________________
૨૮૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ કરી છે. જો કે તેની નવમી ગાથામાં તો સામાયિકનું ફળ પામનાર ત્રણ પાત્રોના નામો જ છે. પણ તેમની રચના અને ઉપરોક્ત બત્રીશ દોષોમાં કોઈ કોઈ સ્થાને ફેર છે.
- સામાયિક કરતી વખતે ઉક્ત બત્રીશ દોષોને ટાળવા જોઈએ. માનો કે, આ બત્રીશ દોષોમાંથી કોઈ દોષ ભૂલથી લાગ્યો હોય તો શું કરવું? તે બાબતે સૂત્રમાં જણાવે છે કે, તે સર્વ દોષોનું મન, વચન અને કાયા એ ત્રિકરણ યોગે હું “
મિચ્છા મિ દુક્કડં' આપું છું. અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ - નિષ્ફળ થાઓ.
૦ આ રીતે છેલ્લા બે ફકરામાં – માફી માંગવામાં આવેલ છે. જેમાં કોઈ અવિધિ થઈ હોય તે બાબતે તથા સામાયિક સંબંધી કોઈ દોષ લાગ્યો તેનું ત્રિકરણ યોગે “મિચ્છામિ દુક્કડં' અપાયેલ છે.
વિશેષ કથન :
સામાયિકમાં વ્યતીત થયેલો કાળ સફળ છે અને બાકીનો બધો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે. આ સૂત્ર પણ ભલે સામાયિકપારણ સૂત્ર કહેવાય છે, છતાં તેની રચના એવી રીતે થયેલી છે કે સામાયિક પારતી વખતે પણ આ સૂત્રનું ભાવપૂર્વક અને અર્થની ચિંતવના સહ ઉચ્ચારણ થાય તો સામાયિક પુનઃ પુનઃ કરવાના ભાવો જાગૃત થાય છે. કેમકે આ સૂમાં બે મહત્ત્વની વાતો મૂકી છે. (૧) સામાયિક કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે અને (૨) સામાયિક કરતો શ્રાવક સાધુ સરીખો થાય છે.
આ સૂત્ર ભલે સામાયિક પારતી વખતે બોલાતું હોય, તો પણ તેમાં “વહુલો સામાં ' બોલતી વખતે ચિત્તતંત્ર પર એક પ્રહાર થાય છે, “ભલે હું હાલ સામાયિક પારું છું પણ આ સામાયિક વારંવાર કરવા જેવું છે” વળી ગુરુ ભગવંત પાસે સામાયિક પારવા માટે બે વખત આદેશ માંગો ત્યારે પણ પ્રત્યુત્તરમાં ગુરુ ભગવંત જે શબ્દો કહે છે તે કેવા સુંદર મૂક્યા છે – પુણો વિ શાયā - ફરીને કરવા જેવું છે અને માયારો ને મોત્તબ્બો - આચાર છોડવા જેવો નથી. આ બંને ઉત્તરમાં પણ સામાયિક કરવાની જ પ્રેરણા મળે છે. (પારવાની કે છોડવાની તો ક્યાંય વાત જ નથી આવતી).
– આ સૂત્રની બંને ગાથા “ગાહા' છંદમાં છે.
સૂત્ર નોંધ :
– આ સૂત્રનું આધારસ્થાન સ્પતયા તો અમે જાણી શક્યા નથી. કેમકે ‘ઇચ્છકાર' સૂત્રની માફક આ સૂત્રમાં પણ આર્ષ પ્રાકૃત અને ગુજરાતી ભાષાનો સમન્વય થયેલો છે. આ સૂત્રની બીજી ગાથા આવશ્યક સૂત્ર નિર્યુક્તિ-૮૦૧ મુજબ છે. તે વાત નિશ્ચિત્ત છે.
ગાથા-૧ અને ગુજરાતી પાઠ માટે પ્રબોધ ટીકાના કર્તા જણાવે છે કે તે આચાર દિનકર, ઉપાદ્યાય મહિમા સાગર રચિત ષડાવશ્યક બાલાવબોધ તથા હેમહંસગણિ રચિત ષડાવશ્યક બાલાવબોધમાં જોવા મળે છે. પણ આ પાઠોનું સંકલન કોણે કર્યું. ત્રણ અલગ-અલગ સ્થાને રહેલા પાઠોનું એકત્રીકરણ ક્યારે થયું. જ્યારથી આ સૂત્ર “સામાયિક પારણ' સૂત્રરૂપે પ્રસિદ્ધિમાં આવ્યું તે બાબતનો કોઈ જ ખુલાસો મળેલ નથી. માટે આધારસ્થાન વિશે કંઈ ચોક્કસ કહેલ નથી.