________________
૩૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ અર્થાત્ જીવો પરત્વેની ગાઢ કરુણા. (૨) વીશ સ્થાનકોમાંથી કોઈ પણ એક-બે અથવા - યાવત્ - વીશે સ્થાનક પર્યન્તની આરાધના.
(૧) કરુણાગુણ – જગના સર્વે જીવો પરત્વે માતા જેવું ગાઢ વાત્સલ્ય હોય. રોમે રોમમાં વિશ્વના સર્વ જીવોને સર્વ દુઃખો, સર્વ પાપો આદિથી મુક્ત કરવાની તીવ્રતમ ભાવના ઉછળતી હોય. આવો અપૂર્વ વાત્સલ્યભાવ જે માતાને બાળક પ્રત્યે હોવાથી તેણીના સ્તનમાં દૂધ ભરાય છે તેમ અરિહંતોના દેહમાં પણ સમગ્ર લોહી અને માંસ જાણે કે આ અપૂર્વ વાત્સલ્યથી દૂધ જેવા શ્વેત વર્ણીય અને નિર્મળ બની જાય છે. એ જ રીતે બીજા શબ્દોમાં કહીએ તો સર્વે જીવોને શાસનરસિક અર્થાત્ મોક્ષ માર્ગરૂપી શાસન પરત્વે અપૂર્વ ભક્તિવાનું બનાવવાની જ્વલંત ભાવના અરિહંતના હૃદયમાં વસેલી હોય છે.
• લઘુ દૃષ્ટાંત :- જેમ શ્રી શાંતિનાથ અરિહંતનો જીવ પૂર્વભવમાં જ્યારે પૌષધ શાળામાં રહી ધર્મની આરાધના કરી રહેલ છે. દેવેન્દ્રએ પણ તેની પ્રશંસા કરી ત્યારે ઇન્દ્ર વચનમાં શંકાવાળા દેવે રાજાની પરીક્ષા કરવા કબૂતર અને બાજ પક્ષીની વિકુર્વણા કરી. બૂતર રાજાને શરણે આવ્યું. તેની પાછળ બાજ પક્ષી કબૂતરને મારવા આવ્યું. ત્યારે બાજ પક્ષીને ખાવા માટે તેના પ્રમાણમાં પોતાના શરીરનું માંસ આપીને પણ કબૂતરનો જીવ બચાવવાનું નક્કી કર્યું. જ્યારે રાજા કબૂતરના બદલામાં પોતાનું માંસ કાપી-કાપીને આપે છે. ત્યારે દેવમાયાથી પક્ષી વધુને વધુ વજનવાળું થતું જાય છે. છેવટે રાજા પોતે જાતે જ ત્રાજવામાં બેસી ગયો. એક કબૂતરના જીવ પ્રત્યેની કરુણાથી પોતાની જાતને પણ હોમી દીધી. ત્યારે દેવે પ્રગટ થઈને રાજાની પ્રશંસા કરી. આવી ભાવ અને દ્રવ્ય કરુણા અરિહંતોના જીવોની પૂર્વભવમાં પણ હોય છે.
(૨) વીશ સ્થાનક (માંના કોઈ પણ કે બધાં સ્થાનક)ની આરાધના :૧. અરિહંત વત્સલતા - અરિહંતો પ્રત્યેનો વાત્સલ્યભાવ. ૨. સિદ્ધ વત્સલતા - સકળ કર્મોથી રહિત એવા સિદ્ધો પ્રતિ વત્સલતા. 3. પ્રવચન વત્સલતા - શ્રુત જ્ઞાનના ઉપયોગવાળા કે સંઘનું વાત્સલ્ય. ૪. ગુરુ વત્સલતા - ધર્મોપદેશના દાતા પરત્વે વાત્સલ્યભાવ. ૫. સ્થવિર વત્સલતા - ધર્મમાં સ્થિર કરે તે સ્થવિરનું વાત્સલ્ય. ૬. બહુશ્રુત વત્સલતા – જેમની પાસે ઘણું શ્રત છે તેમનું વાત્સલ્ય. ૭. તપસ્વી વત્સલતા - તપગુણ યુક્ત કે સાધુ. તેમનું વાત્સલ્ય. ૮. અભીણ જ્ઞાનોપયોગ - નિરંતરપણે જ્ઞાનનો ઉપયોગ હોવો તે. ૯. દર્શન - સમ્યક્ત્વ, તેનું નિરતિચારપણે પાલન કે વિશુદ્ધિ હોવી. ૧૦. વિનય – જ્ઞાન, દર્શન આદિ વિનય, તેમાં સંપન્ન રહેવું તે. ૧૧. આવશ્યક - સંયમાદિ ક્રિયાને નિરતિચારપણે અવશ્ય કરવી તે. ૧૨. શીલવત - શીલ-ઉત્તરગુણ, વ્રત-મૂલગુણ, બંનેનું પાલન કરવું. ૧૩. ક્ષણલવ - સતત સંવેગભાવ અને ધ્યાનનું સેવન કરવું.