SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નત્થ-સૂત્ર ૧૮૩ સૂત્ર-૭) અનW - સત્ર (કાયોત્સર્ગ-આગાર સૂત્ર) - સૂત્ર-વિષય :- કાયોત્સર્ગ ક્યારે ક્યારે ભંગ ન થાય, તે દર્શાવતા ૧૬ આગારો (છૂટો) આ સૂત્રનો મુખ્ય વિષય છે. વિશેષથી કહીએ તો - આ સૂત્રમાં કાયોત્સર્ગના આગારો, કાયોત્સર્ગની કાલ મર્યાદા, કાયોત્સર્ગ કઈ રીતે કરવો તેનું સ્વરૂપ, કાયોત્સર્ગ સંકલ્પ કે પ્રતિજ્ઞા દર્શાવાયેલ છે. | સૂત્ર-મૂલ :અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસર્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ સુહમેડિં અંગ-સંચાલેહિં, સુહુમેડિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિ-સંચાલેહિં - (૨) એવભાઈએહિં આગારેડિં અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગોજાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ - તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ - | સૂત્ર-અર્થ : શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસુ આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ભ્રમરી અર્થાત્ ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ઝૂરણ થવાથી, શરીરમાં કફ વગેરેનું સૂક્ષ્મ સંચરણ થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિ ફરકી જવાથી, આ વગેરે (અન્ય) આગારોને છોડીને અખંડિત અને વિરાધના રહિત મારો કાઉસ્સગ્ગ હોજો. જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને તમારો કાયોત્સર્ગ) ન પારું ત્યાં સુધી કાયાને એક સ્થાન વડે, (વાણીના) મૌનપણે (અને) (મનના) શુભ ધ્યાન વડે મારા આત્માને વોસિરાવું છું અર્થાત્ આ શરીરનો સર્વથા ત્યાગ કરું છું. | શબ્દજ્ઞાન :અન્નત્થ - સિવાય કે, અન્યત્ર કારણે ઊસસિએણે - ઊંચો શ્વાસ લેવાથી નીસસિએણે - શ્વાસ નીચો મૂકવાથી ખાસિએણે - ઉધરસ આવવાથી છીએણે - છીંક આવવાથી જંભાઈએણે - બગાસું આવવાથી ઉડુએણે' - ઓડકાર આવવાથી વાયનિસગૂણે - વા છૂટ થવાથી
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy