SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો ૪૩ પ્રતિજ્ઞા ગ્રહણ કરે તે સર્વે બાબતોનું વર્ણન નાયાધમ્મકતા અને આવશ્યક નિર્યુક્તિ તથા તેની વૃત્તિ અને શૂર્ણિ તથા કલ્પસૂત્ર વૃત્તિને આધારે ઘણાં જ વિસ્તારથી અમારા આગમ કથાનુયોગમાં ભગવંત મલ્લિનાથ અને ભગવંત મહાવીર સ્વામીની કથામાં કરેલું છે. અહીં તેનો સંક્ષેપ રજૂ કર્યો છે.) • અરિહંતોનો દીક્ષા સંકલ્પ અને લોકાંતિક દેવોનું આગમન : અરિહંત પરમાત્માને દીક્ષા અવસરનું એક વર્ષ બાકી રહ્યું હોય ત્યારે તેઓ સંકલ્પ કરે છે કે હું એક વર્ષ પછી દીક્ષા લઈશ. તે વખતે બ્રહ્મલોક નિવાસી પ્રત્યેક (આઠ) નવે લોકાંતિક દેવોના આસન ચલિત થાય છે. અવધિજ્ઞાન વડે તેઓ જાણે છે કે અરિહંત પરમાત્માનો દીક્ષા ગ્રહણ કરવાનો અવસર આવી રહ્યો છે ત્યારે ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વન્દિ, ૪. વરુણ, ૫. ગઈતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. આગ્નેય (બીજા મતે ૯-અરિષ્ટ). એ બધાં લોકાંતિક દેવો વિચારે છે કે અભિનિષ્ક્રમણ કરવા ઇચ્છતા અરિહંત ભગવંતને સંબોધિત કરવા એ લોકાંતિક દેવોનો પરંપરાગત શાશ્વત આચાર છે. તો આપણે જઈએ અને અરિહંતને સંબોધિત કરીએ. (અરિહંતને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરીએ). આ પ્રમાણે વિચારી બધાં લોકાંતિક દેવો ઇશાન ખૂણામાં જઈને વૈક્રિય સમુદ્યાત કરે છે. ઉત્તર વૈક્રિયરૂપ વિફર્વે છે. જ્યાં અરિહંત પરમાત્મા હોય ત્યાં જાય છે. તેઓએ ઘુંઘરૂ યુક્ત પંચરંગી વસ્ત્રાભૂષણો ધારણ કરેલા હોય છે. ત્યાં અંતરિક્ષમાં ઉભા રહી બંને હાથ જોડી દશનખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, આવર્ત કરી, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, સ્વરોથી મનામ, ઉદાર, ક્લયાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, પરિમિત, મધુર, શોભાયુક્ત, હૃદયંગમ, હૃદયને પલ્લવિત કરનારી, ગંભીર, પુનરૂક્તિ દોષરહિત, સુંદર ધ્વનિ, મનોહર વર્ણ આદિ યુક્ત વાણીથી અભિનંદતા, સ્તુતિ કરતા અરિહંતને આ પ્રમાણે કહે છે– હે ભગવન્! લોકના નાથ ! બોધ પામો, ધર્મતીર્થનું પ્રવર્તન કરો, જે જીવોને હિત, સુખ અને નિઃશ્રેયસ્કર થશે. હે પ્રભુ! આપ જય પામો જય પામો, હે ભગવન્! આપ બોધ પામો, હે લોકનાથ! સકળ જગના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રર્વતાવો. ઇત્યાદિ કહીને લોકાંતિક દેવો જય-જય શબ્દ બોલે છે. જો કે અરિહંતો સ્વયંબુદ્ધ જ હોય છે. ગર્ભથી ત્રણ જ્ઞાનના ધારક હોય છે. તો પણ લોકાંતિક દેવો અરિહંતોનો બોધ કરવા આવે છે. તેઓની સાથે પ્રત્યેકનો પોત-પોતાનો ૪૦૦૦ સામાનિક દેવો, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ અનેક દેવોનો પરિવાર હોય છે. • અરિહંતોના સંવત્સર દાન માટેની સંપત્તિ : અરિહંતનો દીક્ષા લેવાનો સંકલ્પ જાણી શક્રેન્દ્ર પોતાનો પરંપરાગત આચાર જાણી દીક્ષા લેવાને સમુદ્યત અરિહંત ભગવંતોને ત્યાં ત્રણસો અઠાવીશ કરો અને એંસી લાખ સુવર્ણ મુદ્રા અરિહંત ભગવંતોને ત્યાં પહોંચાડવા પ્રબંધ કરે છે. ઇન્દ્ર વૈશ્રમણ દેવને બોલાવે છે. વૈશ્રમણ દેવ જંભક દેવોને બોલાવે છે અને એ રીતે શક્રેન્દ્રની
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy