________________
૧૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – ચારિત્રના ઘાતક પરિણામને કષાય કહે છે. – દશવૈકાલિક સૂત્ર ૩૯૦ મુજબ - ચાર કષાયોનું ફળ :
નહીં દબાયેલા ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામેલા માયા અને લોભ એ ચાર ક્લિષ્ટ કષાયો પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરે છે.
-૦- ક્રોધ સંબંધી એક લઘુદષ્ટાંત :
એક ઉગ્રતપસ્વી ક્ષમક નામે સાધુ હતા. તપસ્યાના પારણે બાળમુનિની સાથે ગૌચરી વહોરવા ગયા. તેમના પગ નીચે આવીને એક નાની દેડકી મરી ગઈ. બાલસાધુએ ઇરિયાવહી પ્રતિક્રમતા તેઓને દેડકીની વિરાધના યાદ કરાવી. ફરી પ્રતિક્રમણ વેળા યાદ કરાવ્યું. ત્યારે ક્ષમક સાધુ ક્રોધિત થઈ બાલસાધુને મારવા દોડ્યા. ત્યારે થાંભલામાં અથડાઈને મૃત્યુ પામ્યા. ત્યાંથી જ્યોતિષ્ક દેવ થઈ ફરી કનકખલ આશ્રમમાં તાપસપુત્ર થયા. તેનું કૌશિક નામ રાખ્યું તે સ્વભાવથી અતિ ક્રોધી હતો. તેથી તે ચંડકૌશિક નામે ઓળખાવા લાગ્યા. તે કોઈ તાપસને ફળ આપતો નહીં ગોવાળોને પણ ત્યાં આવવા
તો નહીં. કોઈ વખતે રાજપુત્રે તેનો આશ્રમ નષ્ટપ્રાયઃ કરતા તે કુહાડી લઈને મારવા દોડ્યો. ખાડામાં પડ્યો. કુહાડી લાગતા મૃત્યુ પામ્યો. ક્રોધના તીવ્ર અધ્યવસાયથી
ત્યાં જ દૃષ્ટિવિષ સર્પ થયો. છેલ્લે ભગવંત મહાવીરથી પ્રતિબોધ પામ્યો. ક્ષમાભાવ ધારણ કર્યો.
• કષાયના ભેદો :
-૦- ક્રોધ :- ક્રોધનો એક સંજ્ઞારૂપે ઉલ્લેખ (ઠાણાંગ સૂત્ર-૯૬૪), મૃષાના દશ ભેદમાંના એક ભેદ રૂપે (ઠાણાંગ સૂત્ર-૯૪૧), કષાયના એક ભેદરૂપે (ઠાણાંગ સૂત્ર-૨૬૩ ઇત્યાદિ અનેક શાસ્ત્ર પાઠોમાં) પણ ક્રોધનો ઉલ્લેખ છે. અહીં ક્રોધનો ઉલ્લેખ કષાયરૂપે જ વિચારવાનો છે.
- ક્રોધ એટલે કેષ, ગુસ્સો, અક્ષમા કે વૈર લેવાની વૃત્તિ. તેને તત્ત્વાર્થ ભાષ્યમાં કોપ, રોષ, દ્વેષ, લંડન એવા પર્યાય શબ્દોથી ઓળખવામાં આવે છે.
– ક્રોધ મોહનીય કર્મોદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ જેના વડે જીવ કુદ્ધ થાય છે તે ક્રોધ. આ ક્રોધ અપ્રીતિકર છે. ક્રોધથી સ્નેહ-પ્રેમ જતો રહે છે.
– આ ક્રોધના ચાર ભેદ છે. (૧) અનંતાનુબંધી ક્રોધ, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ, (૩) પ્રત્યાખ્યાની ક્રોધ, (૪) સંજવલન ક્રોધ. (જો કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંવલન એ માન/માયા/લોભ ત્રણેના ભેદો પણ છે.)
-૦- માન :- માનનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે, મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે.
- માન એટલે અભિમાન, અહંકાર મદ કે ગર્વ તેને તત્ત્વાર્થ ભાષ્યમાં માન, સ્તંભ, ગર્વ, ઉત્સક, અહંકાર, દર્પ, મદ, મય (મોટાઈ) એવા પર્યાયથી ઓળખવામાં આવે છે.
- માન મોહનીયના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ જેના વડે હું જાત્યાદિ