SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ મંગળકારી સિદ્ધિપદે રહેલા, અનંત સુખે કરી યુક્ત, તે સિદ્ધ.. – રાગદ્વેષ રૂ૫ શત્રુને મૂળમાંથી ઉખેડી નાખનાર, અમૂઢ લક્ષ્યવાળા, સયોગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વાભાવિક સુખનો અનુભવ કરનાર, ઉત્કૃષ્ટ પદે (મોક્ષ) પહોંચેલા, તે સિદ્ધ.. – રાગાદિક શત્રુઓનો તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપી અગ્નિ વડે ભવબીજ (ક)ને બાળી નાંખનાર, યોગીશ્વરોને આશ્રય કરવા યોગ્ય અને સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યોગ્ય, તે સિદ્ધ... – પરમ આનંદને પામેલા, ગુણોના સારભૂત, ભવરૂપી કંદનો સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર વળી રાગદ્વેષાદિ કંકોનો નાશ કરનાર, તે સિદ્ધ... - પરમ બ્રહ્મને પામેલા, મોક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાએલા, ત્રણ ભુવનરૂપી ઘરને ધારણ કરવામાં તંભ સમાન, આરંભરહિત એવા, તે સિદ્ધ (મને શરણ થાઓ). સિદ્ધના પંદર ભેદ : સિદ્ધના દશ (ચૌદ) ભેદોમાં કર્મક્ષયસિદ્ધને સિદ્ધ સ્વરૂપે સ્વીકાર્યા તે સાચું પણ આવી સિદ્ધતા પ્રાપ્ત કરવા માટે પંદર પ્રકારોનો ઉલ્લેખ જોવા મળે છે. તેથી જ “પુનરામે સિદ્ધ” એમ કહેવાયું છે તે આ પ્રમાણે (પ્રજ્ઞાપના સૂત્ર-૧૬ + તેની વૃત્તિ જીવાજીવાભિગમ સૂત્ર-૭ની વૃત્તિ અને લલિતવિસ્તરા મુજબ) ૧. તીર્થ સિદ્ધ :- અરિહંત પરમાત્મા દ્વારા તીર્થની સ્થાપના - ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી જ્યાં સુધી તીર્થ રહે ત્યાં સુધીમાં જે કોઈ જીવ સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય. ૨. અતીર્થ સિદ્ધ :- તીર્થનો અભાવ તે અતીર્થ તીર્થનો અભાવ બે પ્રકારે છે - (૧) તીર્થ ઉત્પન્ન ન થયું હોય તે અને (૨) તીર્થનો વિચ્છેદ થયો હોય તે. આ બંને સ્થિતિમાં જે સિદ્ધ થાય તેને અતીર્થ સિદ્ધ કહેવાય. તીર્થ ઉત્પન્ન થયા પહેલાના સિદ્ધમાં મરૂદેવી માતાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. કેમકે ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન થયું. હજી તીર્થ, ચતુર્વિધ સંઘ કે ગણધરની સ્થાપના થઈ નથી. ભરત ચક્રવર્તી મરૂદેવી માતાને લઈને ભગવંતની ઋદ્ધિનું દર્શન કરાવવા લાવ્યા છે. ત્યાં જ મરૂદેવી માતાને હાથીની અંબાડી ઉપર કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે. તીર્થની સ્થાપના તો તે પછી થઈ માટે તેમને અતીર્થસિદ્ધ કહ્યા. તીર્થનો વિચ્છેદ થયો હોય તેવો અંતર્ કાળ - નવમા અને દશમાં તીર્થકરના મધ્યના કાળમાં સાધુઓનો અભાવ થયો, તીર્થ વિચ્છેદ પામ્યું. તે વખતે જેઓ જાતિસ્મરણાદિ જ્ઞાન વડે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધ થયા તે પણ અતીર્થસિદ્ધ કહેવાય. ૩. તીર્થકર સિદ્ધ :- જેઓ પોતે જ તીર્થકર છે અને પછી સિદ્ધિને પામે છે
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy