SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-અરિહંતની વાણીના ગુણો ૭. ઉપનીતરાગત્વ - માલવેકેશિક (માલકોશ) રાગયુક્ત વાણી અઠાવીશ ગુણો | અતિશય અર્થની અપેક્ષાએ જાણવા :૮. મહાર્થતા - વાણી અર્થના ગૌરવથી યુક્ત હોવી. ૯. અવ્યાહતત્વ - પૂર્વા પર વાક્યર્થમાં વિરોધ ન હોવો. ૧૦. શિષ્ટત્વ - સિદ્ધાંત ઉક્ત અર્થ સર્વ ભવ્યને સંમત હોવો. ૧૧. અસંદિગ્ધત્વ - સંશયનો અસંભવ હોવાથી સંદિગ્ધ વાણી હોતી નથી. ૧૨. નિરાકૃતાન્યોતરત્વ - પારકાના દૂષણોથી રહિત એવી વાણી. ૧૩. હૃદયંગમતા - સર્વ શ્રોતાના હૃદયમાં ઉતરે અને આનંદ આપે. ૧૪. મિથ સાકાંક્ષતા - પરસ્પર પદો અને વાક્યો તથા અર્થ સાપેક્ષ વાણી. ૧૫. પ્રસ્તાવૌચિત્ય - દેશકાળ અનુસાર ઉચિત વાણીનું પ્રવર્તવું. ૧૬. તત્ત્વનિષ્ઠતા - વિવક્ષિત વસ્તુ સ્વરૂપ અનુસાર | અનેક નયોની અપેક્ષાએ કહેવાતી વાણી. ૧૭. અપ્રકીર્ણપ્રસૂતત્ત્વ - વાણીનું સુસંબદ્ધ પ્રસારણ, અસંબદ્ધ અધિકાર વડે થતા વિસ્તારના અભાવવાળી વાણી. ૧૮. અસ્વચ્છાધાન્યનિંદતા - પોતાની પ્રશંસા અને પારકાની નિંદાથી રહિત એવી વાણી | રાગદ્વેષ રહિત વાણી. ૧૯. આભિજાત્ય - નિરૂપમ પંડિતાઈ યુક્ત વાણી. કોઈ ઉત્થાપી ન શકે તેવું શાસ્ત્રાનુસારી વચન. ૨૦. અતિસ્નિગ્ધમધુરત્વ – શ્રોતાના મનને ઘી-ગોળ આદિની જેમ મધુર અને સુખકારી વાણી હોય છે. તેથી સર્વેને તે વચન ગ્રાહ્ય બને છે. ૨૧. પ્રશસ્યતા - ઉક્ત ગુણવાળી વાણી હોવાથી પ્રશંસા યોગ્ય. ૨૨. અમર્મવેધિતા - બીજાના મને ઉઘાડા ન કરે તેવી વાણી. ૨૩. ઔદાર્ય - અર્થોની તુચ્છતા રહિત સંપૂર્ણ ઇષ્ટ અર્થ સહિત વાણી. ૨૪. ધર્માર્થપ્રતિબદ્ધતા - ધર્મ અને અર્થયુક્ત એવી વાણી. ૨૫. કારકાદ્યવિપર્યાસ - કારક, કાળ, વચન, લિંગ આદિના વચનદોષથી રહિત વાણી. ૨૬. વિશ્વમાદિવિયુક્તતા - શ્રોતાના મનને સંશય આદિ વિભ્રમ ઉત્પન્ન ન કરે તેવી વાણી. ૨૭. ચિત્રકત્વ - શ્રોતાને આશ્ચર્યકારી લાગે તેવી વાણી. ૨૮. અભૂતત્વ - શોક, વિષાદ, ઉદ્વેગ આદિ નિવારે તેવી વાણી. ૨૯. અવિલંબિતા - અખંડિત, અખ્ખલિત પ્રવાહ જેવી વાણી. ૩૦. અનેકજાતિત્વ - અલંકાર યુક્ત, વિશિષ્ટ વર્ણન સ્વરૂપવાળી વાણી. ૩૧. આરોપિત વિશેષતા - વચનાંતરની અપેક્ષાએ અનેક અર્થોનો બોધ કરાવતી એવી વિશેષતાયુક્ત વાણી. ૩૨. સત્ત્વપ્રધાનતા - ધર્મને માટે ઉત્સાહવર્ધક અને સંસારથી જીવો વિમુખ
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy