________________
૧૦૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ પ્રતોમાં સ્ત્રી શબ્દ નથી. વળી વૃત્તિકાર અભયદેવસૂરિજી મહારાજ પણ લખે છે કે ક્યાંક નાણુ પાઠ પણ છે. માટે તે છેલ્લે લીધો.
– વૃત્તિકાર મહર્ષિ ના શબ્દનો અર્થ કરતા જણાવે છે કે - સવ્વ શબ્દ દેશ, સર્વતાનો પણ વાચક હોવાથી, અપરિશેષ સર્વતા બતાવવાને માટે ત્યાં લોકે શબ્દ લીધો છે. લોકે અર્થાત્ મનુષ્ય લોકમાં નહીં કે ગચ્છાદિમાં.
(ગ્રન્થોથી લોકનો અર્થ –) જે દેખાય છે – જે જણાય છે તે લોક, સંસાર, જગતુ, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું આધારભૂત આકા, ક્ષેત્ર, પ્રાણિસમૂહ વગેરે અનેક અર્થમાં તે વપરાય છે. પરંતુ અહીં ‘લોક' શબ્દથી જે ક્ષેત્રમાં મનુષ્યો રહે છે. તેવો “મનુષ્યલોક' જ સમજવાનો છે.
ગાવંત વિ સહિ. સૂત્રમાં આ હકીકતને ક્ષેત્રોના નામથી સ્પષ્ટ કરી છે. તે મુજબ પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ એ પંદર કર્મભૂમિ સ્થિત સાધુ ગ્રહણ કર્યા છે. ઉપલક્ષણથી કોઈ લબ્ધિવંત સાધુ નંદીશ્વરદ્વીપ આદિ સ્થાને ગયા હોય તો તે પણ ગ્રહણ કરવા.
૦ સાધુના ગુણો :
નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો ગણાવાય છે. તે પ્રમાણે સાધુ મહારાજાના ૨૭ ગુણો છે. જો કે સંબોધપ્રકરણમાં ૨૭ પ્રકારે સાધુના ૨૭ ગુણો કહ્યા છે. તેમાં પરંપરાગત રીતે નીચે મુજબના ૨૭ ગુણો જાણવા
૧. પાંચ મહાવ્રત, ૨. રાત્રિ ભોજન વિરમણ, ૩. છ-કાયજીવની વિરાધનાનો ત્યાગ, ૪. પાંચ-ઇન્દ્રિયોનો નિગ્રહ, ૫. ત્રણ ગુપ્તિ અથવા સાવદ્ય મન, વચન, કાયાનો રોધ, ૬. લોભ ત્યાગ, ૭. ક્ષમાધારણ કરવી, ૮. ચિત્તની નિર્મળતા, ૯. શુદ્ધ પડિલેહણા, ૧૦. સંયમમાં રહેવું. ૧૧. પરીષહો સહેવા અને ૧૨. ઉપસર્ગો સહેવા ૫ + ૧ + ૬ + ૫ + ૩ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૨૭ ગુણ.
૦ મહાવ્રત પાંચ - સર્વથા હિંસાથી વિરમ, સર્વથા મૃષાથી વિરમણ, સર્વથા અદત્તાદાનથી વિરમણ, સર્વથા મૈથુનથી વિરમણ, સર્વથા પરિગ્રહથી વિરમણ (આ પાંચેનો વિસ્તાર સૂત્ર-૨ પંચિંદિયમાં જોવો)
૦ રાત્રિભોજન વિરમણ :- રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ હોવો તે.
૦ છકાયજીવ વિરાધનાનો ત્યાગ :- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ ની વિરાધના ન કરવી.
૦ પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ - સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયોના વિષયના રાગ કે દ્વેષમાં ન પડે (વિશેષ-પંચિંદિયસૂત્રમાં જોવું)
૦ ત્રણ ગુતિપાલન :- મન, વચન અને કાયાને ગોપવવા અથવા મન, વચન, કાયાના સાવદ્ય વ્યાપારને રોકવો (વિશેષ-પંચિંદિય સૂત્રમાં જોવું)
૦ લોભ ત્યાગ:- ચારે કષાય ત્યાજ્ય જ છે. તેમાં અહીં લોભરૂપ કષાયના ત્યાગની વિશેષથી અલગ વાત કહી છે.