________________
४४
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ આજ્ઞાનુસારની સંપત્તિ અરિહંતોને ત્યાં પહોંચે છે. અરિહંતો રોજ એક કરોડ અને આઠ લાખ સોનૈયાનું દાન કરે છે. એ રીતે ૩૬૦ દિવસ સુધી દાન કરતા આ ૩૨૮ કરોડ, ૮૦ લાખ સુવર્ણનું દાન થાય છે.
• અરિહંતો દ્વારા થતો સંપત્તિ ત્યાગ :
અરિહંત ભગવંત જ્યારે સંવત્સર દાનનો આરંભ કરે છે, તે પૂર્વે તેઓ હિરણ્ય, સુવર્ણ, ધન, રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કો, કોઠાગાર, નગર, અંતઃપુર, દેશવાસી, વિપુલ પશુધન, કનક, રત્ન, મોતી, શંખ, શિલ, પ્રવાલ, માણેક આદિ રત્નો, વિદ્યમાન પ્રધાન દ્રવ્યનો એ રીતે સર્વ વસ્તુનો સામાન્યથી અને વિશેષથી ત્યાગ કરે છે. યાચકોને સુવર્ણાદિ ધન ભાગે પડતું વહેંચી આપે છે. ગોત્રીયો તથા જ્ઞાતિજનોને પણ ભાગે પડતું ધન વહેંચી દે છે. તેમજ સંવત્સરી દાન આપે છે.
૦ વર્ષીદાન સમય અને ભોજન પ્રબંધ :
અરિહંત પરમાત્મા સૂર્યોદયથી આરંભીને ભોજનકાળ પર્યન્ત દાન આપતા હતા. આ દાન શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, ગલીઓ વગેરેમાં ઇન્દ્ર પૂર્વે ઘોષણા કરાવે છે – “જેને જે જોઈએ તે લઈ જાઓ.” એ રીતે અરિહંત પરમાત્મા દાન આપે છે. જે સર્વે ઇન્દ્રના હુકમથી દેવો પુરુ કરે છે. તે વખતે દેવ અને માનવ સમુદાય ઉપસ્થિત હોય છે. આ સંવત્સર દાન લેવા ઘણાં સનાથ, અનાથ, પથિક, કારોટિક, કાપેટિક આદિ આવતા હોય છે.
અરિહંત પરમાત્માના સંવત્સર દાન અવસરે ત્યાંના રાજા કે કોઈ અધિકૃત વ્યક્તિ દાન લેવા આવનારા આદિ માટે નગરમાં વિવિધ સ્થાને, અનેક જગ્યાએ મોટી ભોજનશાળા ચાલુ કરાવે છે ત્યાં અનેક સેવકજનો ભક્તિપૂર્વક વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિ વડે તે સનાથ, અનાથ, પાસત્થા, ગૃહસ્થ આદિને ત્યાં બેસાડી, વિશ્રામ કરાવી, સુખાસન આપી ભોજન કરાવે છે. લોકો પણ પરસ્પર કહેતા હોય છે કે અહીં ઇચ્છાપૂર્વકનું સર્વકામિત વિપુલ અશનાદિ ભોજન પ્રાપ્ત થાય છે.
• અરિહંતના વર્ષીદાનના અતિશયો :- દીપવિજયજી કૃત્ ગણધર-યુગપ્રધાન દેવવંદનમાંના થોયના જોડા પ્રમાણે,
અરિહંત પરમાત્મા જ્યારે સંવત્સરદાન આપે છે, ત્યારે તેમના અતિશય અર્થાત્ વિશેષ ગુણને કારણે વર્ષીદાનના છ અતિશયો કહેલા છે –
(૧) અરિહંત પરમાત્મા એક વર્ષ સુધી જ્યારે વર્ષીદાન આપે છે ત્યારે અવસરજ્ઞ એવો શક્રેન્દ્ર રોજ ત્યાં ઉપસ્થિત રહી પ્રભુના બંને હાથ પર બેસે છે અર્થાત્ શક્તિ સંચારિત કરે છે, જેથી અરિહંત પરમાત્મા દાન દેતા શ્રમ ન પામે.
(૨) ઇશાનેન્દ્ર છડીદાર થઈને ચાલે છે. લેતા-લેતા એવા દેવોને તે નિયંત્રિત કરે છે. (રોકે છે).
(૩) ભવનપતિના ચમરેન્દ્ર અને બલીન્દ્ર પણ ત્યાં હાજર હોય છે. જેમાં અમરેન્દ્ર અરિહંતની મુઠીમાં આવતા દાનનું નિયમન કરે છે. જેથી જો કોઈ યાચકને તેના ભાગ્યથી વધારે દાન મળી જાય તેમ હોય તો ઓછું કરી દે છે. જ્યારે બલીન્દ્ર