________________
૨૨૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ૦ વાચ્યાર્થ :- પોત-પોતાને ઉચિત એવું કૃત્ય કરનાર કમઠ અને ધરણેન્દ્ર પર સમાનભાવ ધારણ કરનારા પાર્શ્વનાથ અરિહંત તમને આત્મલક્ષ્મીને માટે થાઓ.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિનો રહસ્યાર્થ જાણતા પહેલા મૂળ કથા જોઈએ.
કમઠ નામે એક બાળતપસ્વી હતો, જેને પૂર્વભવોથી પાર્શ્વનાથ સામે વૈરાનુબંધ વર્તતો હતો. પાર્શ્વનાથના ભવમાં કમઠ તાપસ જ્યારે પંચાગ્રી તપ તપતો હતો ત્યારે તેને પાર્શ્વકુમાર સાથે ધર્મ અને અહિંસા સંબંધી વિવાદ થયો ત્યારે પાર્થકુમારે પંચાગ્નિમાં બળતા કાષ્ઠમાંથી એક કાષ્ઠ ખેંચી કાઢી પોતાના માણસો પાસે ફડાવતાં તેમાંથી એક દાઝી ગયેલો નાગ નીકળ્યો. તે નાગને પાર્શ્વકુમારના કહેવાથી એક નોકરે નમસ્કારમંત્ર સંભળાવ્યો. તે નાગ નમસ્કારમંત્ર સાંભળતા મૃત્યુ પામ્યો અને ભવનપતિ દેવોની નાગકુમાર નિકાયમાં ધરણ નામે નાગકુમારોનો ઇન્દ્ર થયો. કમઠ પણ ત્યાંથી પરાભવ પામીને મૃત્યુ પામ્યો. બાળતપના પ્રભાવે તે મેઘકુમાર જાતિના ભવનપતિદેવોમાં મેઘમાળી દેવ થયો.
જ્યારે પાર્થકુમારે દીક્ષા લીધી પાર્શ્વનાથ બન્યા. કોઈ વખતે તેઓ કાયોત્સર્ગ ધ્યાને ઉભેલા હતા. મેઘમાળી દેવે પોતાના પૂર્વભવનું વેર વાળવા પાર્થપ્રભુ પર ઉપસર્ગ કર્યો. તેણે ખૂબ જ વરસાદ વરસાવ્યો. વધતું-વધતું પાણી પાર્શ્વનાથના નાક સુધી પહોંચી ગયું તે વખતે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું ધરણેન્દ્ર તુરંત આવીને લાંબા નાળચાવાળું એક કમળ વિકુડ્યું. તેના પર પ્રભુને ધારણ કર્યા તથા તેમનો પૃષ્ઠભાગ અને બંને પડખાં ઢાંકીને મસ્તક ઉપર સાત ફણા વડે છત્ર ધર્યું પાર્શ્વ પ્રભુને ઉપસર્ગોથી મુક્ત કર્યા
અહીં અરિહંત પરમાત્માના સમભાવનું સુંદર ચિત્ર દોર્યું છે. એક તરફ કમઠરૂપે ભયંકર ઉપદ્રવ કરનાર અર્થાત્ દ્વેષનું નિમિત્ત પુરું પાડનાર જીવ છે બીજી તરફ ઉપદ્રવોમાંથી રાહત આપી ભક્તિ ભાવને પ્રગટ કરતા ધરણેન્દ્ર છે. જે રાગનું નિમિત્ત પુરું પાડનાર જીવ છે. રાગી કે દ્વેષી સૌ કોઈ પોત-પોતાની ભૂમિકા અનુસાર કાર્યપ્રવૃત્તિ કરી રહ્યા છે. પણ અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિમાં પણ સમભાવને ધારણ કરનારા અરિહંતોનું એક પ્રતિક આ સ્તુતિ દ્વારા રજૂ કરાયેલ છે.
(૨૪) વર્ધમાન :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોવીસમાં તીર્થંકર૦ સામાન્ય અર્થ :- જન્મથી આરંભીને જ્ઞાનાદિથી વૃદ્ધિ પામે તેથી વર્ધમાન.
– જેઓ જન્મથી જ માંડીને રૂપથી, બળથી, જ્ઞાનથી અને ચારિત્રથી વધતા જ રહ્યા. તેથી તેમનું નામ વર્ધમાન પડ્યું. આ અર્થમાં સર્વે અરિહંતો જ્ઞાનાદિથી વૃદ્ધિ પામતા હોવાથી સર્વ કોઈ અરિહંત “વર્ધમાન' જ કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા પછી સમગ્ર જ્ઞાતકુળ હાથી, ઘોડા, ખજાનો, કોઠાર, ગામ, નગર, સેવક અને રત્નોથી વૃદ્ધિ પામતું ગયું તેથી ખુશ થયેલા પિતા દ્વારા ભગવંતનું ‘વર્ધમાન' એવું નામ કરાયું (જે મહાવીર નામે પ્રસિદ્ધ થયા).
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૬ :૦ વાચ્યાર્થ:- પરમાનંદરૂપી સરોવરમાં રાજહંસ સમાન તથા અલૌકિક લક્ષ્મીથી