________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૪૫
અધિક ભાગ્યવાળાને જો ઓછું પ્રાપ્ત થાય તેમ હોય તો તે અરિહંતની મુઠીમાં વધુ દાન કરાવી યાચકના ભાગ્ય પ્રમાણે કરી દે છે.
(૪) ભવનપતિના બાકીના અઢાર ઇન્દ્રો - જ્યારે અરિહંત પરમાત્મા દાન આપતા હોય ત્યારે તેમના સમગ્ર ક્ષેત્રમાં (ભરત કે ઐરાવત કે મહાવિદેહની તે-તે વિજયમાં) રહેલા જેમને-જેમને વર્ષીદાન લેવાની ઇચ્છા થાય તે-તે માનવ સમુદાયને વર્ષીદાનના સ્થળે લાવીને મૂકે છે.
(૫) વ્યંતરોના બત્રીશ ઇન્દ્રો - આ રીતે ભવનપતિન્દ્રો દ્વારા દાન માટે લઈ આવેલ મનુષ્યોને તેમના-તેમના સ્થાને પાછા પહોંચાડે છે.
(૬) જ્યોતિષ્ક ઇન્દ્રોનું કાર્ય છે આ પ્રસંગની વિદ્યાધરોને જાણ કરવી.
ઉક્ત અતિશયો ફક્ત અરિહંત પરમાત્માના વર્ષીદાન વખતે જ હોય છે. અન્ય કોઈના દીક્ષા અવસરે નહીં તે અરિહંત ભગવંતની વિશેષતા જાણવી.
• નિષ્ક્રમણ અભિષેક પ્રસંગે દેવ આગમન :
(આ વર્ણને જંબૂતીપ પ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકહા, કલ્પસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ - તેની હરિભદ્રીય વૃત્તિ તથા કથા ગ્રંથોમાં જોવા મળે છે. પણ આવશ્યક ચૂર્ણિ-ભાગ૧, પૃષ્ઠ ૨૫૧ થી ૨૫૫ ઘણાં જ વિસ્તારથી છે તેનો સંક્ષેપ રજૂ કરેલ છે...)
તે કાળે તે સમયે દેવેન્દ્ર ચક્ર દિવ્ય વિમાનમાં આવે છે. અરિહંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે. અરિહંત પરમાત્માથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચુ તે દિવ્ય વિમાન રોકે છે. તેની સાથે આઠ અગ્રમડિષી, નટ્ટ અને ગંધર્વ બે સેના હોય છે. તે દિવ્ય વિમાનના પૂર્વ ભાગના ત્રિસોપાનકથી ઉતરે છે. ૮૪,૦૦૦ સામાનિક દેવો ઉત્તર ભાગના ત્રિસોપાનકથી ઉતરે છે. બાકીના દેવ-દેવી દક્ષિણ ભાગના ટિસોપાનકથી ઉતરે છે. પછી શક્રેન્દ્ર સર્વ ઋદ્ધિ સહિત, વાજિંત્રોના નાદપૂર્વક અરિહંત પરમાત્મા પાસે આવે છે. તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન-નમસ્કાર કરે છે. પર્યાપાસના કરે છે.
એ જ રીતે સૂર્ય, ચંદ્ર પર્યન્તના ચોસઠે ઇન્દ્રો ત્યાં આવે છે.
તે કાળે ઘણાં અસુરકુમાર દેવો પણ અરિહંત પરમાત્મા સમક્ષ પ્રગટ થાય છે. (આવશ્યક ચૂર્ણિમાં તેમનું વિસ્તૃત વર્ણન છે.) પછી ઘણાં વ્યંતર દેવો - પિશાચ, ભૂત આદિ સોળે પ્રકારના વ્યંતર દેવો ત્યાં ઉપસ્થિત થાય છે, ગુરુ, શુક્ર, શનૈશ્ચર આદિ અનેક જ્યોતિષ્ક દેવો ત્યાં આવે છે. સૌધર્મ આદિ કલ્પના અનેકાનેક વૈમાનિક દેવો પણ ત્યાં આવે છે. વિશાળ અપ્સરા સમુદાય પણ આવે છે. (આ સર્વે દેવ-દેવીનું વર્ણ, વસ્ત્ર, આભુષણ, ચિન્હ આદિનું વિસ્તૃત વર્ણન અમારા આગમ કથાનુયોગ ભાગ૧માં ભગવંત મહાવીરની કથાથી જાણવું)
• અરિહંતનો નિષ્ક્રમણ અભિષેક અને અલંકૃત્ કરવા :
(નિષ્ક્રમણ અભિષેકનું વર્ણન જન્મ અભિષેક જેવું જ હોય છે. કિંચિત્ તફાવત જ હોવાથી તેનો અહીં સામાન્ય નિર્દેશ માત્ર કરેલ છે)
દેવેન્દ્ર શુક્ર ત્યારે એકાંતમાં જઈને વૈક્રિય સમુદૂઘાત કરે છે. મણિ, કનક, રત્નોથી બનેલ એક શુભ, મનોહર અને કાંતિમાનું એવા મહાન્ દેવછંદકની વિકૃર્વણા કરે