________________
૨૦૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
છે. એક વખત ભવસાગર તરી ગયા એટલે સર્વ કોઈ દુઃખ-ભવભ્રમણ અને વિટંબણા માત્રનો અંત આવે છે.
૦ યર એટલે કર. તીર્થ સાથે જોડાયેલો આ શબ્દ છે. ર - કરનાર, કરવાનો જેમનો સ્વભાવ છે એવા.
ર શબ્દના નિર્યુક્તિકારે છ ભેદ કહ્યા છે - નામકર, સ્થાપનાકર, દ્રવ્યકર, ક્ષેત્રકર, કાલકર અને ભાવકર. તેમાં ફક્ત ભાવકરનું જ અહીં ગ્રહણ કરવાનું છે. ભાવ-કરમાં પ્રશસ્ત ભાવકરના નવ ભેદ નિર્યુક્તિકારે બતાવ્યા છે, જેમાંનો એક ભેદ તે તીર્થકર છે.
૦ થર્મતીર્થકર :- અહીં જે ધર્મ શબ્દનો અર્થ કહ્યો એવા ધર્મરૂપી તીર્થને કરવાના સ્વભાવવાળા હોય છે. અરિહંત પરમાત્મા જે વિધિ અને નિષેધમય ધર્મ ફરમાવે છે, જિનાજ્ઞાનો પાલક જે સંઘ સ્થાપે છે, તેથી તેઓ પોતે ધર્મ અને સંઘના કરવાવાળા બને છે. ધર્મ અને સંઘ બંને તીર્થરૂપ છે, તેથી અરિહંત પરમાત્માને ધર્મતીર્થકર કહેવાય છે.
– ધર્મ એ જ તીર્થ અથવા ધર્મપ્રધાન એવું તીર્થ તે ધર્મતીર્થ. તેને કરવાનો સ્વભાવ જેમનો છે તે ધર્મતીર્થકર. જે દેવો, મનુષ્યો, અસુરો સહિતની પર્ષદામાં સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણમતી વાણી દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન કરનારા છે માટે થમ્પતિસ્થર કહ્યા.
– અનેક જીવો (મનુષ્યો) જેના આલંબનથી ભવસમુદ્રનો પાર પામે તે તીર્થ છે. આવું તીર્થ તે શ્રત અને ચારિત્રરૂપી ધર્મ. આવા ધર્મનું પ્રવર્તન અરિહંતો કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તુરંત જ પ્રથમ સમવસરણમાં કરે છે. તેથી તેઓને ધર્મ-તીર્થકર કહ્યા છે.
૦ યોગશાસ્ત્રમાં અહીં એક નોંધ મૂકી છે – આ ધર્મતીર્થકર વિશેષણથી અરિહંત પરમાત્માનો પૂજાતિશય અને વચનાતિશય જણાવેલા છે. હવે અપાયાગમઅતિશય માટે ‘નિર' વિશેષણ જણાવે છે.
૦ લઘુ દૃષ્ટાંત :- ભગવંત ઋષભને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઘાતી કર્મોનો ક્ષય થવાથી અનંત દર્શન, અનંત જ્ઞાન આદિ ઉત્પન્ન થયા. ત્યારે દેવો અને દાનવેન્દ્રોએ તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી દેવોએ પ્રથમ સમવસરણની રચના કરી. ભગવંત દેવતારચિત સમવસરણમાં બિરાજ્યા. ચોત્રીશ અતિશયોથી શોભતા એવા તેઓ સુરેન્દ્રોથી પૂજાતા અને સુર-નર આદિ સમુદાયથી પરિવરેલા હતા. ચારે બાજુ દેવદુંદુભિનાદ થતો હતો. ત્યાં ભગવંત ઋષભે પ્રથમ દેશના આપી. ત્યારે ભરત ચક્રવર્તીના પુત્ર ઋષભસેને દીક્ષા લીધી, બ્રાહ્મીએ દીક્ષા લીધી તેઓ મુખ્ય સાધુ (ગણધર) અને મુખ્ય સાધ્વી બન્યા. ભરત અને સુંદરી પ્રથમ શ્રાવક-શ્રાવિકા બન્યા. એ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ ધર્મતીર્થનું પ્રવર્તન થયું
આ રીતે ભગવંત ઋષભદેવ પ્રથમ ધર્મતીર્થકર કહેવાયા. • જિણે :- જિનોને. રાગ-દ્વેષના જિતનારાઓને.