________________
૭૧
નવકાર મંત્ર-સિદ્ધના પંદર ભેદ તેમને તીર્થંકર સિદ્ધ કહેવાય છે. જેમકે ઋષભદેવ આદિ.
૪. અતીર્થકર સિદ્ધ :- તીર્થકર સિવાયના જે સામાન્ય કેવળી છે, તે સિદ્ધિ પામે, તેને અતીર્થકર સિદ્ધ કહેવાય. જેમકે ગૌતમ, પુંડરીક આદિ સર્વે કેવલી.
૫. સ્વયંબુદ્ધ સિદ્ધ :- જે સ્વયં બોધ પામીને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધને ઓળખાવવા માટે અથવા પ્રત્યેકબુદ્ધથી તફાવત દર્શાવવા તેની ઓળખ ચાર પ્રકારે આપે છે – (૧) બોધિ, (૨) ઉપધિ, (૩) શ્રત અને (૪) લિંગ.
સ્વયંબુદ્ધો કોઈપણ બાહ્ય નિમિત્ત વિના જ બોધ પામી (બોધિ પ્રાપ્ત કરી) દીક્ષા લે છે. તેઓ જાતિસ્મરણાદિ જ્ઞાન કે કોઈ નિમિત્તથી બોધ પામતા નથી. સ્વયંબુદ્ધ બે પ્રકારના હોય છે. (૧) તીર્થકર (૨) તીર્થકર સિવાયના - જેવા કે સમરાદિત્ય આદિ. અહીં સ્વયંબુદ્ધ સિદ્ધમાં તીર્થકર સિવાયના જીવો જાણવા.
સ્વયંબુદ્ધને બાર પ્રકારની ઉપધિ હોય છે – પાત્ર, ઝોળી, પડલા, રજસ્ત્રાણ, પાત્રકેસરિકા, ગુચ્છા, પાત્રસ્થાપન, રજોહરણ, મુહપતિ, ત્રણ વસ્ત્ર જેમાં બે સુતરાઉ અને એક ગરમ (જેને હાલ કામળી કહે છે.)
સ્વયંબુદ્ધો પૂર્વભવે આગમ ભણેલા હોય અથવા ન પણ ભણ્યા હોય.
લિંગ અર્થાત્ સાધુવેશનો સ્વીકાર જાતે પણ કરે, સાધુવેશ દેવતા આપે અથવા ગુરુ સમીપે જઈને પણ કરે. જો તેઓ પૂર્વભવે શ્રત (આગમ) ભણ્યા હોય, તો ઉક્ત બેમાંથી કોઈપણ રીતે દીક્ષા ગ્રહણ કરે અને તેઓ એકાકી વિચરણ માટે સમર્થ હોય તો તેની ઇચ્છાથી એકલા વિચરે અથવા ગચ્છમાં રહે. જો પૂર્વભવે શ્રત ન ભણેલ હોય તો નિયમથી ગુરુ સમીપે દીક્ષા લે અને ગચ્છમાં જ વસે.
૬. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ :- પ્રત્યેક અર્થાત્ બાહ્ય નિમિત્તને આશ્રીને જેઓ બોધ પામે છે તેમને પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. તેઓ સિદ્ધિ પામે ત્યારે તેને પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે. કરકંડુ, નમિ આદિ નામો પ્રસિદ્ધ છે તેમનું સ્વરૂપ સ્પષ્ટ કરવા અથવા
સ્વયંબુદ્ધથી તેમનો તફાવત દર્શાવવા ચાર પ્રકારે તેમની ઓળખ અપાય છે. (૧) બોધિ, (૨) ઉપધિ (૩) શ્રત અને (૪) લિંગ
-- બોધિ :- બાહ્ય નિમિત્ત પામીને જાતિસ્મરણ જ્ઞાનથી બોધ પામે છે. જેમકે કરકંડુ રાજા રોજ એક પુષ્ટ બળદને જોતા હતા. કેટલાંક સમય પછી તે યુવાન અને પુષ્ટ બળદને જીર્ણ થઈ ગયો જોઈને વૈરાગ્ય પામ્યા. દીક્ષા લીધી. એ જ રીતે નગ્નતિ નામે રાજા રયવાડીએ નીકળ્યો (રાજ રસાલા સાથે ફરવા નીકળ્યો) ત્યાં નવીન પલ્લવોથી રક્ત ને માંજરોથી પીતવર્ણ દેખાતું એવું એક સદા ફળયુક્ત આમ્રવૃક્ષ જોયું. તે મનોહર વૃક્ષની એક માંજર રાજાએ માંગલિકને માટે ગ્રહણ કરી. ત્યાંથી આગળ ચાલ્યો. તેને અનુસરતા આખા સૈન્યએ પાછળથી તે વૃક્ષના પાંડા, પલ્લવ, માંજર જે કંઈ હાથમાં આવ્યું તે ગ્રહણ કર્યું. મનોહર લાગતું એવું નવપલ્લવિતવૃક્ષ ઠુંઠા જેવું થઈ ગયું. રાજાએ પાછા ફરતી વખતે તે ઠુંઠું જોયું ત્યારે રાજાને થયું કે આ શોભા (લક્ષ્મી) પણ કેવી ચંચળ છે ? હજી હમણાં જ રમણીય લાગતું એવું વૃક્ષ ક્ષણવારમાં તો જોવાલાયક પણ ન રહ્યું. નિશ્ચયથી સર્વે સંપત્તિ અસ્થિર છે. એ રીતે