________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૨૩
૦ રહસ્યાર્થ :- અરિહંત પરમાત્માના પગના નખની દિવ્યતાનું દર્શન કરાવતી આ સ્તુતિમાં ‘નખના કિરણો'ના ઉલ્લેખ દ્વારા પરમાત્માના અદ્ભુત દિવ્ય તેજની ઝાંખી કરાવી છે. પરમાત્માને નમન કરનારના મસ્તકો આ અલૌકિક કિરણોથી ઝળહળી ઉઠે છે અને તેમના મનમાં રહેલી મલિનતાનો તેના વડે નાશ થતા નિર્મળ બને છે એમ કહી સર્વે અરિહંતોની ગુણસ્તુતિ કરી છે.
(૨૨) અરિષ્ટનેમિ (નૈમિ) ભરતક્ષેત્રની આ ચોવીસીના બાવીશમાં તીર્થંક— ૦ સામાન્ય અર્થ :- ધર્મરૂપી ચક્રમાં નેમિ-ચક્રના ઘેરાવા જેવા હોવાથી તેઓ ‘નેમિ' કહેવાયા. સર્વ કોઈ અરિહંત ધર્મચક્રની નેમિરૂપ હોવાથી સર્વે ‘નેમિ' કહેવાય. અરિષ્ટ એટલે અશુભ કહેવાય છે અને નેમિ એટલે ચક્રની ધારા. અશુભને વિશે ચક્ર સમાન હોવાથી તેઓ અરિષ્ટનેમિ કહેવાયા.
૦ વિશેષ અર્થ :- ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે શિવાદેવી માતાએ રિષ્ઠરત્નમય અતિશય મહાનુ ચક્રનો નેમિ ઉડતો સ્વપ્નમાં જોયો માટે રિષ્ટનેમિ કહેવાય. પણ રિષ્ટ શબ્દ અમંગળ સૂચક છે. તેથી તેના પરિહાર માટે અકાર લગાડી ભગવંતનું અરિષ્ટનેમિ એવું નામ રખાયું.
સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૪ :
૦ વાચ્યાર્થ :- યુવંશરૂપી સમુદ્રમાં ચંદ્રસમાન તથા કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન અરિષ્ટનેમિ ભગવાન તમારા અરિષ્ટ-અમંગળનો નાશ કરનારા થાઓ. ૦ રહસ્યાર્થ :- આ ગાથામાં યદુવંશ અર્થાત્ એક પ્રકારનું ઉત્તમ કૂળ સમજવું. આવા ઉત્તમ કૂળમાં કોઈપણ અરિહંતનો જન્મ થાય છે. પ્રત્યેક અરિહંતોની બે વિશેષતાનો અહીં ઉલ્લેખ છે – અરિહંતોની કર્મ-વિધ્વંસક શક્તિ અને અરિષ્ટનો સંહાર કરવાની અદ્ભુત લબ્ધિ. અરિહંતો ગમે તેવા નિબિડ કર્મનો તે જ ભવમાં ક્ષય કરે છે. સાધકોને ગમે તેવા નિબિડ કર્મોનો નાશ કરવામાં સહાયભૂત થાય છે.
(૨૩) પાર્શ્વ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના તેવીસમાં તીર્થંકર૦ સામાન્ય અર્થ :- સર્વ ભાવોને જુએ તેથી પાર્શ્વ.
– જેઓ લોક અને અલોકને જુએ છે. ભૂતકાળ અને ભવિષ્યના પર્યાયોને જેઓ જુએ છે તેથી તેમને પાર્શ્વ કહેવાય છે. આ વ્યાખ્યાનુસાર સર્વ કોઈ અરિહંત ‘પાર્શ્વ’ કહેવાય કેમકે તે સર્વે આ ગુણના ધારક છે.
*
૦ વિશેષ અર્થ :- ભગવંત માતાના ગર્ભમાં આવ્યા બાદ, સાત ફણાવાળો નાગ ભગવંતની માતાએ સ્વપ્નમાં જોયો હતો અને શય્યામાં રહેલ માતાએ સામેથી આવતા સર્પને અંધકારમાં પણ ગર્ભના પ્રભાવથી જોયો, શય્યાની બહાર રહેલા રાજાનો હાથ ખેંચી લીધો અને કહ્યું કે, “આ સાપ જાય છે.'' રાજાએ પૂછ્યું કે, તેં કેવી રીતે જાણ્યું ? માતાએ કહ્યું કે, ‘“હું જોઈ શકું છું.’’ દીવો લાવીને જોયું તો સાપને જોયો. રાજાને થયું કે, ગર્ભનો આ અતિશય પ્રભાવ છે કે જેથી આટલા ગાઢ અંધકારમાં પણ પાર્શ્વ (પડખે કે નીકટથી) જતા સર્પને જોયો. તેથી ભગવંતનું નામ ‘પાર્શ્વ’ રાખ્યું. – સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૫ :
-