________________
૧૫૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં ઇરિયાવડિ સૂત્રના અર્થમાં પણ આ વાતને જણાવતા લખ્યું છે કે, “ઈર્યાપથ એટલે ધ્યાન, મૌનવ્રત વગેરે સાધુનું આચરણ” તેમાં કંઈપણ ત્રુટિ કે વિરાધના થઈ હોય તો તેને ઈર્યાપથ વિરાધના કહે છે. તેથી માત્ર ગમનાગમન સંબંધી જ નહીં પણ આવી કોઈપણ આચાર-ત્રુટિ રૂપ વિરાધના માટે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી અહીં પ્રતિક્રમણ શબ્દનો અર્થ વિસ્તારથી જણાવેલ છે.
સ્થાનાંગ સૂત્ર વૃત્તિ – શુભયોગમાંથી અશુભયોગમાં ગયેલા આત્માનું પુનઃ શુભયોગમાં જવું તે પ્રતિક્રમણ છે.
આવશ્યક સૂત્ર વૃત્તિ – અપરાધ સ્થાનેથી ગુણ સ્થાનોમાં પાછું ફરવું તેને પ્રતિક્રમણ કહે છે.
વ્યવહાર સૂત્ર વૃત્તિ – દોષથી પાછા ફરીને તેમ ન કરવાના નિશ્ચય સાથે “મિથ્યાદુષ્કર્મ આપવું તે પ્રતિક્રમણ.
આ પ્રતિક્રમણની ક્રિયા એક પ્રકારનું આત્મ નિરીક્ષણ, જીવનનું પર્યાલોચન કે ભાવશુદ્ધિ માટેની ક્રિયા છે. તેમાં સર્વ પ્રથમ વ્યતીત સમય કે જીવનનું અવલોકન કે નિરીક્ષણ કરવામાં આવે છે. તેમાં થયેલી ભૂલોની વિચારણા કરાય છે. તે ભૂલો માટે દિલગીર થઈને હાર્દિક પશ્ચાત્તાપ કરાય છે. ફરી તે ભૂલો ન કરવાનો નિર્ણય કરીને ભાવોની શુદ્ધિ કરવામાં આવે છે.
આ જ વાત પ્રસ્તુત સૂત્ર “ઇર્યાપથ પ્રતિક્રમણ" માટે વિચારતા ગમનાગમનની ક્રિયા દરમિયાન થયેલ જીવ વિરાધના કે (યોગશાસ્ત્ર પ્રકાશ-૩ ઇરિયાવહી સૂત્રના અર્થ મુજબ) સાધુ આચરણ સંબંધી કોઈ ત્રુટિ કે વિરાધના માટે પશ્ચાત્તાપ કરી, તે સંબંધમાં ફરી વિશેષ યતના પૂર્વક વર્તવાનો નિર્ણય તે પ્રતિક્રમણ - એમ સમજવું
(પ્રતિક્રમણ શબ્દ સંબંધી વિશેષ વિચારણા “વંદિત્ત સૂત્ર”થી જોવી.)
આ પ્રતિક્રમણ વડિલમUT શબ્દ આ સૂત્રમાં ક્રિયાપદ તથા કૃદંત બે પ્રકારે જોવા મળેલ છે. પ્રથમ આજ્ઞા-યાચનામાં પડિમામિ શબ્દથી અને પછી સૂત્રના આરંભે પશ્ચિમિ શબ્દથી.
• ઇરિયાવહિયાએ વિરાણાએ :- ઐર્યાપથિકી ક્રિયા દરમિયાન થયેલી વિરાધનાથી, ઐર્યાપથિકી ક્રિયા સંબંધી લાગેલા અતિચારથી.
-૦- ઇરિયાવડિય - ઐર્યાપથિકી ક્રિયા, ગમનાગમન ક્રિયા.
અહીં ઈર્યા શબ્દનો અર્થ છે “જવું'. તેની મુખ્યતાવાળો જે માર્ગ તેને ઈર્યાપથ કહે છે. તે સંબંધી જે ક્રિયા તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય. એટલે કે (યોગશાસ્ત્ર પ્રકાશ-૩ મુજબ–) જવા આવવાની ક્રિયા તે ઇર્યાપથ સંબંધી ક્રિયા કહેવાય છે. (જોકે યોગશાસ્ત્રમાં આ અર્થનો વિસ્તાર કરતા જણાવે છે કે–) જો ઈર્યાપથ શબ્દનો અર્થ માત્ર જવું-આવવું એટલો જ સ્વીકારવામાં આવે તો નિદ્રામાંથી જાગ્યા પછી, લોચ કર્યા પછી કે અન્ય અનેક કારણે જે ઇરિયાવહી કરવાનું કહેલ છે તે વાત સાબિત થઈ શકશે નહીં.