________________
૭૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
બોધ પામી દીક્ષા અંગીકાર કરી.
આવા પચાશ કરતા વધુ પ્રત્યેકબુદ્ધની નોંધ અમારા આગમ કથાનુયોગ ભાગ૨માં કરેલી છે. તેઓ સર્વે બાહ્ય નિમિત્તથી બોધ પામી દીક્ષિત થયા.
– ઉપધિ :- પ્રત્યેકબુદ્ધને બે પ્રકારે ઉપધિ કહેલી છે. જઘન્યથી બે પ્રકારે અને ઉત્કૃષ્ટથી નવ પ્રકારે. જો બે પ્રકારની ઉપધિ હોય તો માત્ર રજોહરણ અને મુહપત્તિ હોય જો નવ પ્રકારે ઉપધિ હોય તો બે સુતરાઉ અને એક ઉનનું તે ત્રણ વસ્ત્ર વિના ફક્ત પાત્ર અને તે સંબંધી ઉપધિ હોય. એટલે કે પ્રત્યેકબુદ્ધ પાત્ર કે ઉપધિ વગરના પણ હોઈ શકે અને વસ્ત્ર તો હોય જ નહીં.
– કૃત :- પ્રત્યેકબુદ્ધને પૂર્વભવે શ્રત (આગમ)નો અભ્યાસ નિયમથી હોય છે. તેઓ જઘન્યથી અંગીયાર અંગો અને ઉત્કૃષ્ટથી કિંચિત્ જૂન દશ પૂર્વો ભણેલા હોય છે.
– લિંગ :- તેઓને લિંગ અર્થાત્ સાધુવેશ દેવતા આપે છે અથવા ક્યારેક તેઓ સાધુવેશ રહિત પણ રહે છે. તેઓ નિયમથી એકલા જ વિચરે છે. કદાપી ગચ્છમાં વસતા નથી.
૭. બુદ્ધબોધિત સિદ્ધ :- આચાર્યથી બોધ પામીને બોધિત થયેલા હોય, પછી સિદ્ધ થાય તો તેને બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય છે. (અહીં જેઓ બોધ પામીને તે જ ભવે સિદ્ધ થાય તેમને જ ગ્રહણ કરવા. બાકી તો તીર્થકર પણ પૂર્વે કોઈ ભવે આચાર્યથી બોધિત થયા હોય છે. તેને બુદ્ધબોધિતસિદ્ધ કહ્યા નથી.)
ઉક્ત સાત ભેદોમાં સ્ત્રીલિંગ, પેલિંગ કે નપુંસકલિંગે સિદ્ધ હોઈ શકે છે. ફક્ત પ્રત્યેકબુદ્ધસિદ્ધ માત્ર પુંલિંગ હોય છે અને તીર્થંકરસિદ્ધ કદી નપુંસકલિંગ સિદ્ધ હોતા નથી.
૮. સ્ત્રિલિંગ સિદ્ધ :- જેઓ સ્ત્રી રૂપે જન્મીને સિદ્ધ થાય તેને સ્ત્રીલિંગસિદ્ધ કહે છે. અહીં સ્ત્રીવેદનો ઉદય અર્થ નથી લેવાનો પણ સ્ત્રી શરીર અર્થ લેવાનો છે. (સ્ત્રી પણ મોક્ષે જઈ શકે તેની વિશદ્ ચર્ચા પ્રજ્ઞાપનાવૃત્તિમાં છે.)
૯. પુરૂષલિંગસિદ્ધ :- જેઓ પુરષ રૂપે જન્મીને સિદ્ધ થાય તેને પુરૂષલિંગસિદ્ધ કહેવાય છે. અહીં પણ પુરુષવેદનો ઉદય અર્થ નથી લેવાનો પણ પુરુષ શરીર અર્થ લેવાનો છે.
૧૦. નપુંસકલિંગસિદ્ધ:- જેઓ નપુંસકપણું પામ્યા હોય, છતાં સર્વવિરતિ પામીને મોક્ષે જાય તે નપુંસકલિંગસિદ્ધ કહેવાય. (જો કે અહીં એકમત એવો છે કે જો જાત્ય (જન્મગત) નપુંસક હોય તો તે સિદ્ધ ન થાય, પણ કૃત્ નપુંસક (પછીથી નપુંસક કરાયેલ હોય) તો તે ગાંગેયની માફક સિદ્ધ થાય છે.)
૧૧. સ્વલિંગસિદ્ધ:- જૈન સાધુવેશમાં સિદ્ધ થાય તે અહીં દ્રવ્યથી બાહ્ય વેશ અર્થાત્ રજોહરણ આદિ ચિન્હની અપેક્ષાએ સ્વલિંગપણું ગણેલ છે.
૧૨. અન્યલિંગસિદ્ધ :- જૈનેત્તર એવા પરિવ્રાજક, સંન્યાસી આદિના વેશે જે સિદ્ધ થાય તે અન્યલિંગસિદ્ધ કહેવાય. (જો કે તેઓને જાતિસ્મરણાદિથી કેવળજ્ઞાન પ્રગટ્યા પછી આયુષ્ય બાકી હોય તો દેવતા મુનિવેશ આપે છે.)