________________
તસ્યઉત્તરી સૂત્ર
૧૬૭
સૂત્ર-૬ . તસ્સ ઉત્તરી સૂત્ર
ઉત્તરીકરણ-સૂત્ર
સૂત્ર-વિષય :- ઇરિયાવહી સૂત્ર દ્વારા પાપ નાશ થાય છે, પણ તે પાપની વિશેષ શુદ્ધિ કરવા માટે તસ્સ ઉત્તરી સૂત્ર બોલાય છે. આ સૂત્રને ઉત્તરીકરણ સૂત્ર પણ કહે છે. આ સૂત્ર દ્વારા કાયોત્સર્ગની સ્થાપના કરવી તે હેતુ પણ રહેલો છે અથવા તેને કાયોત્સર્ગ સંકલ્પ સૂત્ર પણ કહી શકાય છે.
સૂત્ર-મૂળ :તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત કરણેણં,
વિસોહીકરણેણં, વિસલ્લી કરણેણં, પાવાણે કમ્માણ નિશ્થાયણઠાએ
ઠામિ કાઉસ્સગ્ગ. સૂત્ર-અર્થ :
તેની – (ઇરિયાવહી કર્યા છતાં કંઈક અશુદ્ધ રહેલ આત્માની) ફરીથી શુદ્ધિ કરવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, (આત્માની) વિશેષ શુદ્ધિ કરવા માટે, ત્રણ શલ્યથી રહિત થવા માટે તેમજ પાપ કર્મોના સર્વથા નાશ કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.
1 શબ્દ-જ્ઞાન :તસ્સ - તેની, તે વિરાધનાની
ઉત્તરી - ફરીથી શુદ્ધિ, પુનઃ સંસ્કરણ કરણેણં - કરવા માટે, કરવા વડે પાયચ્છિત - પ્રાયશ્ચિત્ત વિસોહી - વિશેષે શુદ્ધિ, વિશોધિ વિસધી - શલ્યરહિતા, વિશલ્ય પાવાણે કમ્માણ - પાપ કર્મોના નિશ્થાયણઠાએ - નાશ કરવાને માટે ઠામિ - હું રહું છું, સ્થિર થાઉં છું કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગમાં
| વિવેચન :
આ સૂત્રનો સંબંધ સામાન્યથી “ઇરિયાવહી' સૂત્ર સાથે જોડવામાં આવે છે. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં “તસ્સ-ઉત્તરી" સૂત્રનો અર્થ કરતા પણ આ સંબંધ જોડેલો છે. વળી ચૈત્યવંદન ભાષ્યની ગાથા-૩૨માં ઇરિયાવહી સૂત્રની સંપદામાં આઠમી સંપદા માટે તસ શબ્દ દ્વારા ત ઉત્તરી ની એક સંપદા ગણાવી છે. તેને પછીની ગાથા-૩૩માં ચૈત્યવંદન ભાષ્યકાર પ્રતિક્રમણ સંપદાથી ઓળખાવે છે.