________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ માટે એક નવકાર ગણીએ છીએ. જેથી ૨૫ × ૪૦ = ૧૦૦૦ + ૮ = ૧૦૦૮ થાય છે.
૧૮૦
(૮) આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ જે એક એક નવકારનો કાયોત્સર્ગ કરાય છે તે. (જો કે તે અંગે મૂળ પ્રતિક્રમણ વિધિમાં કોઈ ખુલાસો નથી.) -૦- આરાધના વિષયક કાયોત્સર્ગ પ્રમાણ :
આરાધકો અનેકવિધ આરાધના કરતા હોય છે. જેમકે નવપદ, કલ્યાણક, વીશ સ્થાનક, કર્મક્ષય ઇત્યાદિ. આ આરાધનાઓમાં તો શ્વાસોચ્છવાસ પ્રમાણની વાત દેખાતી નથી, ત્યાં સીધી જ લોગસ્સ પ્રમાણની વાત જ વ્યવહારમાં જોવા મળે છે. જેમકે જ્ઞાન નિમિત્તે પાંચ કે એકાવન લોગસ્સ કરે, સિદ્ધાચલતીર્થ નિમિત્તે નવ કે એકવીસ લોગસ્સનો કાયોત્સર્ગ કરે. આ વાતનું પ્રમાણ શ્રાવક અતિચારમાં પણ જોવા મળે છે. તેમાં એક વાક્ય બોલાય છે કે, “કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ્ગ ન કીધો.' એ રીતે અહીં સીધુ લોગસ્સ સૂત્રને જ પ્રમાણ ગણેલ છે.
-૦- અભિભવ રૂપ કાયોત્સર્ગ કાલમાન :
જે હેતુ કે નિમિત્તને આશ્રીને કાયોત્સર્ગ કરાયેલ હોય તેની સિદ્ધિ કે પૂર્વી ન થાય ત્યાં સુધી આ કાયોત્સર્ગ ચાલે. તેથી તેનું કાળપ્રમાણ નિયત હોતું નથી. માત્ર ઉત્કૃષ્ટ અવધિ બાર માસની કહી છે કે જે બારમાસ પર્યન્તના કાયોત્સર્ગ માટે બાહુબલિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
૦ લઘુ દૃષ્ટાંત :- પરમ ધર્મનિષ્ઠ એવો ચંદ્રાવતંસક નામે રાજા હતો. તે ચૌદશની રાત્રિએ પોતાના મહેલમાં કાયોત્સર્ગ કરતો ઉભો છે. મનમાં તેણે અભિગ્રહ ધારણ કરેલો છે કે– જ્યાં સુધી મહેલનો આ દીવો બળતો રહે ત્યાં સુધી મારે કાયોત્સર્ગ પારવો નહીં. સામાન્યથી તો તેલ પુરું થાય એટલે દીવો બુઝાઈ જાય અને કાયોત્સર્ગનું કાલમાન પુરું થાય. પણ રાજાની દાસીએ રાજાને ઉભેલા જોઈને વિચાર્યું કે રાજા કંઈક ધર્મકાર્યથી ઉભેલા છે, તો મારે અંધકાર થવા ન દેવો. તેથી તેણી વારંવાર આવીને દીવામાં તેલ પુરી જાય છે, જેથી દીવો બુઝાય નહીં. આ રીતે રાતભર દીવો ચાલુ રહ્યો અને રાજાએ કાયોત્સર્ગમાં રહીને ધર્મધ્યાન કર્યું. કેમકે કાલમાનનો આધાર સમય, શ્વાસોચ્છવાસ કે લોગસ્સ આધારિત ન હતો પણ નિમિત્ત આધારિત હતો. તે નિમિત્ત ચાલુ રહે ત્યાં સુધી કાયોત્સર્ગ પણ ચાલુ રહે. વળી આ નિયમની વાત તો સૂત્રોક્ત પ્રમાણમાં પણ આવે છે जाव नियमं પન્નુવાસામિ. સૂર્યોદય પર્યંત ચંદ્રાવતંસક રાજા કાયોત્સર્ગમાં નિશ્ચલ રહ્યા. સૂર્યોદયે જ્યારે દીવો બુઝાયો ત્યારે રાજાના બંને પગે લોહી ભરાઈ ગયું હોવાથી પર્વતના શિખરની જેમ તુટીને રાજા જમીન પર પડ્યો. પણ કાયોત્સર્ગ પ્રતિમા ખંડિત ન કરી. -૦- કાયોત્સર્ગના આઠ નિમિત્ત ચૈત્યવંદનને આશ્રીને :
ચૈત્યવંદન ભાષ્ય-૫૩માં પાવરવવાન્થ. ગાથાથી કાયોત્સર્ગ કરવા માટેના આઠ નિમિત્તોનું વિધાન જોવા મળે છે. તે પ્રમાણે—
(૧) ઇરિયાવહી નિમિત્તે પાપ ખપાવવાને માટે