________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૧
૮. અતિમાત્રાહાર :- પ્રમાણથી અધિક આહાર ન કરવો.
૯. વિભૂષા :- સ્નાન, વિલેપનાદિ ન કરવા. નખ, કેશ આદિનું સંમાર્જન ન કરવું. શોભા ન વધારવી.
(સ્થાનાંગ સૂત્ર ૮૦૨માં આ નવગુણિના ક્રમ અને શબ્દોમાં થોડો ફેર છે.)
ગુરુ/આચાર્ય ભગવંતના છત્રીશ ગુણોમાં પાંચ ઇન્દ્રિયના સ્મરણરૂપ પાંચ ગુણો પછી આ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ પાલનરૂપ નવ ગુણો જાણવા.
ચઉવિહ કસાય-મુક્કો :- ચાર પ્રકારના કષાયોથી મુક્ત :
-૦- ચઉવિડ - ચાર પ્રકારના આ માત્ર સંખ્યાવાચી શબ્દ છે, જે કષાયના મુખ્ય ચાર ભેદોનો નિર્દેશ કરે છે.
-૦- કસાય :- આ કષાય શબ્દ ૫ નામના ધાતુ (ક્રિયાપદ) પરથી બન્યો છે. તેના વિવિધ અર્થો ધાતુપારાયણમાં બતાવેલા છે. તેમાંનો એક અર્થ છે - જે અંતઃકરણને બગાડે, મનની વૃત્તિઓને મલિન કરે તે કષાય કષ' શબ્દનો એક અર્થ સંસાર પણ થાય છે અને “આય' શબ્દનો અર્થ છે લાભ. અર્થાત્ જેનાથી સંસારનો લાભ થાય, સંસાર વધે તેનું નામ કષાય, તત્ત્વાર્થ સૂત્રકારે અધ્યાય ૮ના સૂત્ર-૨માં પણ આ વાતની પુષ્ટી કરતા કહ્યું છે કે, કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવા પુગલોનું ગ્રહણ કરે છે.
(કષાય અને તેના ભેદોનું વર્ણન પન્નવણા સૂત્રમાં ચૌદમાં પદમાં, સ્થાનાંગ સૂત્ર-૪૮, ૨૬૩, ૩૩૩ તથા તેની વૃત્તિમાં તત્વાર્થ સૂત્રમાં છઠા અને આઠમાં અધ્યાયમાં, વંદિતુ સૂત્ર ગાથા-૪ની વૃત્તિમાં શ્રમણસૂત્રમાં, પાક્ષિક સૂત્રમાં, કર્મગ્રંથમાં, લોકપ્રકાશ ભાગ-૧નાં શ્લોક ૧૩૦માં, દશવૈકાલિક સૂત્ર-૩૯૦ અને તેની વૃત્તિમાં, દષ્ટાંત સહ સમજૂતી આવશ્યક નિર્યુક્તિ ૯૧૮ની ચૂર્ણિ અને વૃત્તિમાં, પડાવશ્યક સૂત્રાણિ અને બાલાવબોધ ઇત્યાદિમાં આવે છે.).
– જન્મ મરણરૂપ સંસારનું આવવું કે પ્રાપ્ત થવું અર્થાત્ જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે તે કષાય. આ કષાયને કર્મોની પરિભાષામાં કષાયચારિત્ર મોહનીય કહે છે કેમકે તે મોહનીયકર્મના ચારિત્ર મોહનીય નામક કર્મની ઉત્તર પ્રવૃત્તિ છે.
– ઘણાં પ્રકારના સુખ અને દુઃખના ફળને યોગ્ય એવા કર્મક્ષેત્રનું જે કર્ષણ કરે છે – ખેડે છે અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે તેને કષાય કહેવાય છે.
– સ્થાનાંગ-૧ સૂત્ર-૪૮ વૃત્તિ-કષાયમોહનીયકર્મ પુદગલના ઉદયથી સંપ્રાપ્ત એવા જીવ પરિણામ તે કષાય. તે મુખ્યત્વે ચાર ભેદે છે – ક્રોધ, માન, માયા અને લોભ તે અનંતાનુબંધી આદિ અનેક પેટા ભેદથી કહેવાયેલ છે અને અધ્યવસાય સ્થાનને આશ્રિને તો અસંખ્યાત ભેદો ધરાવે છે.
– ઋતિ - જે શરીરધારીની હિંસા કરે છે અથવા - કર્મનો લાભ આપે છે, જેનાથી શરીરધારી જીવને કર્મો પ્રાપ્ત થાય છે તે કષાય.
- જ્યાં જીવો વિવિધ દુઃખોથી કસાય એટલે કે પીડાય, રીબાય, મરી જાય તેને કg અર્થાત્ સંસાર કહ્યો છે. તેનો લાભ-પ્રાપ્તિ થવી તે કષાય કહેવાય.