________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
કરુણાબુદ્ધિ મહાવીર જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે તેમને બાળીને ભસ્મ કરી દેવાની બુદ્ધિથી ભયંકર ફૂંફાડા મારતો સર્પ પ્રભુને જોવા લાગ્યો. પણ તેની સળગતી જ્વાળા પ્રભુને કંઈ અસર કરી ન શકી. ત્યારે ક્રોધે ભરાયેલા સર્વે પ્રભુના ચરણ કમળ ઉપર ડંખ માર્યો. ત્યારે પ્રભુના પગમાંથી દૂધની ધારા સમાન ઉજ્જ્વળ લોહી વહેવા લાગ્યું. તો પણ ભગવંતે તેના પ્રત્યે દ્વેષ ન કરતા તેને ઉપદેશ આપીને બોધ પમાડ્યો. એ જ રીતે ઇન્દ્ર કે જે બત્રીશ લાખ વિમાનોનો સ્વામી અને અનેક દેવદેવીઓનો અધિપતિ છે. તેણે પહેલા સ્વર્ગમાંથી આવીને અનેક વાર ભગવંત મહાવીરના ચરણકમળની ભક્તિ બુદ્ધિથી સ્પર્શના કરી, તે વખતે પણ ભગવંતે ઇન્દ્ર પરત્વે કોઈ રાગને ધારણ ન કર્યો. બંને અવસરે ભગવંત સમભાવમાં રહ્યા. તે સમ કહેવાય. જે હવે પછીના સમ શબ્દના ત્રીજા અર્થમાં જણાવેલ છે.
૩. સમ - એટલે રાગદ્વેષરહિત અવસ્થા, મધ્યસ્થતા, વીતરાગતા, આસક્તિના કારણે પદાર્થોમાં કરેલી મનોજ્ઞ-અમનોજ્ઞ, ઇષ્ટ-અનિષ્ટ, પ્રિય કે અપ્રિયની કલ્પનાને દૂર કરવી તે.
४. सम
એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સમન્વય, શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રની સુધારણા કરવી.
ઉક્ત પ્રકારનાં સમ નો જે લાભ તે ‘સામાયિક' અથવા આવા પ્રકારના સમ નો લાભ જેનાથી, જેના વડે કે જેમાં મળે તે સામાયિક.
૦ સામાય એટલે સામનો લાભ, સામની પ્રાપ્તિ સામ એટલે શાંતિ, નમ્રતા. સામ એટલે અહિંસા કે અન્યને દુઃખ ન ઉપજાવવાના આત્મપરિણામ. સામ એટલે મૈત્રી કે મિત્ર ભાવના.
-
૨૪૩
આવા પ્રકારના સામ નો જે લાભ તે ‘સામાયિક’.
-૦- સામાયિક શબ્દનો અર્થ સરળ શબ્દોમાં :
૧. સામાયિક એટલે સર્તન.
૨. સામાયિક એટલે શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન જીવવા પ્રયાસ.
૩. સામાયિક એટલે વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા.
૪. સામાયિક એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી કે બંધુત્વ માટે પ્રયાસ. ૫. સામાયિક એટલે સમભાવની સાધના અથવા તો રાગદ્વેષ જિતવા માટેનો પરમ પુરુષાર્થ
૬. સામાયિક એટલે સમ્યગ્ દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની સ્પર્શના કે તે-તે પ્રાપ્તિનો પ્રયાસ.
૭. સામાયિક એટલે પ્રશમની અર્થાત્ શાંતિની આરાધના.
૮. સામાયિક એટલે અહિંસાની ઉપાસના અથવા અન્ય કોઈપણ જીવને દુઃખ નહીં ઉપજાવવાનો નિશ્ચય
ઉક્ત આઠ અર્થોમાં ‘સમભાવની સાધના’ અંતર્નિહિત છે.
-૦- વિવિધ નયોના મતે સામાયિકની વ્યાખ્યા :