________________
૧૩૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ હોય તે ગુરુ કહેવાય છે.”
યોગશાસ્ત્રમાં બીજા પ્રકાશમાં ગુરુના લક્ષણને જણાવતા કહ્યું છે કે
“મહાવ્રતધારી, ધીર-ઉપસર્ગોને તથા પરીષહોને ધીરજથી સહન કરનાર, ભિક્ષા ઉપર જ જીવનારા, સામાયિક-સમભાવમાં રહેલા અને ધર્મનો ઉપદેશ કરનારાને ગુર મનાયેલા છે.”
ઉક્ત વ્યાખ્યાથી ગુરુ શબ્દ દ્વારા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેનો સમાવેશ થઈ જાય છે. નમસ્કાર મંત્રમાં પણ દેવ અને ગુરુ બે તત્ત્વોનો ઉલ્લેખ છે, તેમાં ગુરુ તત્ત્વમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેનો સમાવેશ કર્યો છે. પણ એ જ નવકારમંત્રની વ્યાખ્યા કરતી વેળાએ ઉપાધ્યાયના ૨૫ ગુણનો, સાધુના ૨૭ ગુણનો ઉલ્લેખ કરાયેલ જ છે. જ્યારે આચાર્યના ૩૬ ગુણનો ઉલ્લેખ છે. તેથી અહીં ગુરુ શબ્દ દ્વારા ગર્ભિત રીતે આચાર્ય એવો અર્થ અભિપ્રેત છે. વળી ઉક્ત ૩૬ ગુણો સંબોધપ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરિજીએ આચાર્યની ઓળખ માટે જણાવેલા છે. તેથી અહીં ગુરુ શબ્દથી આચાર્ય (જૈનાચાર્ય) અર્થ સ્વીકાર્ય છે. (સામાન્યથી તો ઉપાધ્યાય, સાધુ, Wવીર, ગણિ એ બધાં ગુરુ જ કહેવાય છે.)
- - - - માર. અર્થની દૃષ્ટિએ તો આ સામાન્ય શબ્દ છે.
મારા ગુરુ કે જે ઉક્ત ૩૬ ગુણના ધારક છે. પણ રહસ્યાર્થથી મ શબ્દ વિચારીએ તો અહીં કોઈ વ્યક્તિને કે કોઈ સમુદાયને કે કોઈ ગચ્છને આશ્રીને “મારા ગુરુ' શબ્દ પ્રયોજાયેલ નથી, પણ ગુણને આશ્રીને મારા ગુરુ શબ્દ વપરાયેલ છે. આ વાત નમસ્કારમંત્રના પાંચ પરમેષ્ઠીમાં પણ ગુંથાયેલી જ છે. જૈન શાસન ગુણને આશ્રીને જ દેવ (ભગવંત) કે ગુરુ પદને સ્વીકારે છે, માને છે, નમે છે, પૂજે છે, વંદે છે. તેથી અહીં મારાપણાનો ભાવ પણ ગુણને કારણે જ જાણવો.
બીજું મારાપણાંનું મમત્વ જીવને અનાદિકાળથી વળગેલું છે. મારી માતા, મારા પિતા, મારું મકાન, મારી સંપત્તિ ઇત્યાદિમાં મારાપણું માન્યા કર્યું છે. પણ મારા દેવ, મારા ગુરુ, મારો ધર્મ એ સંસ્કારથી આત્માને વાસિત કરવાનો છે. તો જ “અરિહંતો મહદેવો, જાવજીવે સુસાડુણો ગુણો; જિણપન્નત્ત તત્ત, ઈએ સમ્મત્ત મએ ગહિયે” રૂપ સમ્યક્ત્વની સ્પર્શના પામી શકાય છે.
વિશેષ કથન :
કોઈપણ ધર્મ આરાધનાની ક્રિયા કે અનુષ્ઠાન ગુરુસન્મુખ, ગુરુની સાક્ષીએ, ગુરુ આજ્ઞા સહ અને ગુરુનો વિનય સાચવીને કરવાથી વિધિ અને બહુમાન બંનેની જાળવણી થાય છે. તેમજ ફળદાયી પણ બને છે. પણ જો ગુનો યોગ કોઈ કારણે પ્રાપ્ત થઈ ન શકે તો શું કરવું? આત્મહિતકારી એવા ધર્માનુષ્ઠાનને ગુરુની સ્થાપના કરી સ્થાપના ગુરુ (સ્થાપનાચાર્ય) સન્મુખ સર્વ ક્રિયા કરવી. સાક્ષાત્ ગુરુ છે તેમ માનીને આજ્ઞા માંગવી, ઉચિત વિનય જાળવવો. એ રીતે કરતા તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે, વિધિ સચવાય છે તેમજ ગુરુ પરત્વેની શ્રદ્ધા ટકી રહે છે.
૦ લઘુ દૃષ્ટાંત :- લૌકિક કથાનકોમાં આ વિષયે એકલવ્યનું દૃષ્ટાંત પ્રસિદ્ધ