________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૪૫ -૦- આવશ્યક નિર્યુક્તિ, તેની વૃત્તિ, વિશેષાવશ્યક ભાષ્યાનુસાર –
- નિર્યુક્તિ-૭૯૭ – “જેનો આત્મા મૂળગુણરૂપ સંયમમાં, ઉત્તર ગુણરૂપ નિયમમાં અને અનશન આદિ તપમાં સ્થિત હોય તેને સામાયિક હોય છે.
- નિર્યુક્તિ-૭૯૮ – “જે ત્રસ અને સ્થાવર એવા સર્વે જીવો પરત્વે સમાન ભાવે વર્તતો હોય - જીવ માત્રને આત્મવત્ ગણતો હોય તેને સામાયિક હોય છે.
– નિર્યુક્તિ-૧૦૩૦ – સામ, સમ, સમ્યક્ અને સામાયિક આ ચારે શબ્દો એકાર્થક શબ્દો છે અર્થાત્ એકમેકના પર્યાયરૂપ છે.
- નિર્યુક્તિ-૧૦૩૩ – સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાંતિ, સુવિડિત, સુખ, અનિંદા, અદુગંછા, અગર્તા, અનવદ્ય. આ બધા સામાયિકના પર્યાયો છે તેમજ તે બધાં (એક અપેક્ષાએ) એકાર્થક શબ્દો છે.
-૦- ભગવતીજી સૂત્રના પહેલા શતકના નવમાં ઉદ્દેસામાં સામાયિક સંબંધી પ્રશ્નોત્તર સામાયિકના અર્થની એક નવી જ ભાત પાડે છે–
શ્રી પાર્શ્વ ભગવંતના શાસનના કાલસ્યવેષી અણગારે ભગવંત મહાવીરના Wવીરોને પૂછ્યું – હે આર્ય ! ભગવંતો આપનું સામાયિક શું? આપના સામાયિકનો અર્થ શો ? ત્યારે તે સ્થવીર ભગવંતોએ કાલસ્યવેષી અણગારને ઉત્તર આપ્યો કે – હે આર્ય! આત્મા એ અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે. તાત્પર્ય એ કે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયું તે જ સામાયિક.
આ જ વાત આવશ્યક નિર્યુક્તિ-૭૯૦માં થોડી જુદી રીતે છે. તે કથનનું વિશેષાવશ્યક ભાષ્યકારે પણ ભાષ્ય ૨૬૩૩ થી ૨૬૩૬માં વિવેચન કરેલ છે. તે આ રીતે – સામાયિક જીવ છે કે અજીવ છે ? તેમાં સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે ? અથવા જીવાજીવાત્મક ઉભય સ્વરૂપ સામાયિક છે ? કે તેથી કોઈ અર્થાન્તર છે ? તેનો ઉત્તર જણાવતા કહ્યું કે, આત્મા અર્થાત્ જીવ જ સામાયિક છે. તેમાં પ્રત્યાખ્યાન કરનાર આત્માને સામાયિક કહ્યો. કેમકે તે પ્રત્યાખ્યાન જીવપરિણતિરૂપ હોવાથી વિષયની અપેક્ષાએ સર્વ દ્રવ્યોના સંબંધમાં તે ઉત્પન્ન થાય છે. જીવ જ શ્રદ્ધા કરે છે, જાણે છે અને પ્રત્યાખ્યાન કરે છે. અજીવ આમાંનું કશું કરતો નથી, તેથી જીવ જ સામાયિક છે. “સામાયિકના ભાવની પરિણતિરૂપ જીવ જ સામાયિક છે", તેમ કહ્યું છે.
• સામાયિકના ભેદો :- (આવ.નિ. ૭૯૬ + વિશે.ભાષ્ય + વૃત્તિ)
સામાયિક ત્રણ પ્રકારે છે – (૧) સમ્યક્ત્વ સામાયિક, (૨) શ્રુતસામાયિક, (૩) ચારિત્ર સામાયિક. તેમાં ચારિત્ર સામાયિકના બે ભેદો છે. (૧) દેશવિરતિ સામાયિક અને (૨) સર્વ વિરતિ સામાયિક જેને માટે શાસ્ત્રીય બીજો શબ્દ વાપરેલ છે – ગૃહિક ચારિત્ર સામાયિક અને અનગારિક ચારિત્ર સામાયિક.
કોઈ ગ્રંથકાર સામાયિકના ચાર ભેદ જણાવે છે. તેઓ ચારિત્ર સામાયિકના બે ભેદ પાડવાને બદલે સીધા ચાર ભેદ કરતા (૧) સમ્યક્ત્વ, (૨) શ્રત, (૩) દેશવિરતિગૃહિક, (૪) સર્વવિરતિ-અનગારિક સામાયિક.
૧. સમ્યક્ત્વ સામાયિક :- જીવાદિ તત્ત્વો પ્રત્યેની નિર્મલ શ્રદ્ધા જે શમ,