SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જગચિંતામણિ સૂત્ર-શબ્દજ્ઞાન ૨૮૯ વિશિષ્ટ વ્યાખ્યા માટે સૂત્ર-૧૩ નમુત્યુ નું નોટાના પદ પણ જોવું – નાથ એટલે “જે અનાથ નથી તે'. તો પછી “અનાથ' કોણ ? જ્યારે શ્રેણિક મહારાજાએ એક મહામુનિને જોયા ત્યારે કુતુહલવશ થઈને તેઓને યુવાવસ્થામાં દીક્ષા લેવાનું કારણ શું ? તેમ પૂછ્યું. ત્યારે તે મુનિએ કહ્યું કે હે રાજન્ ! હું અનાથ હતો, મારો કોઈ નાથ ન હતો, કોઈ મિત્ર કે સ્વજન ન હતો. માટે મેં દીક્ષા લીધી. આ સાંભળીને મગધના અધિપતિ રાજા શ્રેણિકે તેમને કહ્યું. આપ દેખાવમાં તો ઋદ્ધિસંપન્ન લાગો છો તો પણ તમારો કોઈ નાથ કેમ ન હોય? તો પણ હે ભદંત! ચાલો હું તમારો નાથ થવા તૈયાર છું. ચાલો મિત્રો, જ્ઞાતિજનો સાથે ભોગ ભોગવો. હે શ્રેણિક ! તું સ્વયં અનાથ છે. જ્યારે તું જ અનાથ છે ત્યારે તું કોઈનો નાથ કઈ રીતે બનવાનો છે ? રાજા પહેલેથી વિસ્મિત તો હતો જ. પણ પહેલાં કદાપી સાંભળેલ ન હોય તેવા આ વચનો મુનિ પાસેથી સાંભળીને વધુ વિસ્મિત થયો. તેણે કહ્યું. મારી પાસે હાથી, ઘોડા, નગર, અંતઃપુર બધું જ છે, હું મનુષ્યજીવનના બધાં જ સુખો ભોગવી રહ્યો છું. મારી પાસે રાજ્ય અને દ્ધિ-સમૃદ્ધિ છે. સર્વ પ્રકારના કામભોગ મને પ્રાપ્ત છે, તો પછી હું અનાથ કઈ રીતે કહેવાઉ ? હે રાજન્ ! તને અનાથનો અર્થ અને પરમાર્થ જ ખબર નથી તું ધ્યાનથી સાંભળ કે ખરેખર “અનાથ' કેવા હોય છે ? અસાધારણ સુંદર એવી કૌશાંબી નગરી છે. ત્યાં મારા પિતા છે, તેની પાસે પ્રચુર ધન હતું. ઘણી જ ઋદ્ધિ અને સંપત્તિ હતી. હે રાજન્ ! યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. તેનાથી મારા આખા શરીરમાં બળતરા થતી હતી. કોઈ તીક્ષ્ણ શસ્ત્રો શરીરમાં ઘુસાડે ત્યારે જે વેદના થાય તેવી વેદના મારી આંખમાં થતી હતી. આ વેદના ઇન્દ્રના વપ્રહારથી પણ ભયંકર હતી. તેને કારણે મારા હૃદય, મસ્તક આદિમાં પણ દારુણ વેદના થતી હતી. આવા સમયે – – વૈદ્યો અનેક ઉપચારો કરવા છતાં મારી વેદનાને સમાવીને મને દર્દ મુક્ત ન કરી શક્યા. તે હતી મારી અનાથતા. – પિતા ધનના ભંડારો લુંટાવતા હતા, તો પણ મારી વેદના ટાળી ન શક્યા, તે હતી મારી અનાથતા. - માતા પુત્રના શોકે દુઃખારૂં થઈ પણ તેનું વાત્સલ્ય પુત્રને દર્દથી છોડાવી ન શક્યું તે હતી મારી અનાથતા. – સહોદર ભાઈઓ પુરતો પરિશ્રમ કરી ચૂક્યા, તો પણ વેદના હળવી ન બની તે હતી મારી અનાથતા. – સહોદર બહેનો પણ આ દુઃખ લઈ ન શકી, તે હતી મારી અનાથતા. – પતિવ્રતા, પ્રેમમાં રક્ત પત્ની આંસુભરી આંખે હૈયું ભિંજવતી ઉભેલી, સેવા [1|19
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy