________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
વડે આરબ્ધ ક્રિયામાં ઉપયોગ કરવાનું આત્માના આમંત્રણ વડે કહેલું છે – વિશેષાવશ્યક ભાષ્ય-૩૪૭૦, ૩૪૭૧ જોવું.
૨૪૨
અથવા મંતે પદ જિન-આદિ સાક્ષીઓના આમંત્રણને કહેનાર છે. જેમકે હે જિન-આદિ ભદંતો ! હું તમારી સાક્ષીએ સામાયિક કરું છું. તેમની સાક્ષીએ સામાયિક કરનારને વ્રતમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
૦ આત્મ અને ગુરુ આમંત્રણનો સંકલિત અર્થ :
-
ભંતે શબ્દ જ્યારે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થનાર પ્રયોજે ત્યારે તત્ત્વથી તેમના અભિપ્રાય ‘આત્મા એ જ સામાયિક છે' એવું કહેવાતું હોવાથી તેઓ માટે મંતે શબ્દ આત્મ આમંત્રણરૂપ છે. પણ સર્વ સાધારણતયા શ્રાવક આદિને માટે મંતે શબ્દ ગુરુ આમંત્રણરૂપ છે કેમકે આમંત્રણ પ્રત્યક્ષ ગુરુ હોય તેને કરાય અથવા પરોક્ષ હોય ત્યારે બુદ્ધિથી તેમને પ્રત્યક્ષ કલ્પના કરીને કરાય. કેમકે સર્વ ધર્મ ગુરુ નિશ્રાએ કરવાનો છે. જો ગુરુ ન હોય તો જેમ જિનપ્રતિમાને જિનેશ્વરના અભાવે જિનરૂપ માનીને પૂજા, સ્તુતિ કરાય છે. તેમ ગુરુના અભાવે ગુરુસ્થાપના કરીને કરેલો સર્વધર્મ ફળીભૂત થાય છે.
-
♦ સામાઈયં :- સામાયિકને. આ ઘણો જ વિસ્તૃત અર્થ અને સ્વરૂપ ધરાવતો શબ્દ છે. તેનો સંબંધ રેમિ સાથે છે. ધર્મસંગ્રહમાં તો અર્થનો આરંભ જ ભંતે ! શબ્દથી કરી ‘સામાઢ્યું મિ' એ પ્રમાણે અન્વય કરીને - “હું સામાયિકનો સ્વીકાર કરું છું' એમ કહ્યું.
સામાયિક શબ્દ આ સૂત્રનું મુખ્ય તત્ત્વ છે તેથી તેની વિવિધ વ્યાખ્યા અત્રે શાસ્ત્ર આધારે તથા ગ્રંથ આધારે વિસ્તારથી રજૂ કરીએ છીએ–
સામાયિ શબ્દ સમાય કે સામાય પદને સ્વાર્થમાં રૂશ્ પ્રત્યય લાગવાથી સિદ્ધ થાય છે. સમ + ગય કે સામ + આય સિદ્ધ થાય છે.
૦ સમાય એટલે સમનો લાભ કે સમની પ્રાપ્તિ. પણ સમ એટલે શું ? ૧. સન એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપલીનતા કે સ્વરૂપ મગ્રતા. અનાદિ કાળથી આત્માની સ્થિતિ વિષમ છે તે ઘટાડીને સમ કરવી તે.
૨. સમ એટલે સમભાવ, મિત્રતા, બંધુત્વ, અન્ય સર્વ જીવોને આત્મ સર્દેશ માની તેમની સાથે સમાન રીતે વર્તવું તે.
૦ લઘુ દૃષ્ટાંત :- સામાયિક એટલે સમભાવની સાધના. આ અર્થ સર્વત્ર સ્વીકૃત છે. પણ સમભાવની સાધના કરી ક્યારે કહેવાય ?
ભગવંત મહાવીરને કૌશિક ગોત્રવાળા સર્વે પણ સ્પર્શના કરી અને જેનું બીજું નામ કૌશિક છે તેવા ઇન્દ્રે પણ સ્પર્શના કરી પણ બંને પરત્વે રાગદ્વેષથી રહિત સમભાવવાળા વીર પ્રભુ મનથી પણ ચલિત ન થયા.
ભગવંત મહાવીર જ્યારે છદ્મસ્થાવસ્થામાં વિચરતા હતા ત્યારે કોઈ વખતે કનકખલ આશ્રમ પાસેથી થઈને શ્વેતાંબી નગરી જવા માટે નીકળ્યા. ત્યાં રહેલો દૃષ્ટિવિષ સર્પ મહાભયંકર હતો. ત્યાં મનુષ્ય તો શું પણ પક્ષીયે ફરી શકતા ન હતા.