________________
૭૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ પ્રાપ્ત થાય છે. તેનાથી સર્વ લોકાલોકનું સમસ્ત સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે.
૨. અનંત દર્શન:- દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી અનંત/કેવળદર્શન પ્રાપ્ત થાય છે. તેનાથી સર્વ લોકાલોકનું સમસ્ત સ્વરૂપ જુએ છે.
૩. અવ્યાબાધ સુખ :- વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડારહિત નિરૂપાધિપણું પ્રાપ્ત થતા અવ્યાબાધ સુખ મળે છે.
૪. અનંતચારિત્ર :- મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. તેથી સિદ્ધ ભગવંતો સદા આત્મસ્વભાવમાં અવસ્થિત રહે છે અને આ નિજગુણ સ્થિરતા એ જ ચારિત્ર છે.
૫. અક્ષય સ્થિતિ :- આયુષ્ય કર્મનો સર્વથા ક્ષય થવાથી નાશ ન થાય એવી અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી. તેથી તે સાદિઅનંત સ્થિતિ કહેવાય છે.
૬. અરૂપીપણું :- નામકર્મનો સર્વથા ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત થાય છે. કેમકે વર્ણાદિકનો સંબંધ શરીર સાથે જ છે. પણ સિદ્ધને શરીર નથી. તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭. અગુરુલઘુ :- ગોત્રકર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. કેમકે તેથી ઊંચ-નીચ કે ગુર-લઘુનો કોઈ વ્યવહાર રહેતો નથી.
૮. અનંતવીર્ય :- અંતરાય કર્મનો સર્વથા ક્ષય થવાથી અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ અને અનંતવીર્ય એ ગુણો પ્રાપ્ત થાય છે. આ અનંતવીર્યના ગુણથી પોતાના આત્મિકગુણોને જે રૂપે છે તે રૂપે જ ધારી રાખે છે.
• સિદ્ધના ૩૧ ગુણો :- સિદ્ધના ૩૧ ગુણો પણ આવે છે. પ્રવચન સારોદ્વારમાં ગાથા ૧૫૯૩માં કહે છે કે – દર્શનાવરણીય કર્મોના નવા આયુષ્ય કર્મના ચાર, જ્ઞાનાવરણના પાંચ, અંતરાય કર્મના પાંચ, વેદનીય, મોહનીય, નામ અને ગોત્ર કર્મના બે-બે ભેદો તે ૩૧ કર્મોનો ક્ષીણ શબ્દને ઉમેરતા સિદ્ધના ૩૧ ગુણો થાય છે. જેમકે - ક્ષીણ ચદર્શનાવરણ ઇત્યાદિ.
બીજી રીતે સિદ્ધના ૩૧ ગુણો – પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ આ અઠાવીશનો અભાવ તથા અશરીરી, અસંગત્વ અને અરૂણરૂપ એમ ૩૧ ગુણો સિદ્ધોના જાણવા.
સિદ્ધ ભગવંતનો વિશેષ ગુણ :
જેમ અરિહંત ભગવંતનો વિશેષ ગુણ છે – માર્ગદેશકપણું, તેમ સિદ્ધ ભગવંતનો વિશેષ ગુણ (આવશ્યક નિર્યુક્તિ ૯૦૩માં) અવિનાશીપણું કહ્યો છે. (વૃત્તિકાર હરિભદ્રસૂરિ આવશ્યકમાં તથા વિશેષાવશ્યક ભાષ્યકાર જણાવે છે કે–) સિદ્ધોને નમસ્કાર યોગ્ય ગણવાનું કારણ તેનો અવિનાશીપણું ગુણ છે. શાશ્વતતા છે. સમ્યમ્ દર્શનાદિ માર્ગ વડે સિદ્ધો મોક્ષને પામેલા છે. તેથી તેઓ કૃત-અર્થ હોવાથી પૂજ્ય છે. વળી સખ્ય જ્ઞાન-દર્શનાદિ ગુણોની પૂજા માત્રથી સ્વર્ગ કે મોક્ષરૂપ વિશિષ્ટ ફળ