________________
૨૨૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ થાય તેઓ નિંદા થાય ત્યારે અવશ્ય રોષ પણ કરે. આ રીતે સર્વત્ર જેનું ચિત્ત સમાન નથી તે સર્વનું હિત કરનાર કેવી રીતે બને ? તીર્થકર ભગવંતો રાગ અને દ્વેષનો ક્ષય થવાથી ત્રણે લોકને જાણનારા છે, પોતાના આત્મામાં અને પારકામાં તુલ્ય ચિત્તવાળા છે અને તેથી સજ્જનો દ્વારા સદા પૂજા કરવા યોગ્ય છે. જે રીતે ઠંડીથી પીડાતા પ્રાણીઓ પર “અગ્નિ રાગ કે દ્વેષ કંઈ કરતો નથી, તેમ તેમને બોલાવતો પણ નથી. તો પણ જે તેનો આશ્રય અંગીકાર કરે છે તે પોતાના ઇષ્ટને મેળવે છે. તેવી રીતે ત્રણ ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા તીર્થકર ભગવંતોનો જે લોકો ભક્તિથી સારી રીતે આશ્રય સ્વીકારે છે, તેઓ સંસારરૂપી ઠંડીને દૂર કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.
– જો કે અરિહંતો રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી. તો પણ અચિંત્ય ચિંતામણી સમાન એવા તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિપૂર્વક કરેલી
સ્તુતિના પ્રભાવે સ્તુતિકારને જે અભિલષિત ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત તો અરિહંતો જ છે.
૦ પીયત શબ્દ માટે લલિત વિસ્તરા ગ્રંથમાં તાર્કિક રજુઆત છે–
પ્રશ્ન :- આ પદ પ્રાર્થના છે કે નહીં? જો પ્રાર્થના હોય તો તે ઠીક નથી, કેમકે તેમાં આશંસા સ્વરૂપ છે. હવે જો આ પ્રાર્થના નથી તો તેનો ઉપન્યાસ નિષ્પયોજન છે કે સપ્રયોજન ? જો નિષ્ઠયોજન છે તેમ કહેવામાં આવે તો વંદનસૂત્ર-લોગસ્સ સૂત્ર અચારુ, ઠરે, કારણ કે તેમાં નિરર્થક પદનો ઉપચાસ થયેલો ગણાય અને જો સપ્રયોજન કહેવામાં આવે તો અયથાર્થ હોવાથી પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ?
સમાધાન :- આ પ્રાર્થના નથી. કેમકે અહીં પ્રાર્થનાનું લક્ષણ ઘટતું નથી. પ્રસાદની પ્રાર્થના તો – (૧) વીતરાગ ભગવંતના અપ્રસાદની સૂચક છે. કેમકે લોકમાં તેવી પ્રસિદ્ધિ છે, એવું દેખાય છે કે, અપ્રસન્ન હોય તેને પ્રસન્ન કરવા પ્રાર્થના કરવામાં આવે, જો અપ્રસન્ન જ ન હોય તો પ્રસન્નતા માટે પ્રાર્થના કરવાની શી જરૂર ? (૨) ભાવિમાં અપ્રસન્ન ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે, તેમ કહો તો પણ પૂર્વોક્ત કારણથી જ બાધ આવે. આમ બંને રીતે તેમાં અવીતરાગતા જ સાબીત થાય છે.
વળી તેમ કરવાથી સ્તુતિના લક્ષણનું ઉલ્લંઘન થાય છે. કેમકે વગર વિચાર્ય બોલવાથી ભગવંતમાં અવીતરાગતા દોષનું આક્રમણ અર્થાપત્તિ ન્યાયથી સુલભ બને. (અર્થાપત્તિ ન્યાય - પેલો જાડીયો દિવસે ખાતો નથી અર્થાત્ રાત્રે ખાય છે. તેમ ભગવંત પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે. તેનો અર્થ ક્યારેક અપ્રસન્ન પણ થાય છે.) સજ્જનોની એવા પ્રકારની વચન પદ્ધતિ હોતી નથી કે જેથી મૂળ તત્ત્વમાં જ બાધ આપે. કેમકે જિન માર્ગ વચનની કુશળતા યુક્ત પુરુષોથી જ સમજાય તેવો છે.
– તો પછી પયંતુ વચનનો ઉપન્યાસ નિપ્રયોજન કે પ્રયોજન ?
– સમાધાન - આ ઉપન્યાસ યુક્તિયુક્ત જ છે. આ વચન ભગવંતની સ્તુતિરૂપ હોવાથી કહ્યું છે કે, આ ભગવંતોના રાગાદિ કલેશો ક્ષીણ થઈ ગયેલા છે તેથી તેઓ પ્રસન્ન થતા નથી પણ તેમની કરેલી સ્તુતિ નકામી જતી નથી. કેમકે તેઓની સ્તુતિ કરવાથી ભાવોની વિશુદ્ધિ થાય છે પરિણામે કર્મોનો નાશ થાય છે. (જેમ ચિંતામણી