SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સિદ્ધની ઓળખ ઉલટા ક્રમે કરે - પછી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. એ રીતે સમુઘાત કર્યા પછી કેવળી અંતમુહૂર્ત સંસારમાં રહે, પછી મન, વચન, કાયાના યોગનો નિરોધ કરે. પછી શૈલેશી ભાવને પામે. અહીં શૈલેશનો અર્થ મેરુ થાય છે. મેરુ માફક જે અવસ્થામાં સ્થિરતા હોય, તે શૈલેશી અવસ્થા. તે માત્ર પાંચ હસ્તાક્ષર કાળ જેટલી રહે ત્યારપછી જીવ સિદ્ધ થાય. આ રીતે કર્મક્ષય સિદ્ધને જ “નમો સિદ્ધાણં'ના સિદ્ધનો અર્થ જાણવો. - અંતઃકૃત્ કેવલી એવા કેટલાંક વિશિષ્ટ કોટિના જીવો આઠે કર્મોનો ક્ષય પણ એક સાથે કરીને સિદ્ધ થાય છે. જેમકે લઘુ દષ્ટાંત :- ગજસુકુમાલે અત્ અરિષ્ટનેમિ પાસે દીક્ષા ગ્રહણ કરી, તેઓ અણગાર બની ગયા. દીક્ષાના દિવસે ચોથા પ્રહરે અહંતુ અરિષ્ટનેમિ પાસેથી વિધિપૂર્વક આજ્ઞા પ્રાપ્ત કરી મહાકાલ શ્મશાનમાં એકરાત્રિની મહપ્રતિમા ધારણ કરીને રહ્યા. કાયાને કંઈક નમાવીને, ભુજાઓને લાંબી લટકાવીને અને બંને પગ સંકોચીને અપલક નેત્રે શુષ્ક પુદ્ગલ પર દૃષ્ટિ કેન્દ્રિત કરીને ધ્યાનમગ્ન થઈ ગયા છે. તે સમયે સોમિલ બ્રાહ્મણે ત્યાંથી પસાર થતી વખતે ગજસુકુમાલને જોયા. તેના હૃદયમાં વૈરભાવના જાગૃત થઈ. પ્રચંડ રોષ અને વેષથી મુનિને મરણાંત કષ્ટ આપવાનું વિચારીને ભીની માટી લીધી. ગજસુકુમાલ મુનિના મસ્તક પર માટીની પાળ બાંધી સળગતી ચિત્તામાંથી બૈરના લાકડાના અંગારા લીધા. ગજસુકુમાલ મુનિના મસ્તકમાં ભરી દીધા. ત્યારે ગજસુકુમાલ મુનિને અત્યંત દારુણ અને દુઃસહ્ય વેદના ઉત્પન્ન થઈ તે વેદનાને સમભાવે સહન કરતા શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને તાવરણીય કર્મનો ક્ષય થવાથી તેઓ ત્યારે જ કેવલી બન્યા અને તુરંત સિદ્ધ થયા - યાવત્ - સર્વ દુઃખથી મુક્ત થયા. આ રીતે અંતઃકૃતકેવલી જીવો આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય ૦ સિદ્ધનું સ્વરૂપ :શ્રી પદ્યવિજયજીએ સિદ્ધની ઓળખ આપતા સ્તવનમાં કહ્યું છે, “અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દંશણ નારીજી; અવ્યાબાધ અનંતુ વિરજ, સિદ્ધ પ્રણમો ભવિ પ્રાણી...” જ્યારે રત્નશેખર સૂરિજી સિદ્ધ પરમાત્માની ઓળખ આપીને શ્રીપાલ ચરિત્રમાં જણાવે છે કે, “જેઓ પંદર ભેદથી પ્રસિદ્ધ છે, કર્મના ગાઢ બંધનથી મુક્ત થયેલા છે, અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટયના ધારક છે, તેવા સિદ્ધ ભગવંતોનું તન્મય ચિત્તથી ધ્યાન ધરવું જોઈએ. ચઉસરણ પયન્નાની ગાથા ૨૪ થી ૨માં પણ સ્વરૂપ દર્શાવે છે– - આઠ કર્મના ક્ષયથી સિદ્ધ થયેલા, સ્વાભાવિક જ્ઞાન-દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિ સિદ્ધ થઈ છે જેમને તેવા, સિદ્ધ.. – ત્રણ ભુવનના મસ્તકે રહેલા, પરમપદ-મોક્ષને પામેલા, અચિંત્ય બળવાળા,
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy