________________
પંચિંદિયસૂત્ર-વિશેષકથન
૧૩૯
છે. જ્યારે એકલવ્યને ગુરુ દ્રોણ પાસે પ્રત્યક્ષ ધનુર્વિદ્યા શીખવાની તક ન મળી ત્યારે શિષ્યભાવે ધનુર્વિદ્યા શીખવા માટે તેણે ગુરુ દ્રોણની મૂર્તિની સ્થાપના કરી, ગુરુ પ્રતિમાને સાક્ષાત્ ગુરુ માનીને એકલવ્ય નિત્ય પ્રણામ કરીને બાણ ચલાવતા શીખવાનું શરૂ કર્યું. ગુરુ દ્રોણ પ્રત્યેનું બહુમાન, વિનય આદિ હૃદયમાં ધારણ કરીને એકલવ્ય શ્રદ્ધાપૂર્વક વિદ્યાનો અભ્યાસ કરતા અર્જુનથી પણ મહાનું બાણાવણી બની ગયો. એક વખત કુતરો ભસતો હતો ત્યારે તેણે એવી રીતે બાણ છોડ્યા કે કુતરાને કોઈ જ બાણ ન વાગ્યું છતાંયે કુતરાનું મુખ બાણો વડે બંધ કરી દીધું.
આ છે સ્થાપના-ગુરુની મહત્તા. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે
“જ્યારે સાક્ષાત્ ગુરુનો વિરહ હોય, ત્યારે ગુરુના ઉપદેશ-આજ્ઞાને સમીપમાં રાખેલી દેખાડવા માટે “સ્થાપના” કરવી. જેમ જિનેશ્વરના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના પણ સફળ થાય છે.
ગુર અન્યજનોને પ્રમાદથી નિવૃત્તિ પમાડે છે. પોતે નિષ્પાપ માર્ગમાં પ્રવર્તે છે. તથા હિતની ઇચ્છાવાળા મોક્ષાભિલાષી પ્રાણીને હિતકારી તત્ત્વોપદેશ કરે છે. તે ગુરુ કહેવાય છે.
ગુરુવંદન ભાષ્યની ગાથા-૨૮માં પણ જણાવેલ છે કે
“જ્યારે સાક્ષાત્ ગુરુ વિદ્યમાન ન હોય, તો ગુરુના ગુણોથી જે યુક્ત હોય તેને ગુરુ તરીકે સ્થાપી (ધર્માનુષ્ઠાન કરવું) અથવા તેના સ્થાને અન્ન આદિ કે જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો સ્થાપવા.”
સામાયિક, પ્રતિક્રમણ આદિ છ આવશ્યકરૂપી ધર્માનુષ્ઠાન શ્રાવકો માટે મહત્ત્વનું ધર્માનુષ્ઠાન છે. જેમકે-સામાયિક કરવી છે. ગુરુનો યોગ નથી. તો ગુરુની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના માટેની વિધિ આ પ્રમાણે છે – વિધિને માટે નિર્ધારીત સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, પોતાને ક્રિયા માટે બેસવાના સ્થાનથી સાડા ત્રણ હાથ દૂરના સ્થાને ઉચ્ચ આસને (બાજોઠ, પાટલી આદિ પર) સ્થાનાપનાજી કે ધાર્મિક પુસ્તક આદિમાંથી કંઈપણ પધરાવવું તેની સન્મુખ જમણા હાથની સ્થાપના મુદ્રા કરવી. સ્થાપના મુદ્રાએ પ્રથમ નવકારમંત્ર બોલી પછી પંચિંદિયસૂત્રનો પાઠ ઉચ્ચારવો. મનમાં ગુરુ સ્થાપનાના ભાવો ધારણ કરવા.
પંચિંદિય સૂત્રનો આ રીતે ગુરુ સ્થાપના માટે ઉપયોગ થાય છે, માટે જ તેને ગુરુ સ્થાપના સૂત્ર કહેવામાં આવે છે.
v સૂત્ર-પરીચય :
– આ સૂત્રનું આધાર સ્થાન શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી કૃત્ સંબોધપ્રકરણ જણાય છે. તેમાં ગુર સ્વરૂપ અધિકાર મધ્ય ગાથા-૯૧ અને ૯૨માં ઉક્ત પંવિવિયo સૂત્ર પાઠ મળે છે. આચાર્યના ૩૬ ગુણોની ગણના તેઓએ ૪૭ પ્રકારે કરાવેલી છે, તેમાંની આ બીજી ગણના છે.
– આ સૂત્રમાં કેટલાંક પાઠાંતરો પણ નોંધાયા છે. જેમકે પંચિંદિયને સ્થાને