________________
પંચિંદિયસૂત્ર-ત્રણ ગુપ્તિ
૧૩૭ કરવો વગેરેના ત્યાગપૂર્વક મૌન કરવું તે. (૨) વાનિયમનની - સર્વથા મૌન નહીં કરતા મુખે મુખવસ્ત્રિકાથી જયણાપાલન પૂર્વક લોક અને આગમને અનુસરતું બોલવું કે જેમાં સાવદ્ય વચનયોગની નિવૃત્તિ થાય તે વાનિયમનની અર્થાત્ વાણીની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનું કરવું તે.
૩. કાયમુર્તિ :- કાયાનો પ્રશસ્ત નિગ્રહ. – કાયાથી બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી કે ન કરવી તે.
– સુવામાં, બેસવામાં, ગ્રહણ કરવામાં, મૂકવામાં, એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં શરીરની જે પ્રવૃત્તિ થાય છે, તેનો સમ્યક્ પ્રકારે રોધ કરવો તે અથવા કાયોત્સર્ગ આદિ દ્વારા કાય વ્યાપારની નિવૃત્તિ કે શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબની પ્રવૃત્તિ તે કાયમુર્તિ છે.
– ઉભા થવું, બેસવું પડખું બદલવું, ઉલંઘનમાં, પ્રલંઘનમાં શબ્દાદિ વિષયોમાં, ઇન્દ્રિયના પ્રયોગમાં - સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્તકાયાનું નિવર્તન કરવું તે કાયગુપ્તિ.
– કાયગુપ્તિના બે ભેદ છે – (૧) ચેષ્ટા નિવૃત્તિરૂપ – દેવ, મનુષ્ય કે તિર્યંચોના કરેલા ઉપદ્રવો તથા સુધા આદિ પરીષહોના પ્રસંગે અને તેવા પ્રસંગ વિના પણ શરીર પ્રત્યે નિરપેક્ષ ભાવરૂપ કાયોત્સર્ગને ભજનારા એવા સાધુના શરીરની નિશ્ચલતા અથવા કાયયોગના નિરોધરૂપ શારીરિક ચેષ્ટાનો ત્યાગ તે. (૨) યથાસૂત્ર ચેષ્ટા :- સુવુંબેસવું, લેવું-મૂકવું, ચાલવું કે ઉભા રહેવું વગેરે કોઈપણ કાયિક પ્રવૃત્તિ કરતાં સ્વચ્છેદ ચેષ્ટાનો ત્યાગ કરી જયણાપૂર્વક વર્તવું તે - કાયગતિ છે. અર્થાત્ કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનો આદર તે કાયગુપ્તિ.
આ પ્રમાણે ત્રણ ગુપ્તિનું પાલન કરનારા મારા ગુરુ છે.
• છત્તીસ ગુણો :- ઉપરોક્ત ઇન્દ્રિય સંવરણ-૫, બ્રહ્મચર્યની ગુણિ-૯, કષાયથી મુક્ત-૪, મહાવ્રત-૫, આચાર-૫, સમિતિ-૫, ગુપ્તિ-3 એ બધાં મળીને છત્રીશ ગુણો થાય છે. તે સંખ્યા દર્શાવતા આ શબ્દો છે.
આ છત્રીશ ગુણો બે ગાથા દ્વારા સૂત્રકારે રજૂ કર્યા છે. જેમાં અઢાર ગુણો પ્રથમ ગાથામાં છે, બીજી ગાથામાં બીજા અઢાર ગુણો છે. તેનું રહસ્ય એવું છે કે પ્રથમ ગાથાના અઢાર ગુણોમાં હેય-ત્યાજ્ય ગુણોનું વર્ણન છે. જેમકે ઇન્દ્રિયવિષય છોડો, બ્રહ્મચર્યની નવ વાડો છોડો, કષાયો છોડો. જ્યારે બીજા અઢાર ગુણોમાં આદરણીય ગુણો લીધાં છે. જેમકે મહાવત, આચાર, સમિતિ, ગુપ્તિનો આદર કરો.
• ગુરુ મજુઝ :- મારા ગુરુ. પણ કોણ ? છત્રીશ ગુણોથી યુક્ત. -૦- ૬ - અર્થની દૃષ્ટિએ તો આ શબ્દ આચાર્યના અર્થમાં વપરાયો છે.
– રિતિ જ્ઞાનમ્ - જે અજ્ઞાનને દૂર કરે કે મૃJUMતિ જે ધર્મનો ઉપદેશ આપે તે ગુર. વ્યવહારમાં ગુરુ શબ્દના વિવિધ અર્થો છે તેનો પ્રતિષેધ કરવા ધર્મરત્નપ્રકરણમાં અપાયેલ ગુરુ શબ્દની વ્યાખ્યા રજૂ કરીએ છીએ
“ધર્મજ્ઞ, ધર્મકર્તા સદા ધર્મમાં પરાયણ અને જીવોને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનારા