________________
ઇરિયાવહી સૂત્ર - વિવેચન
૧૫૭
છે – (૧) ઇચ્છા નિવેદન, (૨) વિરાધનામાં કરેલ સંક્રમણ, (૩) જેની વિરાધના કરી તે જીવોના ભેદ, (૪) વિરાધનાના દશ પ્રકાર, (૫) વિરાધના સંબંધી ભૂલની માફી માંગવી.
(ઇચ્છે – જ્યારે શ્રાવક કે શિષ્ય આજ્ઞા માંગે અને ગુરુ ભગવંત તેને પડિક્કમેડ' કહીને આજ્ઞા આપે ત્યારે શિષ્ય/શ્રાવક “ઇચ્છે” કહીને તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. “હું આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું.” ક્રિયા કરનારે આજ્ઞા માંગતી વેળાએ પોતાની ઇચ્છા પ્રગટ કરેલી જ છે. પણ વિશેષ વિનય પ્રદર્શિત કરવાને માટે “ઇચ્છે” શબ્દ કહેલ છે. આ શબ્દ કહ્યા પછી તે ઇર્યાપથ પ્રતિક્રમણ ક્રિયામાં પ્રવેશ કરે છે. ‘ઇચ્છ' શબ્દ “ઇચ્છામિનું જ રૂપાંતર છે. યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં જણાવે છે કે, ઇચ્છ” શબ્દથી હું ઇચ્છું છું એ ભગવદ્ વચનને “એવો અર્થ જાણવો. અહીં વ્યાકરણના નિયમથી ઇચ્છામિના “રૂ” પ્રત્યયનો લોપ થઈને ઇચ્છે બનેલ છે.)
• ઇચ્છામિ પડિક્કમિઉ - હું પ્રતિક્રમવાને ઇચ્છું છું. હું ઇચ્છું છું – અભિલાષા કરું છું. પણ શેની ?
પ્રતિક્રમણ કરવાની પ્રતિક્રમવાની, નિવર્તવાની, અટકવાની. તેમાં પ્રતિ એટલે પાછું, મા એટલે જવું થાય છે. પ્રતિક્રમણ અર્થાત્ જ્યાંથી નીકળ્યા હોઈએ તે
સ્થાને પાછા જવાની ક્રિયા, પાપથી પાછા ફરવું અથવા લાગેલા પાપથી શુદ્ધ થવું તે. આવશ્યકવૃત્તિમાં આપેલા સાક્ષીપાઠમાં પ્રતિક્રમણ શબ્દનો અર્થ કરતા જણાવેલ છે
“પ્રમાદને વશ થઈને સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા ફરી તે જ મૂળસ્થાને જવાની ક્રિયા કરે તે પ્રતિક્રમણ કહેવાય
જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સ્વધર્મ એ આત્માનું સ્વસ્થાન છે અને તેમાંથી વિચલિત થવું અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન વગેરે અઢાર પાપસ્થાનકોનું સેવન એ પરસ્થાન છે. પ્રમાદના વશથી (મિથ્યાત્વ, કષાય, અવિરતિ અને પ્રમાદથી) આત્મા આ પરસ્થાનમાં જાય છે, જે ક્ષણે આત્માને ભાન થાય કે હું માર્ગ ભૂલ્યો છું. મારે ઘેર જવાને બદલે હું પારકાને ઘેર ગયો છું. ત્યારે ફરી મૂળ સ્થાને જવાની જે પ્રવૃત્તિ અર્થાત્ દૂષિત થયેલા આત્માને શુદ્ધ કરીને પુનઃ તેના મૂળ સ્વરૂપમાં લાવવો તે પ્રતિક્રમણ કહેવાય છે.
પ્રતિક્રમણ શબ્દ આ સૂત્રમાં ભલે ફક્ત “ઇર્યાપથ વિરાધના” માટે વપરાયેલો હોય, પણ તે પ્રતિક્રમણ સંબંધી સૂત્રોમાં બીજા-બીજા હેતુથી પણ પ્રયોજાયેલો જોવા મળે છે. જેમકે – સૂત્ર-૯ વનિ મંતે માં સાવદ્યયોગ માટે પરિશ્રમ શબ્દથી જોવા મળે છે. એ જ રીતે સૂત્ર-૨૬ પ્રતિક્રમણ સ્થાપના સૂત્રમાં પશ્ચિમ શબ્દથી, સૂત્ર૨૯માં આશાતના શબ્દ માટે પંડિમાન શબ્દથી, સૂત્ર-૩૪માં અતિચાર આલોચના માટે, વંદિત્ત સૂત્ર-૩પમાં વ્રત-અતિચાર માટે અઢાર વખત પડમામિ શબ્દ પ્રયોગ, સૂત્ર-૫૦ મન્નડ જિણાણમાં છબ્રિડ આવસ્મયમ્મિ અંતર્ગત્ એમ અનેક સ્થાને જુદા જુદા સંદર્ભમાં પ્રયોજાયેલો જોવા મળે છે. વળી આ શબ્દ ચોથા આવશ્યક રૂપે અને ઉભયકાલ કરાતી ક્રિયાના સંદર્ભમાં પણ વપરાયો છે.