________________
૨૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
તેનો વિસ્તાર કરીએ તો
સામાયિક લેવા માટે નિયત વિધિ છે. જેમકે તપાગચ્છીય પરંપરા અનુસાર વર્તમાનકાળે જે ક્રમ જોવામાં આવે છે તે મુજબ ગુરૂ ભગવંતની નિશ્રામાં અને ગુરુનો યોગ ન હોય તો સ્થાપના સ્થાપીને સામાયિક ગ્રહણ કરે ત્યારે પ્રથમ ખમાસમણ આપે, પછી ઇર્યાપથ પ્રતિક્રમણ અર્થાત્ ઇરિયાવહી કરે, પછી સામાયિક (અર્થ) મુહપત્તિ પડિલેહણ કરવા માટેની આજ્ઞા માંગે, આજ્ઞા પ્રાપ્ત થયા પછી મુહપત્તિનું પડિલેહણ કરે. ત્યાર પછી “સામાયિક સંદિસાડુ” અને “સામાયિક ઠાઉની આજ્ઞા ખમાસમણ દેવા પૂર્વક માંગે. આજ્ઞા પ્રાપ્ત થયા પછી એક નવકારનું પ્રગટ ઉચ્ચારણ કરી અને સામાયિક દંડક ઉચ્ચરે ઇત્યાદિ....
દ્રવ્ય ક્રિયા કરનારને પણ આટલી વિધિ કરવાની હોય છે.
૦ એ જ રીતે વિધિએ પાર્થ અહીં “પાર્થ શબ્દના બે અર્થ જોવા મળેલ છે. (૧) પારવું (૨) પૂર્ણ કરવું – પાર ઉતારવું.
(૧) પારવું – આ સૂત્રને “સામાયિક પારણ' સૂત્ર કહ્યું છે. કેમકે જેમ સામાયિક લેતી વખતે “કરેમિ ભંતે'રૂપ પ્રતિજ્ઞા કે સામાયિક સૂત્રના પાઠનું ઉચ્ચારણ થાય છે, તેમ પારતી વખતે આ સામાઇયવયજુરો રૂપ સામાયિક પારણ સૂત્ર બોલાય છે.
- પારવાની ક્રિયામાં પણ વિધિ-ક્રમ નિયત થયેલો છે. તે મુજબ ખમાસમણ પૂર્વક ઇર્યાપથ પ્રતિક્રમણ, આજ્ઞા લઈને મુડપત્તિ પડિલેહણ પછી સામાયિક પારવા માટેની આજ્ઞા લેવી ઇત્યાદિ વિધિની પરિપાલના કરવાની હોય છે. છેલ્લે “વિધિએ લીધું. વિધિએ પાર્થ આદિ બોલાય છે. તેથી પારતી વખતે આ વિધિ સાચવવી જોઈએ.
સામાયિક લેતા કે પારતા માત્ર સૂત્રોચ્ચારણ જ કરવાનું નથી હોતું પણ સાથે-સાથે પંચાંગ પ્રણિપાત, જિનમુદ્રાએ ઉભવું યોગમુદ્રાએ હાથ જોડી રાખવા, કાયોત્સર્ગ વિધિ મુજબ કાયોત્સર્ગ કરવો, વિનયપૂર્વક સામાયિક લેવા-પારવાની આજ્ઞા માંગવી, મુહપત્તિના ૫૦ બોલ બોલવાપૂર્વક તેનું વિધિસહ પડિલેહણ કરવું તે બધું જ સાચવવું તેનો સમાવેશ પણ વિધિમાં જ થાય છે.
(૨) પૂર્ણ કરવું - જો પાર્ટુ શબ્દનો અર્થ પૂર્ણ કરવું લઈએ તો સમગ્ર સામાયિકમાં વિધિસહ આચરણ લેવી પડે. અર્થાત્ મન, વચન, કાયાના યોગથી સાવદ્યનું સેવન ન થાય, સામાયિકના અતિચારો ન લાગે, કાળ મર્યાદાનું બરાબર પાલન થાય, સામાયિક મધ્યે સ્વાધ્યાય આદિ ધર્મક્રિયા કે ધર્મધ્યાન જળવાઈ રહે ઇત્યાદિ સર્વે આચરણા વિધિમાં જણાવ્યા મુજબ થઈ હોવી જોઈએ. ત્યારે સામાયિક વિધિપૂર્વક પૂર્ણ કરી છે તેમ કહેવાય.
૦ વિધિ કરતા જે કોઈ અવિધિ દુઓ હોય - સામાયિક લેવી, સામાયિકની નિયત સમય મર્યાદા પર્યન્ત સાધના કરવી અને સામાયિક પારવી, એ બધું જ વિધિના નિર્દેશ પ્રમાણે કરેલ હોય છતાં સ્કૂલનાથી, ભૂલથી, અજાણતા કોઈ અવિધિ થઈ જાય તો શું? તે દર્શાવવા માટે આ વાક્ય મૂકાયેલ છે. એ રીતે વિધિ કરતા પણ કદાચિત્ કોઈ અવિધિ અર્થાત્ ભૂલ કે વિધિનો ભંગ થઈ ગયો તો