________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૩૫ નીકળી ગયો છે તે નિર્મળ, જેમાંથી સારા પ્રમાણમાં મળ નીકળી ગયો હોય ત્યારે તે નિર્મલતર કહેવાય છે.
– ચંદ્રો, સૂર્યો અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને ક્ષેત્રમાં રહેલ વસ્તુને પ્રકાશિત કરે છે ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તો લોક અને અલોકને પ્રકાશિત કરે છે.
- સકલ કર્મરૂપી મળ ચાલ્યો ગયો હોવાથી તેઓને ચંદ્ર કરતા પણ વધારે નિર્મળ કહેલા છે.
– ક્યાંક વહેલું ને બદલે ‘હિં એવો પાઠ ભેદ પણ મળે છે. ક્યાંક અર્થ કરતી વખતે વચ્ચોપિ નિર્મનંતરા માં પિ શબ્દનો વધારાનો પ્રયોગ પણ કરેલ છે.
૦ આઈચ્છેસુ અહિયં પયાસયરા :- સૂર્યોથી અધિક પ્રકાશ કરનાર,
૦ આઈચ્ચનું સંસ્કૃત સાહિત્ય છે. તેનો અર્થ સૂર્ય થાય છે. તેનું બહુવચન કરેલું હોવાથી સૂર્યો લખ્યું પ્રાકૃત વ્યાકરણ મુજબ પંચમીને સ્થાને સપ્તમી થયેલ છે. તેથી અર્થ પંચમી વિભક્તિ મુજબ - “સૂર્યોથી” કર્યો.
૦ પયાસયરા એટલે પ્રભારી અથવા પ્રછાશ અર્થાત્ પ્રકાશ કરનારા કે અજવાળું કરનારા.
- (અરિહંતો) કેવળજ્ઞાનના ઉદ્યોતથી વિશ્વને પ્રકાશિત કરતા હોવાથી તેમને સૂર્યોથી અધિક પ્રભાસ કરનારા કે પ્રકાશ કરનારા એવું વિશેષણ મૂક્યું.
– તેઓ લોક અને અલોકનો ઉદ્યોત કરનાર કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધારક છે, તેથી તેઓને સૂર્યો કરતા પણ અધિક પ્રકાશ કરનારા કહ્યા છે.
• સાગર-વર-ગંભીરા :- શ્રેષ્ઠ સાગર કરતાં પણ વધારે ગંભીર.
આવશ્યક વૃત્તિકાર કહે છે કે, તેઓ સાગરવર કરતાં પણ ગંભીરતર છે. અહીં વૃત્તિમાં ગંભીરને બદલે ગંભીરતર (અધિક ગંભીર) શબ્દપ્રયોગ કર્યો છે. “સાર વર' શબ્દનો અર્થ સ્વયંભૂરમણ સમુદ્ર એવો કર્યો છે. પરીષહો અને ઉપસર્ગો આદિથી લોભ ન પામતા હોવાથી તેઓને સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે ગંભીર કહ્યા છે.
– કોઈ ગ્રંથકાર – “સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર” અર્થ કરે છે.
– અહીં સાગરવર શબ્દનો અક્ષરશઃ અર્થ તો “શ્રેષ્ઠ સાગર' થાય પણ શ્રેષ્ઠ એટલે સૌથી મોટો, વિશાળ, અગાધ આદિ અર્થમાં સર્વ કોઈ વૃત્તિ કે ગ્રંથકર્તાએ “સ્વયંભૂરમણસમુદ્ર' અર્થ માન્ય કર્યો છે કેમકે તીર્થાલોકનો આ સૌથી મોટો સમુદ્ર છે. અસંખ્યાત યોજનના પ્રમાણવાળો છે. તે જલ વડે પણ અગાધ છે. તેથી તે મહાગંભીર છે. તેના કરતા પણ વધુ ગંભીર એવું દર્શાવવા માટે તેની ઉપમા અપાયેલી છે.
• સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ :- હે સિદ્ધો ! મને સિદ્ધિ આપો. સિદ્ધ - સૂત્ર-૧ નવકારમંત્રમાં તેની વિસ્તૃત ચર્ચા થયેલી છે.
– કર્મો ચાલ્યા જવાથી કૃતકૃત્ય થયેલા, જેમનાં સર્વે પ્રયોજનો પૂર્ણ થયા છે, જેમના સમગ્ર કર્મો ક્ષીણ થયા છે ઇત્યાદિ અર્થો આવશ્યકવૃત્તિ તથા અન્ય ગ્રંથોમાં જોવા મળેલ છે. એકમાત્ર આચાર દિનકરમાં તેનો અર્થ મોક્ષમાં રહેલા જિનેશ્વર ભગવંતો' એ પ્રમાણે કરેલ છે.