SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ લઘુદષ્ટાંત :- બાહુબલિજી કે જે ભગવંત ઋષભદેવના પુત્ર છે. યુદ્ધભૂમિમાં બાર વર્ષ ભરત સાથે યુદ્ધ કર્યા પછી મનના ભાવો પલટાતા ત્યાંજ સ્વયં દીક્ષિત થયા છે. કાયોત્સર્ગમાં લીન બની ગયેલા છે. બળબળતો ઉનાળો, હાડ થીજાવી દે તેવો શિયાળો કે મુસળધાર વરસતા ચોમાસામાં પણ પોતાની કાયાથી ચલિત થયા નથી. ત્યાં ઉપજતા બધા ઉપસર્ગો કે પરીષહોને મૌનપણે સહન કર્યા છે. રાજ્યાદિ બાહ્ય પરીગ્રહનો તો પહેલા જ ત્યાગ કરી ચૂક્યા છે. ભારત પરના ક્રોધને પણ ઓગાળી દીધો છે અને નિષ્કપટ ભાવે સાધનામાં લીન છે. તો શું ખુટ્યું તેના સાધુપણામાં? કેવળ-માન કષાય. આ એક જ કષાયને મનમાં સંઘરીને ઉભા છે. હું ઋષભદેવ પાસે જઉ તો મારા નાના ભાઈઓને વંદન કરવું પડેને ? માટે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી જવું જ નથી. પણ સાધના સફળ થતી નથી. જેવું અભિમાન ગયું, માનકષાય ચાલ્યો ગયો. વંદનના ભાવથી પગ ઉપાડ્યો કે તુરંત કેવળજ્ઞાન થઈ ગયું કારણ ? સાચી સાધુતા પ્રગટી ગઈ તો સાધના સફળ થઈ. - મોક્ષને સાધે તે સાધુ કેવળ મોક્ષ માટેની જ પ્રવૃત્તિ હોય તેની એક જ માગણી સાધુ કરે કે, હોડ માં તુરં પમવો ભયવં હે ભગવન્! આપના પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ. (શું?) ભવનિર્વેદ, મોક્ષ માર્ગનું અનુસરણ. (પછી ?) ઇષ્ટ ફળની સિદ્ધિ - અહીં ઇષ્ટ ફળ એટલે મોક્ષ જ. બીજું કશું જ નહીં. - સાધુની આ લાંબી વ્યાખ્યા કે ઓળખમાં સમજણ ન પડે તો કલ્પસૂત્રકારનું કું વાક્ય યાદ રાખો - HIRIો મારિ પધ્વરૂણ ઘર છોડીને ઘર વગરના થયા અર્થાત્ ગૃહજીવનનો ત્યાગ કરીને ચારિત્રધર્મની સાધના કરે તે સાધુ. - સાધુ એટલે જે સોળદોષ ઉદ્ગમના, સોળ દોષ ઉત્પાદનના અને દશ દોષ એષણાના એ બેતાલીશ દોષરહિત એવા વિશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે, સમસ્ત ઇન્દ્રિયોનું દમન કરે, સંસારમાં આસક્ત ન રહે, બાવીશ પ્રકારના પરીષહોને સહન કરે, કલ્પાનુસાર વિહાર કરતા રહે, ભવિજીવને મુક્તિસુખમાં સહાયતા કરે તે -૦- સવ્ય - શબ્દનો અર્થ : નવકારમંત્રમાં સફૂM શબ્દ પૂર્વે સંલ્થ શબ્દ પ્રયોજાયેલ છે. આ સવ્વ શબ્દ સાધુ સાથે જોડાયેલ હોય ત્યારે તેનો અર્થ અને સવ્વ શબ્દનો સામાન્ય અર્થ એમ બે પ્રકારે શાસ્ત્રકાર મહર્ષિએ વર્ણાવેલ છે– વ્ય શબ્દ માટે ભગવતીજી સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિ લખે છે– સર્વ શબ્દ સામાયિકાદિ ચારિત્રના વિશેષણ રૂપ છે અર્થાત્ સામાયિક, છેદોપ સ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એ પાંચમાંથી કોઈપણ ચારિત્રથી યુક્ત હોય તે સર્વે સાધુને સાધુપદમાં ગણ્યા. સર્વ – પ્રમત્ત આદિ કે પુલાકાદિ સર્વે સાધુનો અહીં સમાવેશ કર્યો. મતલબ કે પ્રમત સાધુ હોય, અપ્રમત્ત સાધુ હોય, ઉપશમ શ્રેણીએ ચડેલ હોય કે ક્ષપક શ્રેણિએ ચડેલ હોય અર્થાત્ છઠાથી તેરમા ગુણઠાણા સુધી ગમે તે અવસ્થામાં હોય તે સર્વે સાધુને નમસ્કરણીય જ ગણવા.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy