________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૨૮
બને તેવી વાણી.
૩૩. વર્ણપદ વાક્યવિવિક્તતા - નિર્દોષપદ અને વાક્યોથી યુક્ત વર્ણાદિના વિચ્છેદથી રહિત વાણી.
૩૪. અવ્યુચ્છિત્ત - વિવક્ષિત અર્થને સારી રીતે સિદ્ધ કરતી વાણી.
-
૩૫. અખેદત્વ - ખેદ કે શ્રમ ન પમાડે તેવી વાણી.
આ પ્રમાણે અરિહંત પરમાત્માની વાણીમાં ઉક્ત પાત્રીશ પ્રકારે વિશેષતા રહેલી હોય છે. તે પ્રમાણે અભિધાન ચિંતામણી કોશના શ્લોક ૬૫ થી ૭૧માં કાળલોક પ્રકાશમાં તથાત ડાવશ્યક બાલાવબોધમાં જણાવેલ છે. (શ્રીપાલ રાજાના રાસમાં આ ૩૫ ગુણો કંઈક જુદી રીતે કહેવાયા છે.)
• અઢાર દોષ રહિતતા :- અરિહંત પરમાત્માના બાર ગુણો, ચોત્રીશ અતિશયો તથા વાણીની પાત્રીશ વિશેષતાઓ જોઈ તેમાં જે રીતે પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોની દૃષ્ટિએ અરિહંતના બાર ગુણોનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. તે જ રીતે પરમાત્માનું દોષ રહિતપણું પણ તેનું આગવું મહત્ત્વ પ્રતિપાદિત કરે છે. કેમકે શ્રી રત્નશેખરસૂરિજી શ્રીપાલચરિત્રમાં, શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી વર્ધમાન દ્વાત્રિંશિકામાં, શ્રી હેમચંદ્રાચાર્યજી અભિધાન ચિંતામણી કોશના શ્લોક ૭૨ અને ૭૩માં, પ્રવચન સારોદ્વારમાં તેમજ ગુજરાતીમાં સ્તવનાદિ કર્તાઓ આ વાતને વિવિધ રૂપે રજૂ કરી અરિહંત પરમાત્માનું અન્ય સર્વે દેવો કે ઈશ્વરો કરતા વિશિષ્ટ અને આગવું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. તે આ પ્રમાણે—
(૧) દાનાંતરાય - જેના ઉદયે દ્રવ્ય અને લેનાર પાત્ર હોય તો પણ દાન આપી શકાય નહીં. જેમ કપિલા દાસીને શ્રેણિક રાજાએ પ્રચૂર સામગ્રી આપેલી. સુપાત્રદાન દેવા આજ્ઞા કરી. તો પણ કપિલાદાસી દાન આપી શકતી ન હતી. આવો દાનાંતરાય કર્મનો વિપાક કહ્યો છે.
(૨) લાભાંતરાય - લાભનો યોગ હોવા છતાં પણ લાભ પ્રાપ્ત ન કરે. (૩) ભોગાંતરાય - એક વખત ભોગવવા યોગ્ય એવા અત્ર, પુષ્પ, ચંદન આદિ પદાર્થોને ભોગ કહેવાય. તેવા ભોગ પ્રાપ્ત થવા છતાં જે ભોગવી ન શકે તેને ભોગાંતરાય કહે છે.
(૪) ઉપભોગાંતરાય - વારંવાર ભોગવી શકાય તેવા વસ્ત્ર, આભુષણ, સ્ત્રી
આદિને ઉપભોગ કહે છે. તેનો યોગ હોવા છતાં ભોગવી ન શકે.
(૫) વીર્યંતરાય - છતી શક્તિએ, શરીર પુષ્ટ અને નિરોગી હોય તો પણ ઘણું પરાક્રમ કરી ન શકે તે વીર્યંતરાય.
આવા પાંચ પ્રકારનો અંતરાય રૂપ દોષ અરિહંતોને હોતો નથી.
(૬ થી ૧૧) હાસ્ય ષટ્ક - હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, અરિહંતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય કર્યો હોવાથી નોકષાય મોહનીય જન્ય એવી આ છ કર્મ પ્રકૃતિનો પણ ક્ષય થયો હોવાથી તેમને આ છ દોષ હોતા નથી – (૬) હાસ્ય - જે કર્મના ઉદયથી જીવને હસવું આવે.