________________
૨૨૯
લોગસ્સ સૂત્ર-વિવેચન રત્ન જડ છે તો પણ વિધિપૂર્વક આરાધવાથી ફળ આપે જ છે તેમ).
૦ ચૈત્યવંદન મહાભાષ્ય – જે સ્તુતિ કરવાથી તુષ્ટ-પ્રસન્ન થાય તે નિંદા કરવાથી અવશ્ય રષ્ટ પણ થાય. તો તેઓ વીતરાગ શબ્દને કેવી રીતે ધારણ કરી શકે? તો પછી તેમની સ્તુતિ પણ કેમ કરાય ? જો વીતરાગ પ્રસન્ન થતા નથી તો પીવંતુ બોલવાનો હેતુ શો ? તેનું સમાધાન કરતા ત્યાં કહ્યું કે, સાચી વાત છે. રાગદ્વેષ વિનાનાને ભગવંતો તુષ્ટ થતા નથી, તો પણ ભક્તિપૂર્વકના આ વચન વડે કર્મોનો ક્ષયોપશમ થવાથી ભવ્ય આત્માઓનું સમ્યક્ કલ્યાણ થાય છે.
૦ યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહના મતે – જો કે ભગવંત તો વીતરાગ હોવાથી સ્તુતિ કરવામાં આવે તો રાગ ધારણ કરતા નથી અને નિંદા કરવામાં આવે તો કેષવાળા બનતા નથી તો પણ જેમ ચિંતામણિ, મંત્ર આદિના આરાધક તેનું ફળ મેળવે છે તેમ જે સ્તુતિ કરે છે તે પણ સ્તુતિનું ફળ અને નિંદા કરનાર નિંદાનું ફળ મેળવે જ છે.
૦ વીતરાગ સ્તોત્ર :- તે વીતરાગતાને કારણે સ્તુતિથી સંતુષ્ટ કે નિંદાથી ઠેષ પામતા નથી, તો પણ “અપ્રસન્ન હોય તેનાથી ફળ કેમ પ્રાપ્ત થાય ?" એ પ્રશ્ન અસંગત છે. કેમકે અચેતન એવા પણ ચિંતામણિ વગેરે ફળ નથી આપતા? ફરી પૂછે છે કે જો તે ભગવંતો પ્રસન્ન નથી થતા તો શા માટે “પ્રસન્ન થાઓ' એવો વ્યર્થ પ્રલાપ કરવો ? તેનું સમાધાન આપતા કહે છે કે, વસ્તુતઃ તેમ નથી. ભક્તિના અતિરેકથી એમ બોલાય તો કોઈ જ દોષ નથી. (આનંદધનજી સ્તવનમાં કહે છે કે, “ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે ? આ ભક્તિ અતિરેક વચન જ છે ને ?)
૦ લઘુ દષ્ટાંત :- રાજગૃહી નગરીનો રાજા શ્રેણિક સમ્યકત્વ પ્રાપ્તિ થયા પછી ભગવંત મહાવીરનો અનન્ય ભક્ત બની ગયો. તેના રોમ રોમમાં પરમાત્મા મહાવીર વસી ગયા. તે અરિહંત પરમાત્માની ત્રિકાળ પૂજા કરે છે. ભગવંતના સાધુસાધ્વી પરત્વે પણ તેટલો જ આદરવાનું છે. જ્યારે કોઈ દેવે માયા કરી કુષ્ઠીનું રૂપ વિફર્થ અને ભગવંતને “મરો” એમ કહ્યું ત્યારે રોષાયમાન થઈ શ્રેણિકે તેને પકડવા પોતાના સૈનિકો દોડાવ્યા. આટલું બધું ભગવંત પરનું બહુમાન હતું. એટલું જ નહીં રાજા શ્રેણિક રોજ સોનાના ૧૦૮ જવ ઘડાવતો અને પરમાત્મામાં જે દિશામાં વિચરતા હોય તે દિશામાં રોજ સવારે સાત ડગલા ચાલી ભગવંત મહાવીરને ભાવ વંદના કરીને આ સોનાના જવથી વધાવતો હતો. પરીણામ કેટલું સુંદર આવ્યું? ભગવંત મહાવીરની ભક્તિ અને બહુમાન વડે તેણે પણ તીર્થકર નામકર્મ બાંધ્યું. એટલું જ નહીં ભગવંતની જેટલું જ ૭૨ વર્ષનું આયુષ્ય બાંધ્યું. આ બધું કોની કૃપાથી ? ભગવંત મહાવીરની અનન્ય ભક્તિના પ્રભાવથી.
૦ પરીયંત નો સાર :- અરિહંત દેવો રાગ અને દ્વેષથી મુક્ત થયેલા હોવાથી કોઈપણ કારણે કોઈના ઉપર કોપ કરતા નથી કે ગમે તેવી સ્તુતિ કે વિનંતી કરવામાં આવે તો તેના પર પ્રસાદ કરતા નથી, પણ તેઓ અક્ષય ગુણના ભંડાર હોવાથી તેમની સ્તુતિ કે ભક્તિ કરનારમાં તે તે પ્રકારના ગુણોનો આવિર્ભાવ સ્વાભાવિક રીતે જ થાય છે તે જ તેમની પ્રસન્નતા છે.