પ્રતિમા સિદ્ધ થયેલા અરિહંતોનું સ્મરણ કરાવે છે, જ્યારે પરિકરયુક્ત પ્રતિમા ભાવ તીર્થંકરોની યાદ અપાવે છે. તીર્થંકરના પાંચે કલ્યાણકોની ઝાંખી કરાવે છે. પ્રતિમાજી નીચે કોતરેલ ચિન્હ પરથી જે-તે પ્રતિમા