________________
નવકાર મંત્ર-સિદ્ધના ભેદો
૬૭ કહેવાય જેમકે - કોઈ એક નગરમાં સુંદર-સોહામણો એવો રાજા હતો. તેણે વિષયલોલુપતાથી કોઈ એક સાધ્વીને પકડી લીધા. પોતાના મહેલમાં લઈ ગયો. સકલશ્રી સંઘ એકઠો થયો, સાધ્વીજીને મૂક્ત કરાવવાની વિચારણા ચાલી. ત્યારે તેમાં કોઈ મંત્રસિદ્ધ હતા. તેણે કહ્યું કે સંઘની આજ્ઞા હોય તો હું મંત્રબળથી છોડાવી દઉં. તેણે રાજાના મહેલના આંગણે રહેલા સ્તંભને અભિમંત્રિત કર્યો. તે સ્તંભ ખટુ ખટું કરતો આકાશમાં ઉડ્યો તેને કારણે મહેલના બીજા સ્તંભો પણ હચમચી ગયા. રાજા તે જોઈને ઘણો જ ભયભીત થઈ ગયો. તુરંત સાધ્વીજીને મુક્ત કરી, સંઘની ક્ષમા માંગી, મંત્રસિદ્ધ આવા પ્રકારના હોય છે.
૮. જોગસિદ્ધ - પરમ આશ્ચર્ય ફળયુક્ત કે પરમ અદ્ભુત કાર્ય જેને સિદ્ધ થયેલ તેવા અતિશયધારીને જોગસિદ્ધ કહે છે.
૯. આગમસિદ્ધ - સર્વ અંગમાં પારંગત અર્થાત્ દ્વાદશાંગના જ્ઞાતા. ૧૦. અર્થસિદ્ધ - મમ્મણશેઠની જેમ અર્થને સિદ્ધ કરનાર,
૧૧. યાત્રાસિદ્ધ - સ્થળ, જળ આદિ માર્ગોમાં જે સંદેવ અવિસંવાદિતપણે યાત્રા કરતો હોય છે, જેણે બાર વખત સમુદ્ર યાત્રા કરી તે યાત્રાસિદ્ધ.
૧૨. અભિપ્રાય સિદ્ધ - અહીં અભિપ્રાયનો અર્થ બુદ્ધિ કરેલ છે. તેથી તેને બુદ્ધિસિદ્ધ પણ કહી શકાય. જેને બુદ્ધિ વિપુલ, વિમલ અને સૂક્ષ્મ હોય તે બુદ્ધિ સિદ્ધ. તેના ચાર ભેદ છે (૧) ઔત્પાતિકી (૨) વૈનયિક (3) કાર્મિક અને (૪) પારીણામિક. આ ચાર બુદ્ધિસિદ્ધોના અનેક દૃષ્ટાંત નંદી સૂત્ર, આવશ્યક વૃત્તિ ઇત્યાદિમાં આવે છે.
૧૩. તપસિદ્ધ – જેઓ બાહા અત્યંતર તપને આદરતા, શ્રમ કે ખેદને અનુભવતા નથી તેને તપસિદ્ધ કહેવાય છે. જેમ કે દઢપ્રહારી.
એક બ્રાહ્મણ ઘણો દુર્દાન્ત અને અવિનયી હતો. કાળક્રમે તે ચોર સેનાપતિ થયો. એક જ પ્રહારથી ગમે તેને ઢાળી દેવા સમર્થ હોવાથી તેને દૃઢપ્રહારી નામે ઓળખવા લાગ્યા. તે કોઈ ગામમાં ગયો. ત્યાં મહાસંગ્રામ થયો. તેવામાં એક નિર્દોષ બ્રાહ્મણ વચ્ચે આવ્યો. નિર્દયતાથી તેનું મસ્તક છેદી નાંખ્યું. ત્યારે બ્રાહ્મણ પત્ની આવીને બોલી, હે નિષ્ફર ! આ તે શું કર્યું ? તેણીને પણ મારી નાંખી, તે વખતે તે સ્ત્રીનો ગર્ભ પણ બે ટુકડા થઈને પડ્યો. તે બધું જોઈને તેને નિર્વેદ થયો. સાધુને જોઈને આ પાપથી બચવાનો ઉપાય પૂછ્યો. પછી ચારિત્ર ગ્રહણ કર્યું
પોતાના કર્મોને સમૂળગા ખતમ કરવા માટે ઘોરાતિઘોર અભિગ્રહ ગ્રહણ કરીને ત્યાં જ વિચારવા લાગ્યા. ત્યાંના લોકો તેનો તિરસ્કાર કરતા મારતા તો પણ બધું સમ્યક્ પ્રકારે સહન કર્યું. ઘોર કાયકલેશ તપ થયો. ભોજન ન મળતું. તે અનશન તપ થતો, તે પણ સારી રીતે કર્યો. એ રીતે કર્મો ખપતા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું - આ તપસિદ્ધ.
૧૪. કર્મક્ષયસિદ્ધ – દીર્ધકાળની સ્થિતિવાળા જે બાંધેલા આઠ પ્રકારના કર્મ, તે બાંધેલા કર્મને જે ભવ્ય જીવ ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી નાંખે છે. એવા સિદ્ધને