________________
નવકાર મંત્ર-અરિહંત
૦ માર્ગોપદેશકર્તા એ અરિહંતનો વિશિષ્ટ ગુણ છે. • અરિહંતને નમસ્કાર કેમ ?
“નમો' અને અરિહંતાણે એ બંને શબ્દોનો અર્થ જાણ્યા પછી, આખું એક પદ “નમો અરિહંતાણં”નો અર્થ તો સરળ જ છે - કે ઉક્ત અર્થ, વિશેષતા, લક્ષણ આદિ ધરાવતા એવા જે “અરિહંત' તેને (મારા) નમસ્કાર થાઓ. પણ પ્રશ્ન એ છે કે અરિહંતને નમસ્કાર શા માટે ? અર્થાત્ અરિહંતની ઉક્ત સર્વ વિશેષતા અમે માનીએ છીએ, સ્વીકારીએ છીએ પણ અરિહંતને નમસ્કાર શા માટે ?
અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના પ્રરૂપક છે, અને ઉદ્દઘાટક પણ છે. આપણી ભરતક્ષેત્રની વર્તમાન ચોવિસીનો જ વિચાર કરો - આ ચોવિસીના પ્રથમ અરિહંત કોણ થયા ? – ઋષભદેવ ભગવાન્ – તે કાળની સ્થિતિ શું હતી ?
ગત ઉત્સર્પિણીના નવ અને આ અવર્પિણીના નવ એ બંને મળીને અઢાર કોડાકોડી સાગરોપમથી અજ્ઞાનરૂપી અંધકાર ફેલાયેલો હતો. મોક્ષમાર્ગ ભરતક્ષેત્રમાંથી બંધ હતો. અહીં સાગરોપમકાળ એટલે શું તે વિચાર્યું છે કદી ? સંખ્યા ગણિત પુર થાય પછી ઉપમા ગણિતમાં પલ્યોપમનો કાળ આવે. આવા કંઈ કેટલાયે પલ્યોપમો પછી સાગરોપમ કાળ આવે (દશ કોડાકોડિ પલ્યોપમે એક સાગરોપમ થાય). એવા અઢાર કોડાકોડિ સાગરોપમ સુધી અહીં કોઈ મોક્ષે ગયું નથી.
તે કાળે જન્મતો મનુષ્ય પલ્યોપમ વર્ષ (અબજોના અબજોના અબજો વર્ષ) સુધી ખાવું-પીવું આદિ ભોગમાં જ આનંદી રહ્યો છે. ત્યાગની વાત તો સ્વપ્ન વિચારી નથી. આવા કપરા સમયે ત્રણ જ્ઞાનથી સંયુક્ત એવા પ્રભુએ ત્યાગનો આનંદ સમજાવી મોક્ષ માર્ગ વહેતો મૂક્યો.
આવા ઉપકારીને નમસ્કાર થાય કે નહીં ? અરિહંત પરમાત્માને અપાયેલી ઉપમાઓનો વિચાર કરીએ
“મહાગોપ મહામાહણ કરીએ, નિર્ધામક સત્યવાહ, ઉપમા એડવી જેહને છાજે, તે જિન નમીયે ઉત્સાહ રે.” સાર્થક ઉપમાઓ – અરિહંત પરમાત્માને આવી સુંદર ઉપમાઓ સાર્થક અપાયેલી છે. તે જ તેમના નમસ્કારનું મહત્ત્વ દર્શાવે છે. જેમ શકસ્તવમાં અરિહંતના વિવિધ વિશેષણોમાં એક વિશેષણ મૂક્યું – “ઘમસાર” - કલ્પસૂત્ર વૃત્તિકાર તેને સમજાવતા દૃષ્ટાંત આપે છે કે
• લઘુ દષ્ટાંત :- મેઘકુમારે ઉત્કૃષ્ટ ભાવથી દીક્ષા અંગીકાર કરી છે. પહેલી જ રાત્રિ છે, સંથારામાં સુતેલા છે. સાધુ ભગવંતોના આવાગમનથી તેમના પગની રજ સંથારામાં પડે છે. મેઘકુમાર વિચારે છે કે ક્યાં મારું રાજ સુખ અને ક્યાં આ સ્થિતિ ? હું સવારે ભગવંત પાસે જઈ ઘેર જવાની રજા માંગીશ, પણ ધર્મસારથી (ધર્મરૂપી રથના સારથી સમાન) અરિહંત મહાવીરે કહ્યું, હે મેઘ ! તમે દુર્ગાન કર્યું (ખોટું વિચાર્યું છે. તમે પૂર્વભવે હાથી હતા અને વનમાં દાવાનળ ઉત્પન્ન થયો, ત્યારે તમે બનાવેલા મંડલમાં બધાં પ્રાણી આવીને રહ્યા. તે અવસરે કેવળ એક સસલા