________________
નવકાર મંત્ર-આચાર્ય ત્રીજે પદે કેમ ?
શાસન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળા જ હોય. માટે અરિહંતના સીધા વારસદાર સ્વરૂપે આચાર્ય હોવાથી તેમને ત્રીજા પદે નમસ્કાર કરાય છે.
અરિહંત પરમાત્માની અમૂલ્ય દેશનાની નોંધ દ્વાદશાંગી રૂપે કરીને આપણને આપનાર પણ ગણધર (આચાર્યો) જ છે. અરિહંત પરમાત્માએ પોતાના જીવનરૂપી ફેક્ટરીમાં કેવળજ્ઞાન-કેવળદર્શન રૂપી જે માલ તૈયાર કર્યો તેના સૌ પ્રથમ ગ્રાહક પણ ગણધર (આચાર્ય) જ છે. માટે ગુરુતત્ત્વમાં સૌ પ્રથમ અને પંચ પરમેષ્ઠીમાં ત્રીજે પદે આચાર્યને નમસ્કાર કરાય છે. જો આચાર્યો (ગણધર)ને પ્રતિનિધિ રૂપે સ્વીકાર્યા ન હોય તો પર્ષદામાં તેમનું સ્થાન કયાં હોત? કેવલીની પહેલા કે પછી ? સર્વજ્ઞ કેવલી પહેલા બેસે કે છઘ0 ગણધરો પર્ષદામાં પહેલા બેસે ? છતાં પર્ષદામાં ગણધરો પ્રથમ બેસે છે. અરે ! એક ગણધર તો અરિહંતના ચરણ પાસે જ સમવસરણમાં બેઠા હોય છે. કેવલીઓ ગણધરની પાછળ બેસે છે. ત્યાં એક જ વાતને સમજવાની છે. આચાર્યોની પ્રતિનિધિરૂપે પ્રમાણિતતા. ત્યાં કેવલીની આશાતના નથી. પણ મૃતની ગ્રાહકતા છે. માટે આચાર્યને ત્રીજે પદે નમસ્કાર કરાય છે.
• સિદ્ધચક્ર યંત્રમાં આચાર્યનું સ્થાન :
સિદ્ધચક્ર યંત્રને ધ્યાનથી યાદ કરો - આચાર્ય મહારાજના સ્થાન વિશે બે હકીકતો નોંધપાત્ર જણાશે–
(૧) કેન્દ્રમાં “અરિહંત” છે. આપણી સન્મુખ જમણી તરફ આચાર્ય છે. અરિહંત સાથેના તેમના સંબંધનું જોડાણ દર્શાવે છે. આચાર્યો માન્ય, પૂજ્ય અને નમસ્કરણીય ખરા પણ અરિહંતરૂપી ધરી કે કેન્દ્રસ્થાન ભૂલીને નહીં, અરિહંતે પ્રકાશેલા અને પ્રરૂપેલા માર્ગે ચાલનારા તેવા આચાર્યની જ અહીં આચાર્યરૂપે સ્વીકૃતિ છે. માટે નમો રિહંતવારિયા સમજીને આચાર્યપદની મહત્તા દેખાડી છે.
(૨) સિદ્ધચક્ર યંત્રમાં આચાર્યપદની પૂર્વે મૂકાયું છે દર્શન પદ. આ એક સુંદર સંબંધ-જોડાણ છે. કેમકે દર્શન એટલે “શ્રદ્ધા” અરિહંતના માર્ગની પૂર્ણ શ્રદ્ધા હોવી તે આચાર્ય પદવી માટેની પૂર્વ શરત છે, તેવું આ યંત્ર આપણને તાર્કિક રીતે કહી દે છે. અરિહંત પરત્વે શુદ્ધ શ્રદ્ધા અને વફાદારીપૂર્વક જ વાણીની પ્રરૂપણા કરે તે આચાર્ય એવો દર્શન અને આચાર્ય પદનો સંબંધ છે તેવું આ યંત્ર ફલિત કરે છે.
૦ પ્રશ્નો :– આચાર્યો અરિહંતની જ વાણી પ્રતિનિધિ રૂપે રજૂ કરે તેનું પ્રમાણ ?
– પ્રમાણ છે. આગમ શાસ્ત્રોમાં અનેક સ્થાને કંઈ પણ પ્રરૂપણા પૂર્વે એક વાક્ય આવે છે – સૂવું છે તેમાં માવા વિશ્વયં આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે તે મેં સાંભળેલ છે અને છેલ્લે કહે ત્તિભ - તે પ્રમાણે હું (તમને) કહું છું. સુધર્માસ્વામી જ્યારે આ રીતે કહે છે ત્યારે વિચારો. તે તો ગણધર છે, દ્વાદશાંગીના રચયિતા છે. શાસન તેમની પાટ પરંપરામાં ચાલવાનું છે. છતાં પણ નામ કોનું મૂક્યું? ભગવંતનું (ભગવંતે આ કહ્યું છે, તે હું તમને કહું છું), આ જ પ્રમાણપત્ર છે કે આચાર્યો અરિહંતના પ્રતિનિધિરૂપે જ વાણી રજૂ કરે.