________________
૨૪૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
૧. નૈગમનય :- સામાયિક એટલે મોક્ષ. કેમકે તે મોક્ષના કારણરૂપ છે. ૨. સંગ્રહનય :- જીવ કે આત્માનો મૂળ ગુણ તેને જ સામાયિક કહેવાય. 3. વ્યવહારનય :- સમતા અને યતનાએ પ્રવર્તવું તે સામાયિક.
૪. શબ્દનય - અષ્ટપ્રવચન માતાનું પાલન, સાવદ્ય યોગથી નિવર્તન અને કષાયનો ત્યાગ તે સામાયિક કહેવાય.
૫. સમભિરૂઢનય - અપ્રમત્તતા કેળવાયાથી ઉત્પન્ન થતા જે સ્વાભાવિક ગુણો તે જ સામાયિક કહેવાય.
૬. એવંભૂતનય - મન, વચન, કાયાના યોગે સાવદ્યયોગથી નિવર્તવું તેને સામાયિક કહેવાય.
૭. જુનય :- ઉપયોગરહિત બાહ્ય યત્ન તે સ્થળ સામાયિક અને ઉપયોગ સહિત બાહ્ય યત્ન તે સૂક્ષ્મ સામાયિક.
આ રીતે સાતે નયો સામાયિકને અલગ અલગ રીતે ઓળખાવે છે. તેમાં માત્ર વ્યવહારનયને લક્ષમાં લઈએ તો પણ ‘સમભાવની સાધના કરતા કરતા પ્રત્યેકનય કથન મુજબનું સામાયિક પ્રાપ્ત કરી શકાશે.
-૦- યોગશાસ્ત્ર ગ્રંથાનુસાર સામાયિકનો અર્થ અને સ્વરૂપ :
“આર્ત અને રૌદ્ર બંને પ્રકારના અશુભ ધ્યાનને દૂર કરી, મન, વચન, કાયાના સર્વ પાપ વ્યાપાર છોડી, બે ઘડી સમભાવ રાખવો તે સામાયિક.”
આ રીતે હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે – એક મુહુર્ત એટલે બે ઘડી કાળ સુધી સમભાવ અર્થાત્ રાગ કે દ્વેષ ન કરવારૂપ માધ્યસ્થ ભાવે રહેવું તે સામાયિક. અહીં સમ' અર્થાત્ રાગદ્વેષને મુક્તને આય' એટલે જ્ઞાનાદિકનો લાભ થાય, પ્રશમસુખ અનુભવાય તે સમાય. તે સામાયિક માટે મન, વચન, કાયાની ચેષ્ટાનો પરિહાર કરવો જરૂરી છે. આર્ત અને રોદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા વાચિક અને કાયિક પાપ-કર્મનો ત્યાગ કરનારને જ સામાયિક હોય છે.
સામયિં નિ - હું આત્માને સમભાવમાં સ્થિર કરું છું. -૦- ધર્મસંગ્રહમાં આવા જ ભાવ પૂર્વક સામાયિકનો અર્થ કર્યો છે –
“પાપ વ્યાપારથી મુક્ત અને દુર્ગાનથી રહિત એવા આત્માનો મુહૂર્ત પ્રમાણ સમતાભાવ તે સામાયિક વ્રત છે.”
મહોપાધ્યાય માનવિજયજી ગણિવર સામાયિકના સ્વરૂપને જણાવતા કહે છે કે – સાવદ્ય અર્થાત્ વચનથી અસત્યાદિ ભાષણ અને કાયાથી અશુભ હિંસાદિ પ્રવૃત્તિ, એ બંનેથી આત્મા રહિત હોય. ઉપરાંત દુર્ગાનરૂપ મનની દુષ્ટ પ્રવૃત્તિથી પણ રહિત હોય, તેવા આત્માનો એક મુહૂર્ત સુધી સમતાભાવ અર્થાત્ રાગદ્વેષના નિમિત્તો ઉપસ્થિત થવા છતાં રાગ-દ્વેષ ન કરવારૂપ વ્યાપાર તે સામાયિક વ્રત જાણવું.
-૦- ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૮માં ભાવવિજયજીએ કરેલ અર્થ
સમ એટલે રાગ-દ્વેષ રહિત. તે અહીં ચાલુ પ્રકરણથી ‘ચિત્તનો પરિણામ જાણવો. તેના તરફ આય એટલે ‘ગમન થવું તે સામાયિક.