________________
૬૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સિદ્ધપણું ઉત્પન્ન થાય તેને કર્મક્ષય સિદ્ધ કહેવાય છે.
આ ચૌદ પ્રકારના સિદ્ધોમાં આપણે અહીં “નમો સિદ્ધાણં' પદની વ્યાખ્યામાં માત્ર “કર્મક્ષયસિદ્ધ"ને જ ગ્રહણ કરવાના છે. બાકીના સિદ્ધો જેવા કે કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ ઇત્યાદિ સિદ્ધ ગ્રહણ થતા નથી.
• સિદ્ધ - (સુદેવ એવા કર્મક્ષયસિદ્ધ)ની વિશેષ ઓળખ :આવશ્યક નિર્યુક્તિ તથા વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવે છે તે પ્રમાણે –
કોઈપણ જીવ સિદ્ધ થાય ત્યારે આઠે કર્મોનો ક્ષય થયો હોય છે. જેમાં ચાર પ્રકારે છાઘસ્થિક કર્મ છે અને ચાર પ્રકારે ભવોપગ્રાહી કર્મ છે. છાઘસ્થિક કર્મોનો ક્ષય છતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થતા જીવ સિદ્ધ થાય છે. અહીં વિશેષાવશ્યક ભાષ્યકાર પ્રશ્ન કરે છે કે – જીવોના ભવોપગ્રાહી એવા ચાર કર્મો – વેદનીય, આયુ, નામ અને ગોત્ર. આ ચારેનો ક્ષય એક સાથે થાય છે કે ક્રમશઃ ક્ષય થાય છે ?
કોઈપણ જીવ સિદ્ધ થાય ત્યારે વેદનીય આદિ ચારેનો એક સાથે જ ક્ષય કરે છે. અલગ-અલગ સમયે ક્ષય કરતો નથી.
જે જીવના વેદનીય આદિ ચારે કર્મો સ્વાભાવિક સમાન સ્થિતિવાળા હોય તે જીવ સમુઘાત કર્યા સિવાય જ એકી સાથે ચારે કર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. જો તે કર્મો સ્વાભાવિક સમાન સ્થિતિવાળા ન હોય તો સમુદૂઘાત કરીને તેને સમાન સ્થિતિવાળા બનાવી, પછી ક્ષય કરે છે. અહીં શાસ્ત્રોક્ત નિયમ એવો છે કે જો ચારે કર્મોની સ્થિતિ સમાન ન હોય તો હંમેશાં આયુષ્યકર્મની સ્થિતિ ઓછી અને બાકીના ત્રણ કર્મની સ્થિતિ જ વધારે હોય. કદાપી આયુષ્યની સ્થિતિ વધુ અને વેદનીય આદિની ઓછી હોય તેમ બનતું નથી.
જીવ કેવલી સમુઘાત થકી આયુષ્ય સિવાયના ત્રણે કર્મોનું અપવર્તનાકરણ કરે છે. અપવર્તનાકરણ દ્વારા બાકીના ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મ જેટલી સમાન બનાવે છે. જ્યારે આયુષ્યકર્મનો કાળ અન્તર્મુહૂર્ત રહે ત્યારે જીવ કેવલી સમુઘાત કરે છે. પછી શૈલેશી અવસ્થાને પામે છે અને પછી મોક્ષગમન થાય છે.
સમુદ્યાત એટલે આયુ કરતા અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મનો સખ્યકુ પ્રકારે અત્યંત ઘાત કરવો તે. સમુદઘાત કરવા માટે –
પહેલા સમયે ઉર્ધ્વ અધો, દીધે, લોકાંતગામી આત્મપ્રદેશનો દંડ પોતાના દેહ પ્રમાણ પહોળો તે કેવલી કરે.
બીજા સમયે પૂર્વ-પશ્ચિમ ફેલાવીને કપાટ કરે.
ત્રીજા સમયે દક્ષિણ-ઉત્તર દિશામાં ફેલાવીને મંથન કરે. એ પ્રમાણે કંઈક ન્યૂન લોક પૂરાય છે.
ચોથા સમયે જીવ અને પુદ્ગલનું સમશ્રેણી ગમન હોવાથી જે આંતરા પૂર્યા વિનાના રહ્યા તેને પૂર્ણ કરે.
પાંચથી આઠમા સમયમાં પ્રતિલોમપણે સંકરણ કરે અર્થાત્ ઉપરોક્ત ક્રિયા